A young man from Mehsana cheated 6 lakh people all over India in the name of Swadeshi. मेहसाणा के एक युवक ने स्वदेशी के नाम पर पूरे भारत में 6 लाख लोगों से ठगी की
SD Pay કૌભાંડ: એસડી પે સ્કેમ
SD Pay Scam, Digital Wallet Fraud
સ્વદેશી
હર ઘર સ્વદેશી… ઘર ઘર સ્વદેશી … આ તેનું સૂત્ર હતું. જે સૂત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. દેશમાં સ્ટાર્ટ અપનો પ્રચાર પણ વડાપ્રધાને કર્યો તેનો સીધો ફાયદો અમિત શાહ, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, આનંદીબેન પટેલના વતનના જિલ્લા મહેસાણાના યુવાન ધવલ પટેલે લીધો.
ઠગ વિદ્યાનો નવો અધ્યાય તેમણે રચીને ડિજિટલ પેમેન્ટના નરેન્દ્ર મોદીના પ્રચારનો મોટો ફાયદો ઉઠાવ્યો છે. 6થી 15 લાખ લોકોની સાથે રૂ. 2 હજાર કરોડનું કૌભાંડ કર્યું.
ગુજરાત સ્થિત સ્ટાર્ટઅપ SD Payએ ડિજિટલ વોલેટના નામે રૂ. 2 હજાર કરોડની છેતરપિંડી આચરી હતી. ડિજિટલ વોલેટના નામે રૂ. 1,200 કરોડની છેતરપિંડીમાં 15 લાખ લોકો ભોગ બન્યા. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન વોલેટના વધતા ઉપયોગ વચ્ચે ગુજરાતમાં બચત ધોવાઈ છે.

રૂ. 1,200 કરોડ વ્યવહાર મળી આવ્યા છે. કેટલાકે પોતાના ઘર વેચીને, લોન લઈને રોકાણ કર્યા હતા.
રેકેટમાં SD PAY એપનું સંચાલન કરનાર નારાયણ કાંગનેને મહારાષ્ટ્રમાંથી સ્થાનિક પોલીસની મદદથી ઔરંગાબાદથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં એપના અસલી માલિક તરીકે ધવલ પટેલ અને નિશીના નામો સામે આવ્યા હતા. વડોદરા પોલીસે બંને સામે ટ્રાન્સફર વોરંટ મેળવીને કસ્ટડી મેળવી હતી. ત્યાં સુધી ગુજરાતની પોલીસ લોકોને લૂંટાતા જોઈ રહી હતી.
ટોળકી કેશબેક સ્કીમ અને નવા ગ્રાહકોને લાવનારને MLM-શૈલીથી 30 ટકા સુધી કમિશન આપીને, રેફરલ બોનસની લાલચ આપીને લોકોને નિશાન બનાવતી હતી.
કંગને એસડી પે એપ કૌભાંડમાં મુખ્ય આરોપી હોવાની શંકા છે. કથિત રીતે પુણેમાં ઓફિસ ચલાવીને રોકાણકારો પાસેથી કરોડો વસૂલ્યા પછી, તે ઓફિસ બંધ કરી અને છત્રપતિ સંભાજીનગરમાં રહેવા ગયો, જ્યાં તેણે ત્રણ રૂમનું મકાન ભાડે લીધું. કાનૂની ઔપચારિકતા પૂરી કર્યા પછી, ગુજરાત પોલીસની ટીમ બુધવારે લગભગ 11.30 વાગ્યે કંગને સાથે ગુજરાત જવા રવાના થઈ. સ્થાનિક કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.
પહેલા એસડી પે એપ દ્વારા ઓપરેટ થતું હતું અને બાદમાં તેનું નામ અપના પે રાખવામાં આવ્યું હતું. તે ગુજરાતમાં સાવરકુંડલા, અમરેલી અને વડોદરામાં કાર્યરત હતું.
ટૂંકા ગાળામાં પૈસા બમણા કરવા અને 9 ટકા માસિક વળતરની ખાતરી આપવામાં આવતી હતી.
