ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ – ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા થઈ હતી. પણ પછી આ ધનવાન એમડીની તપાસનું શું થયું તે કોઈ જાણતું નથી. માત્ર બે રાજકિય નેતા અને 8 પોલીસ કર્મીઓ જાણે છે.
મોદીવાલામાં પૂછપરછ ચાલી રહી છે. પૂજારી પર હત્યા અને ખંડણીના ૪૦થી વધુ કેસ ચાલી રહ્યા છે. પોલીસ ખંડણી, હત્યા, બ્લેકમેઇલ અને છેતરપિંડી સાથે જોડાયેલા અનેક મામલામાં તેની શોધખોળ કરી રહી હતી. તેની પર અનેક બાલિવૂડ સ્ટાર્સ પાસે ખંડણી માંગવાના કેસ ચાલે છે. તેની વિરુદ્ધ લગભગ ૨૦૦ મામલાને લઈ રેડ કાર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે. ગયા મહિને પોલીસે રવિ પૂજારીના એક નજીકના સાથી આકાશ શેટ્ટીની ધરપકડ કરી હતી.
રવિ પૂજારીની ગયા મહિને આફ્રિકન દેશ સેનેગલથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પૂજારી અચાનક ગુમ થઈ ગયો. પૂજારીની કર્ણાટક પોલીસ અને સેનેગલના અધિકારીઓએ એક સંયુક્ત કાર્યવાહીમાં ત્યાંના એક ગામમાંથી ધરપકડ કરી.
અમૂલના શોઢી પાસે રૂ.25 કરોડની ખંડણી માંગી
આણંદ ખાતે આવેલી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી આરએસ સોઢીને ધમકીભર્યો ફોન રવિ પુજારીની ગેંગે કરીને રૂ.25 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. છે. હાલ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 31 મે 2016માં શરૂ કરી દીધી હતી. માંગણી પુરી થશે નહીં તો તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
ફોન આવતાં એમ. ડી. દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડા સૌરભકુમાર સિંઘને રજૂઆત કરાઈ હતી. સંદર્ભે વાત કરતા સૌરભકુમાર સિંઘે જણાવ્યું હતું કે, એક માસ પૂર્વે અંગે સોઢીએ રજૂઆત કરતા તે અંગેની ફરિયાદ દાખલ કરાઈ હતી. જેની તપાસ તુરંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. સોઢીની સુરક્ષામાં વધારો કરી દેવાયો હતો.
ફરિયાદ કરી હોવા છતાં આર.એસ. સોઢીએ જાહેર કર્યુંહતું કે મને કોઈ ધમકી મળી નથી. જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલે જાહેર કર્યું હતું કે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી છે. ફરિયાદ નોંધવામાં આવી છે અને ગૃહવિભાગ દ્વારા તેની સઘન તપાસ કરવાની ખાસ તાકીદ કરાઈ છે.
શોઢીની સંપત્તિનો સવાલ
અંડરવર્ડના ગુંડાઓ પાસે છૂપી માહિતી મેળવીને પછી જ ખંડણી વસૂલ કરવા માટે જાળ ગોઠવવામાં આવે છે. તેથી સવાલ એ ઊભો થાય છે કે, જો રૂ.25 કરોડની ખંડણી માંગવામાં આવી હોય તો અમૂલના શોઢી પાસે કેટલી સંપત્તિ હશે ?
રવિ પુજારી છોટા રાજનનો નજીકનો વ્યક્તિ હતો પણ છોટા રાજન પર બેંગકોકમાં છોટા શકિલે હુમલો કર્યો ત્યારથી પુજારી છોટા રાજનથી અલગ પડી ગયો હતો. રવિ પૂજારી ગેંગે અત્યાર સુધી સલમાન, શાહરૂખ, અક્ષયકુમાર, શિલ્પા શેટ્ટી અને અરીજીત સિંઘને પણ ખંડણી માટે ધમકી આપી ચૂક્યો છે.