ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવામાં આવી

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020

ભાજપના રાજપૂત નેતાઓને તરછોડીને એક સામાન્ય નેતાને દિલ્હીથી મહામંત્રી બનાવી દેવાતાં આંતરિક નારાજગી જોવા મળે છે. ભાજપના નેતા પ્રદિપ વાઘેલા સામે ભાજપમાં વિરોધની શક્યતા છે. ઈન્દ્ર વિજય જાડેજા સહિત બે ડઝન દરબાર નેતાઓને પડતા મૂકીને નવા છોકરાને મહત્વ આપતાં પીઢ નેતીઓ દુભાયા છે.  પક્ષે આવું કેમ કર્યું તે સમજાતું નથી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

પ્રદિપ વાઘેલા મૂળ અમિત શાહ જૂથના છે. અમિત શાહ તેમને અમદાવાદ જિલ્લામાં આનંદીબેનનું પ્રભુત્વ ઓછું કરવા અને ઈન્દ્રવિજય જાડેજાના સ્થાને તેમને આગળ કરવાની રાજકીય ચાલ રહી છે. ગુજરાતમાં 50 ટકા વોટ ઓબીસીના છે. 14-15 ટકા આદિવાસી, 8 ટકા દલિત, 18 ટકા પટેલ, 8 ટકા મુસ્લિમ તથા બીજી જ્ઞાતિ કે ધર્મના મત છે.

બન્ને ખેમા સામે હરિફાઈ છે. તેથી બન્ને સામ સામ સામે રહે છે. સામાજિક અને રાજકીય હરિફાઈ રહી છે.

રાજપૂતોને અન્યાય

આમેય ભાજપમાં રાજપૂતમાં કારડીયા – નાડોદા – ભાથી અન્ય 10 ફિરકા છે. તેમને સતત અન્યાય થતો રહ્યો છે. તેમને પક્ષમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. વજુભાઈ વાળા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢમાં કારડીયા રાજપૂતો પ્રભાવશાળી છે. છતાં રાજપૂતોને કોઈ સ્થાન મળતું નથી. જેમાંથી આ બોડીમાં કોઈને નથી લીધા. સૌરાષ્ટ્રની પ્રજા રાજપૂતો પર ભરોષો કરે છે. પણ બીજા પર નહીં.

ભાજપમાં દરબારોના દબદબો

ભાજપમાં દરબાર – રાજપૂતોના બે જૂથ છે. જે કાયમ સમાજિક અને રાજકીય રીતે સામ સામે રહ્યાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તે વાત અમિત શાહ સારી રીતે સમજી ગયા હતા અને તેથી તેઓ પ્રદિપ વાઘેલાને હંમેશ આગળ કરતાં રહ્યાં છે. તેમને લાયકાત કરતાં વધું મહત્વ મળતા કિરીટસિંહ, હકુભા, ઈન્દ્રવિજય, પ્રદિપ જાડેજા, ભૂપેન્દ્ર ચૂડાસમા દરબાર છે. આમ ભાજપમાં દરબારોને સ્થાન આપીને રાજપૂત સમાજને નારાજ કર્યા છે.

નારાજગી

રાજપૂતોની નારાજગીના કારણે 2022ની આવતી ચૂંટણીમાં ભાજપમાં અસર દેખાશે. કારણ કે નવી બોડીમાં

દરબારમાં મહેન્દ્ર સરવૈયા – ભાવનગર – કૌશલ્ય પરમાર – પ્રદીપ વાઘેલાને સ્થાન અપાયું છે. રૂપાણીના પ્રધાનમાં કે ધારાસભામાં પ્રદિપસિંહ, ભૂપેન્દ્રસિંહ, જયદ્રતસિંહ દરબાર, હકુભા દરવાર, કિરિસિંહ રાણા દરબાર છે. આમ  તેમને મહત્વ મળેલું છે. પણ રાજપૂતોને કોઈ મહત્વ આપવમાં આવ્યું નથી.

પ્રદિપ વાઘેલીની પ્રદેશ પ્રમુખની દાવેદારી

અમિત શાહે અમદાવાદ જિલ્લામાં કમાભાઈ રાઠોડને ખતમ કરવા માટે પ્રદિપને આગળ કરવામાં આવ્યા હતા. જેથી આનંદીબેન અને ઈન્દ્રવદન જાડેજાને ખતમ કરી શકાય.

ગુજરાત ભાજપમાં અંદર શું ચાલે છે તેની પળે પળની વિગતો પ્રદિપ વાઘેલા દિલ્હી અમિત શાહને પહોંચાડે છે.  ભાજપના નેતાઓ તેમને માનથી જોતા નથી. તેમની સામે ગુના છે નોંધાયેલા છે. અધિકારીઓને ધમકીઓ આપી હતી. વાતવાતમાં ગરમ થઈ જતા હોવાની તેમની સામે ફરિયાદ છે.