સાત નકલી કંપનીઓ, 18 શેલ એકાઉન્ટ
એસડી હબ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપે ડિજી સહિતની સાત નકલી કંપનીઓ અને 18 શેલ બેંક ખાતા મળી આવ્યા હતા. આ ખાતાઓ દ્વારા આશરે રૂ. 1,598 કરોડના વ્યવહારો ટ્રેસ કરવામાં આવ્યા હતા.
ધવલ પટેલ અને નરેન્દ્ર સોલંકીએ મહારાષ્ટ્રમાં સ્થાનો સતત બદલ્યા હતા. અપના પે શરૂ કરી હતી. સોલંકીએ કંગણેને મહારાષ્ટ્ર ઓપરેશન સોંપ્યું હતું. કંગનેને 30 ડિસેમ્બર, 2025ના રોજ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતા અને તેમનું નામ પણ એપ સાથે સંકળાયેલા ડેવલપર્સમાં જોવા મળ્યું હતું.
પુણેમાં અપના પે ઓફિસ બંધ કર્યા પછી, કંગને છત્રપતિ સંભાજીનગરમાં રહેવા ગઈ અને ભાડાના મકાનમાં રહી. કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી, તેણે પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો. તેનો ઉપયોગ ફક્ત Wi-Fi દ્વારા જ કર્યો. વડોદરા સાયબર ક્રાઈમની ચાર સભ્યોની ટીમ પુંડલિકનગરથી કંગણેની અટકાયત કરવામાં આવી હતી.
અપના પે
ગુજરાતમાં આચરાયેલા ‘SD Pay’ અને ‘અપના પે’ (Apna Pay) એપ કૌભાંડ સૌથી મોટા ડિજિટલ સાયબર ફ્રોડ પૈકીનું એક છે. મુખ્ય સૂત્રધાર મહેસાણાના ખેરાલુનો ધવલ ગોવિંદ પટેલ છે.
આવી જાહેરાતો આપવામાં આવતી હતી કે, પોતાના મોબાઈલ ફોનને બનાવો ઇનકમનું મશીન, આ તક ચૂકશો નહિ અને હવે આપણા દેશની એપ અપના પે અપનાવો. ભારતીય સ્વદેશી ડિજિટલ એપ્લિકેશન ભારત દેશના 16 લાખથી વધુ યુઝરોએ અપના પે અપનાવી ચુક્યા છે, હવે તમે પણ અપના પે અપનાવો અને ડેઇલી રિવોર્ડ પોઈન્ટ ઇનકમ કમાવો.
એક જ એપ્લિકેશન થકી ઘણી બધી ડિજિટલ સર્વિસ યુઝ કરી શકશો અને ડેઇલી વધુમાં વધુ પોતાના મોબાઈલથી ઇનકમ કમાઈ શકશો.
હર ઘર સ્વદેશી… ઘર ઘર સ્વદેશી … આ તેનું સૂત્ર હતું.
ધવલ પટેલ દ્વારા વર્ષ 2024માં ‘SD Pay’ અને ‘Apna Pay’ નામની મોબાઇલ ડિજિટલ વોલેટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. અપના પેના 10 લાખ ડાઉનલોડ છે.
શરૂઆતમાં બિલ પેમેન્ટ અને રિચાર્જ જેવી સેવાઓ આપ્યા બાદ, યુઝર્સને આકર્ષવા માટે રોકાણ પર તગડું કેશબેક અને દૈનિક ઊંચા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી.
લોકો પાસે એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂ.2 હજાર કરોડ પડાવી લેવામાં આવ્યા.
કૌભાંડી ધવલ પટેલ લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી.
અમરેલી, વડોદરા સાયબર સેલ અને ગાંધીનગર પોલીસે તપાસ કરી રહી છે. 35થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
શરૂઆતમાં લોકોને સારું વળતર અને દૈનિક કેશબેક મળ્યા પરંતુ જ્યારે પૈસા ઉપાડવાનો સમય આવ્યો, ત્યારે એપ બંધ કરી દેવામાં આવી હતી.
