પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો

16 Mar, 2021

ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું.

આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે.  યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડા જિલ્લાના થામણામાં જન્મેલા અને કર્મે પોલીસ અધિકારીના જીવનમાં નાનપણમાં જ એક મોટી જવાબદારી આવી પડી. માતા-પિતાની છાયા ગુમાવી દીધા બાદ વન મેન આર્મીની જેમ પરિસ્થિતિનો સામનો કર્યો.

એ સમયે સ્વતંત્ર સેનાની બબલદાસ ગામમાં સફાઈ માટે આવતા. એમની નજર આર.બી.રાવળ પર પડી. બબલદાસ મોહરા ગોસ્વામી પટેલ તથા રાવળ સમાજના ચાર યુવાનોને દત્તક લીધા. જેમાં રામદાસનો પણ સમાવેશ થયો હતો. રામદાસ ગ્રેજ્યુએટ થયા પછી LLMની ડીગ્રી મેળવી. પોતાના અભ્યાસની સાથે ગામમાં રામબાગની સફાઈ કરતા તથા જૂના કપડાં પહેરી પોતાના જીવનની શરૂઆત કરી. પછી શિક્ષક તરીકે નોકરી કરી.

એક દિવસ બબલદાસ મહેતાએ રામચંદ્રને કહ્યું કે, પોલીસની કાયાપલટ કરવા પોલીસમાં જવાનું છે.

આ માટેનું હું ફોર્મ લઈને આવ્યો છું. પછી પોલીસની સીધી પરીક્ષા પાસ કરી, વર્ષ 1977માં રામચંદ્રએ psi બની ગયા. પહેલું પોસ્ટિંગ ભાવનગરમાં થયું. ત્યાર બાદ બબલદાસ અને જશવંત મહેતાએ DSPને ભલામણ કરી ભાવનગરથી મહુવા બંદરે લઈ ગયા. આર.બી.રાવળ બગદાણાથી બદલી થતા મોરારીબાપુને મળવા ગયા. એ સમયે બાપુએ કહ્યું કે, આ ખાતું કાગડા જેવું છે. મારે એક કાગડાને રામ બોલતો કરવો છે. રાવળે કહ્યું કે, મારે ગુરૂ કરવા છે. બાપુએ કહ્યું ગુરૂ કરવા હોય તો ગુરૂપૂર્ણિમાના દિવસે આવજે. પછી હનુમાનજી મહારાજને ગુરૂ માની યોગી રામદાસ તરીકેની ઓળખ મળી. આ પછી તેમણે પોતાના વતન થામણાથી રામકથા, ભાગવત તથા શિવકથાનો પ્રારંભ કર્યો.

દિવસે ખાખી પહેરીને ફરજ પાલન કરતા અને રાત્રે ભગવા પહેરીને કથાનું રસપાન કરાવતા. આ વાતની નોંધ રાજ્ય સરકારે લીધી. એ પછી સાબરમતી જેલમાં કેદીઓ માટે રામકથાનું આયોજન કર્યું. સમગ્ર ગુજરાત અને તિહાર જેલમાં પણ તેઓ કથા કરી ચૂક્યા છે. એ પણ કોઈ પ્રકારના ચાર્જ વગર. આ સેવાથી પ્રભાવિત થઈ બાપુ પણ એનો ઉલ્લેખ કરી રહ્યા છે. વર્ષ 2009માં તેમણે અમદાવાદના DYSP તરીકે ફરજ અદા કરી હતી. હાલ એમની ઉંમર 67 વર્ષ છે અને પરિવારમાં એક પત્ની, પુત્ર અને દીકરી છે. નિવૃત જીવન પસાર કરે છે પણ એની પાસે કોઈ સંપત્તિ નથી. હાલ તેઓ ગાંધીનગરમાં રહે છે.