ખારી જમીનને ફળદ્રુપ બનાવતાં બેક્ટેરીયાની શોધ, ગુજરાતની ખારી જમીનના 10 અહેવાલો

Discovery of bacteria that fertilize saline soils, saline soils of Gujarat

હોલો મિક્સની શોધ

સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન

સેન્ટ્રલ સોઈલ સેલિનીટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જમીન સુધારણા માટે જીપ્સમના વિકલ્પ તરીકે કેટલાક બેક્ટેરિયા શોધીને બાયો-ફોર્મ્યુલા વિકસાવી છે. બંજર જમીનને ફળદ્રુપ બનાવી શકાશે. ખારી જમીન પર હવે ખેતી થઈ શકશે. ખારી જમીનમાં મોટા ભાગે સોડિયમ ક્ષાર વધારે હોય છે

ડાંગર અને ઘઉંના પાકમાં સરેરાશ 11.5 અને 14.03 ટકાનો વધારો થાય છે. દરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે. ખારી જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખારી જમીન’ આવેલી છે.

દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે નુકસાન ગણવામાં આવે તો, 10 હજાર કરોડ રૂપિયાથી વધું થવા જાય છે. એક ખેડૂત પાસે સરેરાશ 3 હેક્ટર જમીન પ્રમાણે 3 ટન કૃષિ ઉત્પાદન એક ખેડૂત દીઠ ગુમવાવું પડે છે.

માટીના બેક્ટેરિયાથી ભરેલી 100 મિલીની શીશી એક એકર જમીન માટે પૂરતી છે. વિજ્ઞાનીઓએ થોડા વર્ષો પહેલા ખારી જમીનમાં ઉગતા છોડની વૃદ્ધિ કરતાં બેક્ટેરિયાની શોધ કરી હતી. આ બાયો-ફોર્મ્યુલેશનનો ઉપયોગ હવે ઉજ્જડ જમીનમાં કરાશે. 2015થી તેના પ્રયોગો ચાલતાં હતા. હવે તે બેક્ટેરીયા બોટલમાં મળશે.

બાયો-ફોર્મ્યુલેશનના ઉપયોગથી, ચોખા-ઘઉં તેમજ શાકભાજીના પાકો નકામી જમીનમાં થશે. જે પછી ICAR એ આ ઓર્ગેનિક ફોર્મ્યુલેશન હાલો મિક્સને હૈદરાબાદ સ્થિત કંપનીને ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગર એમ આ 3 જિલ્લામાં 10 ટકા કરતાં વધું જમીન ખારો પટ કે ખેડી ન શકાય એવી જમીન છે. બાકીના જિલ્લાઓમાં 10 ટકા કરતાં નીચે ખેતી માટે ઉજ્જડ બની ગયેલી જમીન છે. આવી જમીન પર જ ઉદ્યોગો સ્થાપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીનનો વપરાસ વધી રહ્યો છે તે સારી નિશાની માનવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં 89 હજાર હેક્ટર જમીન ઉજ્જડ છે. ત્યાં આ બેક્ટેરીયા કામ આપશે.

મીઠા સામે ટક્કર આપતાં બેક્ટેરિયા આધારિત બાયો-ફોર્મ્યુલેશન (હેલો મિક્સ) ક્ષારયુક્ત જમીનની મોટી સમસ્યા ગુજરાતમાં છે. આવી જમીનમાં ક્ષારો પાકના મૂળની આસપાસ એકઠા થાય છે, જેથી છોડને પાણી અને અન્ય પોષક તત્વો મળતા નથી.
છોડ સુકાઈ જાય છે. હોલો મિક્સના બેક્ટેરિયા મીઠાને મૂળની નજીક આવવા દેતા નથી. બેક્ટેરીયા છોડને પોષણ પણ આપે છે. જેના કારણે પાકનું સારી રીતે ઉત્પાદન થાય છે.

ભારતમાં 67 લાખ હેક્ટર જમીન ક્ષારયુક્ત છે. ગુજરાત, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં દરિયા કાંઠે અને બોરથી પાણી ખેંચતા જમીન ખારી થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં 14 લાખ હેક્ટર જમીન છે.

કૃષ્ણની ભૂમિ નંદનવન બનશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. જામનગર અને દ્વારકામાં સાથે મળીને 1.55 લાખ હેક્ટર ખારી જમીન 2005-06માં હતી. તે હવે વધીને 1,88,391 હેક્ટર થઈ ગઈ છે. જેમાં દ્વારકાની જ 1.25 લાખ હેક્ટર જમીન ખારી થઈ છે.