રોકાણ કરનારને રોજનું વળતર
રૂ. 1000થી રૂ.25000ના રોકાણ પર 0.15 ટકા
રૂ.25 હજારથી રૂ. 1 લાખમાં 0.20 ટકા
રૂ.1 લાખથી રૂ.5 લાખ 0.25 ટકા
રૂ.5 લાખથી વધુ 0.30 ટકા
રેફરલ યોજના 15 લેયર સુધી બોનસ આપતો હતો.
આરોપીઓ
ધવલ પટેલ, મહેસાણા
આશિષ છગન ગેડિયા, ઉંમર 38, વેપારી, રહે. સી-202, સર્જન પેલેસ, ભરીમાતા રોડ, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ, સુરત શહેર. મૂળ વતન વણોટ ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી.
ભાવેશ ધીરુ ચૌહાણ, ઉંમર 41, વેપારી, રહે. 506, સંસ્કાર વિલા એપાર્ટમેન્ટ, નવા ફળિયા, કતારગામ, સુરત શહેર. મૂળ વતન ખોડિયારનગર, નેસડી રોડ, જયશ્રી ટોકીઝ પાછળ, સાવરકુંડલા, જિ. અમરેલી.
નીશી સત્યનારાયણ પ્રસાદ, ઉંમર 47 વર્ષ, વેપારી, રહે. 3, ડ્રીમલેન્ડ સોસાયટી, રાધનપુર રોડ, એરોડ્રામ પાસે, મહેસાણા. મૂળ વતન બંજરિયા ગામ, રાજ્ય બિહાર.
સોહિલ જીતેન્દ્ર મકવાણા, ઉંમર 26, ખાનગી નોકરી, રહે. પારસ સોસાયટી, પોલીસ હેડક્વાર્ટર પાસે, મહેસાણા.
નિરવ અરવિંદ પટેલ -શિહોરા, ઉંમર 32, ખાનગી નોકરી, રહે. પટેલવાસ, પ્રતાપનગર, રાતેજ, બલોલ, જિ. મહેસાણા.
સૂર્યસિંહ જગત રાઠોડ-રાજપૂત, ઉંમર 24, એસ.ડી. હબ કંપનીના ડિરેક્ટર, રહે. ગામ ખડાત મહુડી, તા. માણસા, જિ. ગાંધીનગર.
નારાયણ કાંગ, મહારાષ્ટ્ર
15 લાખ લોકો
અમરેલી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અનુસાર, 15 લાખ લોકોએ SD Pay એપ ડાઉનલોડ કરી. જેમાં 15 લાખ યુઝર્સના ડેટાનું એનાલિસિસ કરાયું તેમાં ગુજરાતમાં સૌથી વધુ 1.52 લાખ યુઝર્સ છે. આમાંથી આશરે રૂ. 1,211 કરોડ 6 લાખ 52 હજાર 831 બેંક ખાતાઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યા હતા. જે વધારીને આ એપ સાથે કુલ 12 લાખ લોકોને જોડવાની યોજના હતી. આ આંકડામાં ફક્ત બેંકિંગ વ્યવહારોનો સમાવેશ થાય છે. રોકડ વ્યવહારો સાથે રૂ. 2 હજાર કરોડનું ડીજીટલ કૌભાંડ હોવાનું માનવામાં આવે છે. 1211 કરોડ રૂપિયાનું બેલેન્સ જમા થયું હતું, જેને હાલ પોલીસ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.
ઘણા એજન્ટોએ રોકાણકારો પાસેથી રોકડ પણ એકત્રિત કરી હતી, જેના માટે પોલીસ પાસે સંપૂર્ણ રેકોર્ડ નથી.
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં આ નેટવર્ક ચલાવતા આશરે 95 મુખ્ય એજન્ટો મળ્યા છે.
રાજ્યવાર એપ ડાઉનલોડ કરનારા યુઝર્સ
ગુજરાત | 1,52,000
રાજસ્થાન | 1,36,000
મહારાષ્ટ્ર | 74,000
ઉત્તરપ્રદેશ | 45,000
બિહાર | 31,000
મધ્યપ્રદેશ | 30,000
હરિયાણા | 17,000
ઓડિશા | 15,000
કર્ણાટક | 11,000
વેસ્ટ બંગાળ | 10,000
એપ્લિકેશને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે. ધવલ પટેલ અને નરેન્દ્ર સોલંકીએ ‘અપના પે’ નામથી મહારાષ્ટ્રમાં કામગીરી ખસેડી હતી. જેનું ઓપરેશન નરેન્દ્ર કાંગરેને સોંપવામાં આવ્યું તે ફરાર છે.
