નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો

ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ? 

નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો

કર્ણાટકના બેંગલુરુ ખાતે ‘માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદનું આયોજન 24 માર્ચ 2023માં કરવામાં આવ્યું હતું. પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્ર અમિત શાહની હાજરીમાં નાશ કરાયો હતો.

6 લાખ કિલો ડ્રગ્સ સળગાવી દેવાયું
01 જૂન, 2022થી 75 દિવસના અભિયાન દરમિયાન 75,000 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવાના હતા. અત્યાર સુધીમાં રૂ. 8,409 કરોડની કિંમતના કુલ 5,94,620 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ માદક દ્રવ્યમાંથી 3,138 કરોડ રૂપિયાના 1,29,363 કિલોનો નાશ NCB દ્વારા કરવામાં આવ્યો છે.

ધરપકડ 260 ટકા વધી
2006થી 2013 વચ્ચે કુલ 1257 કેસ નોંધાયા હતા, જ્યારે 2014થી 2022 વચ્ચે 152 ટકા વધીને 3172 કેસ નોંધાયા હતા. 2006થી 2013 વચ્ચે ધરપકડની કુલ સંખ્યા અગાઉ 1362 હતી જેની સરખામણીમાં 260 ટકા વધીને 4888 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

2500 ટકા વધારો
2006થી 2013 દરમિયાન 1.52 લાખ કિલો ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2014થી 2022ની 200 ટકા વધીને 3.30 લાખ કિલો જથ્થો પકડાયો હતો.
2006થી 2013 દરમિયાન રૂ. 768 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે 2014થી 2022ની વચ્ચે 25 ગણું વધારે એટલે કે રૂ. 20,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તો અદાણીના મુંદરા બંદર પર પકડાયેલું રૂ.21 હજાર કરોડનું ડ્રગ્સ કેમ બતાવવામાં આવતું નથી.

સરકાર આટલું કરે
‘બોટમ ટુ ટોપ’ અને ‘ટોપ ટુ બોટમ’ના અભિગમ સાથે માદક દ્રવ્યોના કેસોની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. પણ થતી નથી. કેસની તપાસ માત્ર કોઇ એક દ્વારા ન થવી જોઇએ પરંતુ બધાના સંકલનમાં રહીને સાથે મળીને તપાસ કરવી જોઇએ. ભારત સરકારે નશામુક્ત ભારતનું નિર્માણ કરવા માટે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ.
દેશમાંથી ડ્રગ્સના જોખમને નાબૂદ કરવા માટે ડ્રગ્સની શોધ, નેટવર્કનો નાશ, ગુનેગારોની અટકાયત અને ડ્રગ્સનું વ્યસન કરનારાઓનું પુનર્વસન કરવું પડે છે. તમામ રાજ્યોએ NCORD પોર્ટલ અને NIDAAN પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને મજબૂત બનાવવામાં આવે. દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાઇ માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને દક્ષિણ સમુદ્ર માર્ગ પર કડક તકેદારી રાખવી જોઇએ. પણ સૌથી વધારે ડ્રગ્સ તો ગુજરાતથી ઘુસે છે. પૈસા કઈ રીતે ચૂકવાય છે અને તે ડ્ર્ગ્સ કોની પાસેથી આવ્યું છે તે શોધી શકાતું નથી.