પત્રકારને ધમકી

પત્રકાર પ્રશાંત દયાળ સામે ધમકીભરી ભાષામાં પોસ્ટ મુકી હતી.  વાઘેલાને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દૂર રાખતા હતા. તેથી વિજય રૂપાણીના જૂથમાં રહ્યાં હતા. નરેન્દ્ર મોદી જેવો ઝભ્ભો પહેરે છે. પત્રકારો વિરૂદ્ધમાં સોશિયલ મિડીયામાં પોસ્ટ મૂકીને પછી પરત ખેંચી માફી માંગી હતી.

હવેનો પ્લાન

હવે પ્રદિપ વાઘેલા પક્ષમાં બધાથી આગળ નિકળવાની નવી ચાલ શરૂ કરી દીધી છે. તેમને અમિત શાહ મદદ કરે છે તેથી તે આગળ આવશે. ભાજપના નેતાઓએ પોતાની બધી વિગતો પ્રેસને આપી નહીં પણ પ્રદિપ વાઘેલાએ બે પાના ભરીને દરેક પત્રકાર સુધી તે પહોંચાડીને પોતાની મહત્વકાક્ષા જાહેર કરી દીધી છે. બાયોડેટા મોકલીને પક્ષમાં બીજા કરતાં પોતાનું પદ ઊંચું લઈ જવા બતાવેલું છે. પોતાનું કદ વધારવા પ્રયાસ કર્યો છે.

તેમણે મોકલાવેલો બાયોડેટા અક્ષરશઃ આ પ્રમાણે છે

પ્રદિપ વાઘેલાનો જન્મ 4 જૂન , 1980 ના દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામ ખાતે થયો હતો. ગુજરાત યુનિવર્સીટીમાં વર્ષ 2003 માં સેનેટ મેમ્બર તરીકે ચૂંટાઈ આવ્યા .

સંગઠનની જવાબદારીઓ :

વર્ષ 2003-2004 . અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2006-2007 – ભારતીય જનતા યુવા મોર્ચામાં ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2008-2010 સુધી ભારતીય જનતા યુવા મોર્ચામાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2010 માં ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી થઇ .

વર્ષ 2013 માં ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ફરીથી વરણી થઇ .

આમ 2010-2017 એમ સાત વર્ષ સુધી ભાજપ યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી .

વર્ષ 2016 થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે .

વર્ષ 2018 થી નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ..

વર્ષ 2019 માં વીજળી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થઇ . વર્ષ 2015 થી સાણંદ તાલુકા ખરીદ – વેચાણ સંઘના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે .

સંગઠનાત્મક પ્રવૃતિઓ :

વર્ષ 2011 – ” રાષ્ટ્રીય એકતા યાત્રા ” દરમિયાન ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ  અનુરાગસિંહ ઠાકુરના નેતૃત્વમાં કાશમીરના લાલચોક ખાતે ત્રિરંગો ફરકાવેલો. જે દરમિયાન પોલીસની દમનનીતિનો ભોગ પણ બન્યા હતા , ઘાયલ પણ થયા હતાં અને જેલમાં પણ ગયા હતા.

વર્ષ 2009-1857 ભારતીય સ્વતંત્રતા સંગ્રામના 150 વર્ષની ઉજવણી માટેની ” ક્રાંતિગાથા યાત્રા ” ના ઇન્ચાર્જની જવાબદારી નિભાવી છે .

વર્ષ 2009 – “ વિસ્તારક યોજના ” ના ઇન્ચાર્જની જવાબદારી નિભાવી છે .

વર્ષ 2005-2006 દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કચ્છ જિલ્લામાં કાર્ય કર્યું .

વર્ષ 2006-2007 – કચ્છ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના પ્રભારી તરીકે કાર્ય કર્યું . વર્ષ 2008-2010 – કચ્છ , બનાસકાંઠા , ખેડા , જામનગર જિલ્લા ભાજપ યુવા મોર્ચાના પ્રભારી તરીકે કાર્ય કર્યું .

સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકેની જવાબદારી  નિભાવી છે .

વિદેશ પ્રવાસ :

વર્ષ 2011- યુથ ડેલિગેશન ઓફ ઇન્ડિયા ( યુથ એક્સચેન્જ ) અંર્તગત ચીનનો પ્રવાસ

વર્ષ 2014 – ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશીપ પ્રોગ્રામ ( IVLP ) અંતર્ગત અમેરિકાનો પ્રવાસ

વર્ષ 2015 – યુથ બ્રિક્સ કન્વેનશન અંતર્ગત રશિયાનો પ્રવાસ વર્ષ 2016 – લંડન સ્ટડી ટુર અંતર્ગત યુકેનો પ્રવાસ.