1200 કરોડમાંથી ફક્ત 1.86 કરોડ મળ્યા
રૂ. 1,200 કરોડથી વધુના આ કથિત કૌભાંડમાં, પોલીસ ફક્ત રૂ. 1.86 કરોડ જપ્ત કરવામાં સફળ રહી છે. આરોપીઓની સ્થાવર મિલકતો શોધી કાઢવા અને જપ્ત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
ઓક્ટોબર 2026ની શરૂઆત સુધીમાં, 573 પીડિતોએ આશરે રૂ. 24.42 કરોડનું નુકસાન નોંધાવ્યું હતું. 31 ઓક્ટોબર સુધીમાં, પીડિતોની સંખ્યા વધીને 876 થઈ ગઈ હતી, જેના કારણે કુલ નુકસાન રૂ. 37.42 કરોડ થયું હતું.
મોડેલનું કામ
SD Pay અથવા અપના પે નામની આ મોબાઇલ એપ 2024 માં ગુજરાતના ધવલ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. બિલ પેમેન્ટ અને મોબાઇલ રિચાર્જ જેવી સેવાઓને સરળ બનાવવા માટે એપ હતી. શરૂઆતમાં, વપરાશકર્તાઓને આકર્ષવા માટે, પ્રભાવશાળી કેશબેક અને રોકાણ પર દૈનિક વ્યાજના વચનો આપવામાં આવ્યા હતા.
રોકાણની રકમના આધારે 0.15 થી 0.30 ટકા સુધી રોજનું વ્યાજ આપવામાં આવતું હતું. નિયમિત ચુકવણી મળવા લાગી, તેમનો વિશ્વાસ વધ્યો. રોકાણકારોએ પરિવાર, મિત્રો અને પરિચિતોને એપમાં રોકવા કહેવા લાગ્યા હતા.
એમએલએમ
મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના પરિચિતોને એપનો સંદર્ભ આપીને વધારાનું કેશબેક અને કમિશન મેળવી શકે છે. વિવિધ સ્તરે રેફરલ કેશબેકનું વચન આપવામાં આવ્યું હતું.
પહેલા સ્તર પર રેફરલ્સ માટે 30% સુધી ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હતું, જ્યારે 10મા સ્તરથી 15મા સ્તર પરના લોકો માટે ચૂકવણી ઘટાડીને 3% કરવામાં આવી હતી. અસંખ્ય વ્યક્તિઓને યોજનામાં લેવામાં આવ્યા હતા.
સેમિનાર, ઓનલાઈન મીટિંગ્સ અને ઝૂમ કોલનો ઉપયોગ વ્યક્તિઓની ભરતી માટે કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સારો નફો મેળવનારા કેટલાક રોકાણકારો આ પ્રવૃત્તિમાં પૂર્ણ-સમય જોડાયા અને નવા રોકાણકારોની ભરતી કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, નેટવર્કમાં એવા વ્યક્તિઓનો પણ સમાવેશ થતો ગયો જેઓ પોતે રોકાણ કર્યા પછી, અન્ય લોકોને પણ રોકાણ કરવા માટે આમંત્રિત કરી રહ્યા હતા.
રેફરલ પ્રોગ્રામમાં 15 સ્તરો હતા, જે નેટવર્કમાં નવા રોકાણકારોને લાવવા બદલ હાલના સભ્યોને પુરસ્કાર આપતા હતા.
મોડેલ કોઈ વાસ્તવિક આવક ઉત્પન્ન કરી રહ્યું ન હતું. કંપનીઓ કોઈ માલનું ઉત્પાદન કરતી ન હતી.
નવા રોકાણકારો પાસેથી આવતા નાણાંનો ઉપયોગ રોકાણકારોને વ્યાજ અને વળતર ચૂકવવા માટે કરવામાં આવતો હતો.
