[:gj]રાજકોટમાં 300 કિલો વજનની સરલાનું શરીર સડીને ફાટી ગયું[:en]Sarla’s body, weighing 300 kg, was decomposed in Rajkot[:hn]राजकोट में, 300 किलोग्राम वजन वाली सरला का शरीर विघटित हो गया[:]

[:gj]16 Mar, 2021

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15થી 20 દિવસથી રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દથી પીડાતા રહ્યાં હતા. સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ મદદ કરવા માટે આવ્યું છે.

જલ્પાબેન પટેલ અને તેની ટીમે એમના ઘરે જઈને ફાયર વિભાગની ટીમની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી હતી. સરલાબેનના પતિ દુબઈમાં મજૂરીકામ કરી રહ્યા છે. જલ્પાબેને સરલાબેનને ખસેડવા માટે પહેલા તો ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પણ વધુ પડતું શરીર અને શરીરની દયાજનક સ્થિતિ જોઈને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં પણ મુશ્કેલીઓ પડી હતી.

ત્યાર બાદ ફાયર ટીમની મદદથી એમની ગાડીમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. પણ સેવા ગ્રૂપના સભ્યોને દુઃખ થતા પછીથી બેડ પર શિફ્ટ કરાયા હતા. આ કેસમાં જલ્પાબેને જણાવ્યું હતું કે, ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી પણ શરીર વધારે પડતું હોવાને કારણે હોસ્પિટલ સુધી પણ લઈ જઈ શકાય એમ ન હતા. અંતે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયરની ગાડીમાં એમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. હાલમાં એમનું શરીર અનેક જગ્યાએથી સડી ગયું છે. ચાન્સ ઘણા ઓછા છે.

15થી 20 દિવસ પહેલા તેઓ ચાલી શકતા હતા. પણ એનું પેટ ફાટી ગયું છે અને પગ સુધીનું શરીર ખરાબ થઈ ગયું છે. હાથનો કેટલોક ભાગ પણ સડી ગયો છે. એમની હિંમત ઘણી સારી છે. ભારે ભરખમ શરીર હોવા છતાં તેઓ દુઃખી નથી. આવી સ્થિતિમાં પણ તેઓ હસતા હસતા જીવન જીવતા હતા. હું આવું પહેલી વાર જોઈ રહી છું. એમના પતિ છેલ્લા એક દાયકાથી દુબઈમાં મજૂરીકામ કરે છે. 13 વર્ષનો દીકરો છે. રમવાની ઉંમરે તે માતાની સેવા કરી રહ્યો છે. વધુ સારવાર માટે એમને અમદાવાદ ખસેડવામાં આવશે તો પણ અમે તૈયાર છીએ. આ જ સેવા ગ્રૂપ દ્વારા બે મહિના પહેલા 10 વર્ષથી એક ઓરડીમાં છૂપાયેલા બે ભાઈઓ અને એક બહેનને સુરક્ષિત બહાર કાઢીને સારવાર કરાવવામાં આવી હતી.[:en]The body of a woman weighing 300 kg was decomposed, a fellow service group from Rajkot came to the rescue
16 Mar, 2021

A woman named Sarlaben, who lives in the Gandhigram area of ​​Rajkot city, was facing various difficulties as she weighed around 300 kg. In particular, he could not move from his place. Lived in the same room for the last 15 to 20 days. He was suffering unbearably due to his excessive body decay. But with the help of Sarlaben, Rajkot’s allied service group has come to the rescue.[:hn]16 मार्च, 2021

सरलाबेन नाम की एक महिला, जो राजकोट शहर के गांधीग्राम इलाके में रहती है, को लगभग 300 किलो वजन होने के कारण कई तरह की कठिनाइयों का सामना करना पड़ रहा था। विशेष रूप से, वह अपने पद से नहीं हट सकता था। पिछले 15 से 20 दिनों से एक ही कमरे में रहते थे। शरीर के अत्यधिक क्षय के कारण वह असहनीय रूप से पीड़ित था। लेकिन सरलाबेन की मदद से, राजकोट का संबद्ध सेवा समूह बचाव में आ गया है।

जालपाबेन पटेल और उनकी टीम उनके घर गई और उन्हें अग्निशमन विभाग की टीम की मदद से इलाज के लिए स्थानांतरित कर दिया। राजकोट के सिविल अस्पताल में उनका इलाज हुआ। सरलाबेन का पति दुबई में एक मजदूर के रूप में काम कर रहा है। जलपाबेन ने पहले सरलाबेन को स्थानांतरित करने के लिए तीन एम्बुलेंस को बुलाया था। लेकिन अत्यधिक शरीर और शरीर की दयनीय स्थिति को देखकर उसे एम्बुलेंस में ले जाना भी मुश्किल हो गया। उन्हें अग्निशमन दल की मदद से अपने वाहन में सिविल अस्पताल भेज दिया गया है। यहां तक ​​कि अस्पताल में बिस्तर पर लेटने के बजाय लेटने की सलाह दी गई। लेकिन सेवा समूह के सदस्यों को पीड़ित होने के बाद बिस्तर पर स्थानांतरित कर दिया गया। मामले में, जलपबेन ने कहा, तीन एम्बुलेंस को बुलाया गया लेकिन अस्पताल नहीं ले जाया जा सका क्योंकि शरीर का वजन अधिक था। आखिरकार दमकल विभाग की मदद ली गई। उसे एक फायर ट्रक में सिविल अस्पताल ले जाया गया। उनका शरीर वर्तमान में कई स्थानों पर विघटित है। संभावना बहुत कम है।

15 से 20 दिन पहले वे चल सकते थे। लेकिन उसका पेट फटा हुआ है और उसका शरीर उसके पैरों तक खराब है। हाथ का कुछ हिस्सा भी सड़ गया है। उसकी हिम्मत बहुत अच्छी है। उनके भारी शरीर के बावजूद, वे दुखी नहीं हैं। ऐसी स्थिति में भी वे मुस्कुराते हुए जीवन जीते थे। मैंने ऐसा पहली बार देखा है। उनके पति पिछले एक दशक से दुबई में काम कर रहे हैं। का 13 साल का बेटा है। खेलने की उम्र में वह माँ की सेवा कर रहा है। हम आगे भी इलाज के लिए अहमदाबाद शिफ्ट होने पर तैयार हैं। दो भाइयों और एक बहन, जो 10 साल से एक कमरे में छिपे हुए थे, को दो महीने पहले उसी सेवा समूह द्वारा बचाया और इलाज किया गया था।[:]