કછડો બારેમાસ
કચ્છમાં 2006-7માં 16.85 લાખ હેક્ટર જમીન ઉજ્જડ હતી, જે 2015-16માં 14.59 લાખ હેક્ટર થઈ છે. આમ 2.26 લાખ હેક્ટર જમીન કચ્છમાં ઘટી છે. 5 લાખ હેક્ટર જમીન ઘટી છે જેમાં કચ્છની 50 ટકા જેવી જમીન છે.
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મિટર વિસ્તાર સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી છે. કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ સુધી આવે છે. નાના રણના રણસર 5000 ચોરસ કિલોમીટર વિસ્તારની ચારેબાજું 9 જિલ્લા છે.

ઉસર કે ઉજ્જડ એવી જમીન છે, જેમાં ક્ષારનો અતિરેક હોય છે, (ખાસ કરીને ). આવી જમીનમાં કશું કે બહુ ઓછું ઉત્પાદન થતું નથી. જે હવે થશે.

ખનિજ જિપ્સમ સાથે ઓર્ગેનિક સુધારાનો ઉપયોગ કરીને નકામી જમીન સુધારે છે. પણ તેની કેટલીક મર્યાદા છે. મીઠું સહન કરનાર બેક્ટેરિયા દ્રાવ્યતા વધારે છે. ચોખા, ઘઉં, સરસવ, રીંગણ, ફૂલકોબી, વટાણા, ટામેટા, ઘાસચારો, શાકભાજી પાકો, મગફળી, તેલીબિયાં અને શેરડીની ખેતી ખારી જમીન પર સફળ થઈ છે.

સોલ્ટ ટોલરન્ટ બેક્ટેરિયાની 100 મિલીની શીશી એક એકર જમીન માટે પૂરતી છે. ખેતરમાં છાંટવામાં આવે છે. જેને 40 કિલો ગાયના છાણ સાથે ભેળવવામાં આવે છે. સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે. નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. ત્યાં પણ આ બેક્ટેરીયા પોતાનું કામ કરશે.

મોટા પાયે ઉત્પાદન હવે થશે. નકામી જમીનને સજીવ કરી શકાશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદે મંજૂરી આપી છે. અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન 15 પૈસાથી માંડીને રૂ. 2માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં 18 લાખ હેકટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે. મુન્દ્રાના દક્ષિણ વિસ્તારમાં આવેલી 300 એકર જમીન અદાણી સેઝને અપાયાના 13 વર્ષ બાદ પણ આ જમીન પડતર ત્યાં પણ આ બેક્ટેરીયા કામ કરશે.

ખારાશ સહન કરનાર બેક્ટેરિયા હોવાથી સજીવ ખેતી જ કરવી પડશે. જે કૃષિમાં રસાયણોનો ઉપયોગ ઘટાડે છે. ઓછા ખર્ચે થઈ શકશે. ઓછા ખર્ચે પાકનું ઉત્પાદન વધારી શકે છે.

આ બાયો પ્રોડક્ટ્સ જમીનમાં અદ્રાવ્ય સૂક્ષ્મ પોષકતત્ત્વો ઝીંકને ઓગાળીને છોડ માટે ઉપલબ્ધ કરાવે છે. બેક્ટેરિયાના કારમે પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાયો-ફોર્મ્યુલેશનથી નકામી જમીનમાં 15-20 કિલો નાઇટ્રોજન, 10 થી 15 કિલો ફોસ્ફરસ અને 2-4 કિલો ઝીંક પ્રતિ હેક્ટર બચાવે છે. pH મૂલ્યમાં 9.7 થી 8.9 સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

ચીનના કૃષિ વૈજ્ઞાનિક યુઆન લોન્ગપિંગે હાઈબ્રિડ ચોખાના જનક છે જેણે ખારી જમીન કે ખારા પાણીમં થતી ડાંગરની નવી જાત પેદા કરી છે. ચીનની પાસે 10 લાખ ચોરસ કીમી વિસ્તાર છે જે દરીયાઈ વિસ્તારમાં હોવાથી બંજર પડેલો છે, એટલે કે ક્ષાર અને ખારા પાણીથી પ્રભાવિત હોવાના કારણે તે જમીન પર કંઈ ઉગતુ નથી. જ્યા આ ચોખા પેદા કરી શકાશે.