સુરતના એક રહેવાસીએ માત્ર રૂ. 1,000 નું રોકાણ કર્યું હતું અને રૂ. 1 કરોડ સુધીનો નફો મેળવ્યો હતો. તેણે તેના નેટવર્કમાં આશરે 1.6 લાખ રોકાણકારો ભેગા કર્યા હતા. આ યોજનાનો વ્યાપ દર્શાવે છે.
માર્ચ 2026થી
માર્ચ 2026સુધીમાં, યોજનામાં ભંડોળનો પ્રવાહ ઘટવા લાગ્યો. નવા રોકાણકારોની સંખ્યા ઘટતાં, હાલના રોકાણકારોને વ્યાજ ચૂકવવાનું મુશ્કેલ બન્યું. આ પછી, રોકાણકારોના પૈસા પરત કરવાને બદલે, આરોપીઓએ તેમને કંપનીના શેર આપવાનું શરૂ કર્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે IPO લોન્ચ કરશે અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પછી આ શેરનું મૂલ્ય વધશે.
સંતોષ પાઠક
કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંતોષ પાઠકે 30 ઓક્ટોબર સુધીમાં તેના SD પે એકાઉન્ટમાં રૂ. 16 કરોડ જમા કરાવ્યા હતા. તેમને કંપનીના 200,000 શેર ફાળવવાની રસીદ પણ આપવામાં આવી હતી. આ શેરની કિંમત રૂ. 20 પ્રતિ શેર હતી, અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પછી તેમની કિંમત ૂ. 100 સુધી પહોંચી શકે છે.
અમરેલીથી કૌભાંડ જાહેર થયું
અમરેલી પોલીસે જૂન 2026 માં આ કેસની તપાસ શરૂ કરી હતી. 6 જૂનના રોજ, સાવરકુંડલાના 32 વર્ષીય કમ્પ્યુટર ઓપરેટરે ફરિયાદ કરી હતી કે તેની સાથે એક એપ દ્વારા રૂ. 2 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદની જાણ થતાં આરોપીએ પૈસા પરત કરી દીધા હતા, જેના પગલે ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
પોલીસે કેસની તપાસ ચાલુ રાખી. શરૂઆતની રોકાણ રકમ અંગડિયા તરીકે ઓળખાતા ખાનગી કુરિયર દ્વારા રોકડમાં પહોંચાડવામાં આવી રહી હતી, જ્યારે રિફંડ બેંક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આનાથી પોલીસને મોટા નાણાકીય કૌભાંડની શંકા ગઈ.
શિવ ધરતી કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું યસ બેંક ખાતું મળી આવ્યું.
અનેક ગુના
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ કંપની વિરુદ્ધ વિવિધ રાજ્યોમાંથી ઓનલાઇન છેતરપિંડીની ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2025 માં ગુજરાત CID ક્રાઇમમાં પણ આ જ જૂથ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. રોકાણકારો તેમના ભંડોળ ઉપાડી શક્યા ન હોવાથી, કોઈ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવ્યું નહીં.
કૌભાંડ દોઢ વર્ષથી આચરાઈ રહ્યુ હોવા છતાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓની બેદરકારીથી લાખો નાગરિકોને નાણા ગુમાવ્યા છે.
ધરપકડ
મહેસાણાના ખેરાલુના માણકેજ ગામના માસ્ટરમાઇન્ડ ધવલ ગોવિંદ પટેલ અને મૂળ બિહારના અને મહેસાણામાં રહેતા નિશી સત્યનારાયણ પ્રસાદ છે. SD PAY અને APNA PAY એપ્લિકેશનમાં ઠગી લેનાર ગેંગમાં એસડી પે એપ ઓપરેટ કરનાર મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગનેને ઝડપી પાડયો હતો.
2000 કરોડનો કૌભાંડી ધવલ પટેલ બેંગ્લોરથી ઝબ્બે, 35 બેંક ખાતા ફ્રીઝ કર્યાં હતા.
