[:gj]ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો[:]

[:gj]ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે.

મંગળવાર સુધીમાં ભારતમાં 83 લાખ દર્દીઓ સાજા થઈ ગયા છે. મંગળવારે ભારતમાં 29,164 નવા કેસ અને 449 મૃત્યુ નોંધાયા હતા. જયારે બુધવારે તેમાં 30% નો ઉછાળો નોંધાયો છે. આ પાછળનું કારણ ટેસ્ટની સંખ્યા પણ હોઈ શકે છે, ભારતમાં મંગળવારે કુલ 9 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ICMR (Indian Council of Medical Research) ના રિપોર્ટ્સ મુજબ ભારતમાં રોજ સરેસાશ 8 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.

દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. વિવિધ બેઠકોમાં કોરોના સામે લડવા અંગે કેવા પગલા ભરવા જરુરી છે તે અંગે વિચાર કરવામાં આવ્યો છે. લોકડાઉન અંગે મુખ્યમંત્રી કેજરીવાલે પણ સંકેત આપ્યા હતા. જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયાભરમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 5.55 કરોડને પાર થઈ ગયો છે જયારે આ વાયરસના કારણે 13.36 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.[:]