ડે. સી.એમ. નીતિન પટેલ ભાષણમાં ભાન ભૂલ્યા, કહ્યું “બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા”

હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું.

વધુ વાંચો: ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીનામું આપે

જોકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે છતાં પણ તેઓ રાજ્યના રોડ-રસ્તાઓ સરખા કરાવી શકતા નથી કદાચ આ તેમની મજબૂરી હોઈ શકે છે કે પછી અધિકારીઓની આડોડાઈ પણ હોઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતાં આ નાયબ મુખ્યમંત્રીએ પણ ખુદ ગઈકાલે મહેસાણાના એક માર્ગ પરથી ઉબડખાબડ રોડ પરથી પસાર થવાનો વારો આવ્યો હતો.ત્યારબાદ મહેસાણા જિલ્લામાંના એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમની આગવી શૈલીમાં ટીખળ કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા.

વધુ વાંચો: સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના નામ ખૂલી શકે ?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા. કારણ કે, લોકો રોડ મંજૂર કરાવે ગામ થી ગામ સુધીના પણ એમણે તો રોડ મંજૂર કરાવ્યા ગામથી ખેતર સુધીના. આમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ નિવેદનને લઈને મિડીયા તેમજ સોશિયલ મીડિયામાં પણ ભારે હોબાળો મચી ગયો છે જોકે નાયબ મુખ્યમંત્રી ના આ નિવેદનને લઈને બનાસકાંઠાની પ્રજામાં પણ ક્યાંક ને ક્યાંક છૂપો રોષ ઉદભવે તો નવાઈ નહીં !

વધુ વાંચો: ‘પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુજરાતની પ્રજા પર અત્યાચાર કરવા નવા સુધારા