પોલીસે વિવિધ રાજ્યોમાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. 12 સપ્ટેમ્બરના રોજ, મુખ્ય આરોપી, ધવલ પટેલ અને હિરેન શાહની ગુજરાત અને ઓડિશા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતના નરેન્દ્રસિંહ ઝાલા અને રાજસ્થાનના મુકેશ લોધી સહિત અન્ય ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સટ્ટાકાંડના સુપર માસ્ટર આઇડી કાર્ડ આપનાર વિસનગરના ધવલ પટેલ હતો. તેની સાથે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ડિજિટલ રોકાણ કૌભાંડમાં 900 વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા છે અને 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન દ્વારા 800 થી વધુ ફરિયાદો પ્રાપ્ત કરી છે. પાસવર્ડ ક્રેક કરીને આરોપી દ્વારા ઉપયોગમાં લેવાતી સિસ્ટમમાંથી અસરગ્રસ્ત રોકાણકારો 6.52 લાખ થયા હતા.
વડોદરા સાયબરે 635 કરોડનું કૌભાંડ છે.
સટ્ટો
અમદાવાદ પીસીબી દ્વારા માધુપુરાની એક ઓફિસમાં દરોડા પાડીને 2 હજાર કરોડના સટ્ટા-હવાલા અને ઓનલાઇન જુગારના એપી સેન્ટર પર દરોડા પાડીને સંલગ્ન લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી.
સટ્ટો રમાડતા જિગ્નેશ નરેશ પટેલને ઝડપી લીધો હતો. ઓનલાઇન સટ્ટા માટેનું સુપર માસ્ટર આઇડી વિસનગરના ધવલ પટેલે આપ્યું હતું. જેને પગલે વિજિલન્સની ટીમે ધવલ સોમાભાઇ પટેલ (રહે. પટેલનગર સોસાયટી, વિસનગર,)ને ઝડપી લીધો હતો.
ગેંગમાં ઓનલાઇન જુગાર રમાડતા કમલેશ પટેલ, નિખીલ પટેલ, ભરત પટેલ તથા દેવાંગ ઠક્કર પણ ઝડપાયા હતા. જેમના 13મી જૂન સુધીના રિમાન્ડ મેળવીને વિજિલન્સની ટીમે તપાસ શરૂ કરી છે.
6 કંપની
પોલીસે છ કંપનીઓના 38 બેંક ખાતાઓ અને તેમના 16 ડિરેક્ટરોના 72 બેંક ખાતાઓ પણ ઓળખી કાઢ્યા છે.
છ કંપનીઓના બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર 831 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આરોપીઓના વ્યક્તિગત બેંક ખાતાઓ સામે પણ પંદર ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
એસ.ડી. હબ (ઓપીસી) પ્રા.લિ., શિવ ધરતી કમ્યુનિકેશન પ્રા.લિ., શિવધરતી ટેકનોલોજી પ્રા.લિ., યુ પે ડીજી પેમેન્ટ ઇન્ડિયા લિ., યુ પે ડીજી ઇન્ડિયા પ્રા.લિ., યુ પેમેન્ટ ઇન્ડિયા લિ. અને હસલનેસ્ટ પ્રા.લિ. નામની કંપનીઓ ઊભી કરી.
ઠગાઈ માટે બનાવવામાં આવેલી કંપનીઓ
– S.D. HUB (OPC) PVT. LTD.
– SHIV DHARATI COMMUNICATION PRIVATE LIMITED
– Shivdharti Technology Private Limited
– UPAY DIGI PAYMENT INDIA LIMITED
– UPAY DIGI INDIA PRIVATE LIMITED
– U PAYMENT INDIA LIMITED
– HUSTLENEST PRIVATE LIMITED
જાળ બિછાવી
– 12 જાન્યુઆરી 2023: મહેસાણામાં “SD Hub” નામની કંપની શરૂ કરી.
– GPay જેવી જ મલ્ટી-યુટિલિટી સર્વિસ એપ્લિકેશન “SD APP” બનાવી.
– ઊંચા વળતરની લાલચ આપીને લોકોને એપમાં પૈસા જમા કરાવવા લલચાવ્યા.
– એપની અંદર વર્ચ્યુઅલ બેન્કિંગ જેવી સુવિધાઓ આપી.