ગુજરાતમાં 13 લાખ હેકટર જમીન વિસ્તારમાં ક્ષાર
https://allgujaratnews.in/gj/%e0%ab%a7%e0%ab%a8-%e0%ab%a8-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%b9%e0%ab%87%e0%aa%95%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/

કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મિટર વિસ્તાર સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી છે. કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ સુધી આવે છે. નાના રણના રણસર 5000 ચોરસ કિલોમીટર વિસ્તારની ચારેબાજું 9 જિલ્લા છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b0%e0%aa%a3%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%8b/

અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન 15 પૈસાથી માંડીને રૂ. 2માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં 18 લાખ હેકટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે. મુન્દ્રાના દક્ષિણ વિસ્તારમાં આવેલી 300 એકર જમીન અદાણી સેઝને અપાયાના 13 વર્ષ બાદ પણ આ જમીન પડતર જ પડેલી રહી છે. અદાણીને મોદીજીએ મુન્દ્રા તાલુકાના 16 ઞામોની ગૌચર જમીન આપીને ઞામોને બરબાદ કરી દીધા અને ઞાયો ગૌચર વઞર મોતના મૂખમાં ધકેલાઈ ઞઈ અને ઞામડાઓમાં પશુપાલન ઉપર ભયંકર અસર થઈ છે. અદાણીને મુન્દ્રાના 10 ગામોની જંગલની જમીન, 19 ઞામોની સરકારી જમીન, 16 ઞામોની ગૌચરની જમીન મળીને 45000 હેકટર (1 હેકટર બરાબર 2.5 એકર) જમીન આપીને મુન્દ્રાના ઞામડાંઓને ખતમ કરી દીધા છે.
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%85%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-15-%e0%aa%aa%e0%ab%88%e0%aa%b8%e0%ab%87-%e0%aa%86%e0%aa%aa%e0%ab%87%e0%aa%b2%e0%ab%80/

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63,391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર (1250 ચોરસ કિલોમીટર) જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. જામનગર અને દ્વારકામાં સાથે મળીને 1.55 લાખ હેક્ટર ખારી જમીન 2005-06માં હતી. તે હવે વધીને 1,88,391 હેક્ટર થઈ ગઈ છે. જેમાં દ્વારકાની જ 1.25 લાખ હેક્ટર જમીન ખારી થઈ છે. કચ્છમાં 2006-7માં 16.85 લાખ હેક્ટર જમીન ઉજ્જડ હતી, જે 2015-16માં 14.59 લાખ હેક્ટર થઈ છે. આમ 2.26 લાખ હેક્ટર જમીન કચ્છમાં ઘટી છે. 5 લાખ હેક્ટર જમીન ઘટી છે જેમાં કચ્છની 50 ટકા જેવી જમીન છે.

રાજ્યમાં શું

ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગર એમ આ 3 જિલ્લામાં 10 ટકા કરતાં વધું જમીન ખારો પટ કે ખેડી ન શકાય એવી જમીન છે. બાકીના જિલ્લાઓમાં 10 ટકા કરતાં નીચે ખેતી માટે ઉજ્જડ બની ગયેલી જમીન છે. આવી જમીન પર જ ઉદ્યોગો સ્થાપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીનનો વપરાસ વધી રહ્યો છે તે સારી નિશાની માનવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં 89 હજાર હેક્ટર જમીન ઉજ્જડ છે.

કૃષ્ણની કર્મભૂમિ ખારી ધૂધવી કેમ બની રહી છે ? શું રહસ્ય છે ?

ખેડૂતો જમીન ગુમાવી રહ્યાં છે, 50 લાખ ખેડૂત પરિવારોએ જમીન ગુમાવતાં બેકારીના ખપ્પરમાં, વૈશ્વિકરણ પછીની અત્યંત ખરાબ સ્થિતી
https://allgujaratnews.in/gj/50-lakh-farmer-families-lose-their-land-in-unemployment-worst-post-globalization-situation-gujarati-news/

સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે. નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે.
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8-%e0%aa%96%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a5/

ખારી જમીન પર મીઠી ખારેક થવા લાગી. વઢિયાર પ્રદેશ ક્ષારની જમીન પર છે. વર્ષોથી પડતર જમીન હોવાથી તેને ખારી જમીન તરીકે ઓળખે છે. આવી ખારી જમીન પર સફળ ખેતી 10 વર્ષથી થઈ રહી છે. હવે ખારો પ્રદેશ મીઠી ખારેકનો પ્રદેશ બની ગયો છે.
https://allgujaratnews.in/gj/the-saline-soil-started-to-harvest-sweet-dates-in-gujarat/

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે
https://allgujaratnews.in/gj/new-beet-increase-milk-production-grown-saline-soils-gujarat-agriculture/

સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન. દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે નુકસાન ગણવામાં આવે તો, 10 હજાર કરોડ રૂપિયાથી વધું થવા જાય છે. એક ખેડૂત પાસે સરેરાશ 3 હેક્ટર જમીન પ્રમાણે 3 ટન કૃષિ ઉત્પાદન એક ખેડૂત દીઠ ગુમવાવું પડે છે.
https://allgujaratnews.in/gj/gujarat-has-the-highest-salinity-land-in-the-country-loss-of-rs-10000-crore-in-a-year-in-agriculture/