ગાંધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્વયે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી. લોકપ્રિય અને સફળ યોજના બની હતી.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, તેથી મુખ્ય મંત્રીની હાજરીમાં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વિનંતી કરી આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા પ્રધાનમંત્રીને રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેના પરિણામે આજે સમગ્ર દેશમાં આયુષ્માન યોજના અમલમાં છે. દેશના કરોડો લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કેવી.એસ. હોસ્પિટલ બંધ થઈ તે વખતે મેં રૂબરૂ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, મા વાત્સલ્ય યોજનાને આયુષ્માન યોજના સાથે જોડવામાં આવે, જેના પરિણામ સ્વરૂપે મા વાત્સલ્ય યોજનાને આયુષ્માન યોજના સાથે જોડવામાં આવી છે. હોસ્પિટલોમાં આયુષ્માન યોજના અને મા વાત્સલ્ય કાર્ડ પુનઃ શરૂ કરવામાં આવે.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ મારી જાહેર હિતની અરજીના આધારે વડી અદાલતે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં માણસો સાથે જાનવર જેવો નહીં, પરંતુ માનવીય વ્યવહાર કરો. દર્દીઓની સંખ્યા વધતા મેં નામદાર હાઈકોર્ટને વિનંતી કરી હતી કે સરકારને નિર્દેશ આપવામાં આવે કે 42 જેટલી ખાનગી હોસ્પિટલો હસ્તગત કરી ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે.
આમ લોકો માને છે કે, કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં લોકોના મોત વધું થયા, રૂપાણી જવાબદાર છે.