– મુખ્ય વ્યક્તિઓની ટીમ બનાવી અને રેફરલ બોનસ આપીને માર્કેટિંગ નેટવર્ક ચેઈન ઊભી કરી.
– સોશિયલ મીડિયા પર AI વીડિયો બનાવીને યોજનાનો વ્યાપક પ્રચાર કર્યો.
– સુરત અને જયપુર સહિતના મોટા શહેરોમાં હોલ ભાડે રાખ્યા, એવોર્ડ વહેંચીને લોકોને આંજી દીધા.
– શરૂઆતમાં લોકોને ઊંચું કેશબેક અને વળતર મળ્યું, જેના કારણે એપ ઝડપથી ડાઉનલોડ થવા લાગી.
– ગાંધીનગર, જયપુર (રાજસ્થાન) અને મધ્ય પ્રદેશમાં ઓફિસો ખોલી.
– 2025ના અંતમાં: SD APP માંથી પૈસા ઉપાડી ન શકાતા હોવાની અનેક ફરિયાદો સામે આવી.
– 23 સપ્ટેમ્બર 2025: સુરતના એક વ્યક્તિએ ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં.
– કંપનીએ લોકોને “SD APP” ને બદલે “APANA APP” ડાઉનલોડ કરવાની સલાહ આપી.
– જ્યારે APANA APP માંથી પણ પૈસા ન ઉપાડી શકાયા, ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાયા છે.
– જયપુરથી અમરેલી સુધી અનેક ફરિયાદો નોંધાઈ.
– 4 સપ્ટેમ્બર: અમરેલી SP એ ASP ના નેતૃત્વમાં SIT ની રચના કરી અને છ વ્યક્તિઓની ધરપકડ કરી.
– પોલીસે 15 ખાતાઓમાં ₹645 કરોડના બેનામી વ્યવહારોનો પર્દાફાશ કર્યો.
શિક્ષિકા
વડોદરાની 48 વર્ષીય મહિલા શિક્ષિકાએ 1 BHK ફ્લેટ વેચીને મળેલા રૂ. 9.5 લાખનું રોકાણ SD Pay એપમાં કર્યું. શરૂઆતમાં તેણીને આ રોકાણ પર સારું વળતર મળવાનું શરૂ થયું. 2026ના મધ્ય સુધીમાં તેણીના ડિજિટલ વોલેટમાં રૂ. 50 લાખનું બેલેન્સ દેખાતું હતું. આ રકમ ફક્ત સ્ક્રીન પર જ રહી ગઈ, કારણ કે એપ બંધ થયા પછી તે તેના પૈસા ઉપાડી શકી ન હતી.
જ્યારે વ્યાજ એકઠું થવાનું બંધ થઈ ગયું, ત્યારે શેરના વચનથી લાલચ આપવામાં આવી.
SD પેમાં તેના રોકાણથી ખુશી વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી, ત્યારે તેના પરિચિતો પણ એપમાં જોડાયા. તેના દ્વારા, પરિવારના 11 સભ્યો અને 20 સાથીદારો સહિત કુલ 31 લોકોએ રૂ. 41 લાખનું રોકાણ કર્યું.
મહિલાના રેફરલ નેટવર્ક દ્વારા આશરે 800 લોકો આ યોજનામાં જોડાયા.
દરરોજ વ્યાજ અને રેફરલ કેશબેકમાં રૂ. 25,000 સુધી કમાતી હતી. આનાથી તેણીને વિશ્વાસ થયો કે તેનું રોકાણ સુરક્ષિત છે અને તે એપ દ્વારા સારી આવક મેળવી શકે છે.
રૂ. 40 લાખના શેર ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણીએ ના પાડી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેણી શેર નહીં ખરીદે તો તેણીને કોઈ પૈસા પાછા નહીં મળે.
આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. ઘર ચલાવવા માટે પૈસા બચ્યા ન હતા. કાનૂની માર્ગ અપનાવવાનું નક્કી કર્યું અને અન્ય પીડિતો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી.
21 સપ્ટેમ્બરના રોજ, તેણી આઠ અન્ય પીડિતો સાથે અમરેલી પોલીસમાં ફરિયાદ લઈને ગઈ. જ્યારે પોલીસ આરોપી ધવલ પટેલ, ભાવેશ ધાનેચા અને હિરેન શાહને કોર્ટમાં લઈ જઈ રહી હતી, ત્યારે મહિલા પોલીસ વાહન પાછળ દોડી ગઈ અને ધવલ પટેલને થપ્પડ મારી, પૈસા પાછા આપવાની માંગણી કરી.
પોલીસ પત્ની
એક પોલીસ અધિકારીની પત્નીએ એપ દ્વારા રૂ. 10 લાખ ગુમાવ્યાની જાણ કરી હતી. ત્યારબાદ, 2 સપ્ટેમ્બર, 2026 ના રોજ, અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે SD પે સાથે સંકળાયેલા પ્રમોટરો, ડિરેક્ટરો અને અન્ય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી હતી.
કાયદો
ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપો ઉપરાંત આરોપીઓ સામે BUDS એક્ટ, જે અનિયંત્રિત થાપણ યોજનાઓને પ્રતિબંધિત કરે છે, ગુજરાત ડિપોઝિટર્સના હિત સંરક્ષણ અધિનિયમ, પ્રાઇઝ ચિટ્સ અને મની સર્ક્યુલેશન સ્કીમ્સ પ્રતિબંધ અધિનિયમ અને IT એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
900 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. 6થી 15 લાખ પીડિતો અમરેલી સુધી નિવેદન આપવા આવી ન શકે તો, પોલીસના પેજ પર ત્રણ ભાષામાં ગૂગલ ફોર્મ ભરીને પોતાની વિગતો નોંધાવી શકે છે.
ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે.
હિંમતનગરના 30 કરોડ ફસાયા
હિંમતનગરના 30 કરોડથી વધુ રૂપિયા સલવાયાનો અંદાજ છે. આ નાણાં પ્રિન્સિપલ એમાઉન્ટ નથી પરંતુ રોકાણ ઉપર મળતું રિટર્ન જે વોલેટમાં દેખાતું હતું તે આંકડો હોવાનું મનાઈ રહ્યું છે.
સ્થાનિક એજન્ટો શિક્ષક હોવાનો દાવો થઈ રહ્યો છે. તેમાંથી લાખો રૂપિયાની મિલકતો વસાવી લીધી હતી.
લોઢી નામના શખ્સે મુંબઈમાં યોજાયેલ કાર્યક્રમમાં પોતે રાજસ્થાનનો સાયબર એક્સપર્ટ હોવાનો અને 2008 માં સાયબર સેલમાં પોસ્ટિંગ થયાનો અને 15 વર્ષ નો અનુભવ હોવાનો દાવો કરી એસડીપી વિશ્વસનીય એપ્લિકેશન ગણાવી 24:24 મિનિટનું પ્રવચન આપી લોકોને ગમરાહ કર્યા હતા.
1 એપ્રિલથી IMPS બંધ કર્યા બાદ લોકોને સમય પસાર કરાવવા વોલેટમાં વિડ્રોઅલમાં સમયનું ઓપ્શન લાવ્યા હતા. વિડ્રોઅલ માટે કારણ લખ્યા બાદ અપના પે દ્વારા 10 દિવસ, 15 દિવસ કે 20 દિવસનું પેમેન્ટ માટે કન્ફર્મેશન આપતું હતું, પરંતુ પૈસા મળતા ન હતા.
1-4-26ને રોજ એસડીપીમાંથી પરિવર્તિત થયેલ અપના પેનું આઈઓએસ એસએમએસ બંધ કરી મોકલી.

[11:46 am, 4/11/2026] Dilip Patel: https://www.facebook.com/reel/669170302927453
[11:48 am, 4/11/2026] Dilip Patel: https://www.facebook.com/reel/793299627110359
[12:03 pm, 4/11/2026] Dilip Patel: https://www.facebook.com/share/v/14zkPXwqHY2/
[12:05 pm, 4/11/2026] Dilip Patel: https://www.facebook.com/share/v/1CzqMWqjei/
[12:11 pm, 4/11/2026] Dilip Patel: https://www.facebook.com/share/v/1FRdQseNti/

English





You must be logged in to post a comment.