ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020
મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્રીસિટીથી ચાલે છે તે માટે સોલાર ઉર્જા વાપરે છે.
300 વોટ વિજળી
ખેતરમાં નહેર અને બાજુમાંથી બોરનું ભાડે પાણી લેતાં હતા. વીજળી અને પાણી અનિયમિત મળતું હોવાથી ઉત્પાદન ઓછું મળતું હતું. સરકારી વીજ કંપનીઓ પર વીજળી માટે આધાર રાખવાના બદલે પોતાના ખેતરમાં જ વીજળી પેદા કરીને કે પવન ઉર્જા પેદા કરીને સિંચાઈ કરે છે. સરકારની કોઈ યોજના ન હતી ત્યારથી તેઓ આવી ખેતી કરે છે. સૂર્ય ઉર્જાના 4 પ્લોટથી 300 વોટ વિજળી પેદા કરી.
જાતે પવનચક્કી બનાવી
જયેશભાઈના પિતા ડાહ્યાભાઈ આર્મીમાં હતા. તેમની નિવૃત્તિ બાદ ખેતી કરવા સરકારી જમીન મળી હતી. વીજકાપ, ઊંડા પાણી હોવાથી ખેતી થઈ શકે તેમ ન હતી. એક વખત માઉન્ટ આબુ માં બ્રહ્માકુમારીઝ સંસ્થામાં પવનચક્કીની ડીઝાઈન સહિતની ટેકનીકલ માહિતી અને માર્ગદર્શન મળ્યા હતા. તેઓ પોતે ફેબ્રિકેશનના જાણકાર હોવાથી જાતે જ 35 ફૂટ ઊંચી પવનચક્કી રૂ.2 લાખમાં ઊભી કરી દીધી. જે 150 ફૂટ ઉંડેથી પાણી ખેંચવા લાગી હતી. સિંચાઈની જરૂર ન હોય ત્યારે વીજળી બનાવીને વીજ બોર્ડને વેંચે છે. તેમાંથી પૈસા કમાઈ રહ્યાં છે.
ખેડૂતો પવનચક્કી જોવા આવે છે
3 હજાર ખેડૂતો તેમના આ પ્રોજેક્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમને કૃષિ સંશોધન માટે સરકારે પુરસ્તાર આપ્યો હતો. ગાંધીનગર કૃષિ ભવનના અધિકારી માહિતી આપતાં કહે છે કે, જયેશભાઈને અમે પ્રોત્સિહત કર્યા છે. દરેક ખેડતોએ પોતાના ખેતરને જયેશભાઈની જેમ આત્મનિર્ભર બનાવવું જોઈએ. તો ઉત્પાદન પણ વધશે, ખર્ચ ઘટશે.
30 ટકા ઉત્પાદન વધ્યું ને 20 ટકા ખર્ચ ઓછું થયું. પાણી ખેંચી ટપક સિંચાઈથી ખેતી કરીને 30 ટકા વધું ઉત્પાદન અને 20 ટકા બીજા ખર્ચા બચાવે છે. આ માટે તેમને 2010-11માં સરકારી પુરસ્કાર મળ્યો હતો.
ઉત્પાદન અને નફો
તેમણે 2007-08માં હેક્ટરે 23 હજારનો ખર્ચ કરીને 64 હજાર કિલો દિવેલા પકવેલા હતા. જેમાં રૂ.41 હજારનો નફો કર્યો હતો. 2009-10માં દિવેલા પાછળ એક હેક્ટરે ખર્ચ ઘટીને 25 હજાર થયું હતું. 87 હજાર કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં હેક્ટરે રૂ.64 હજારનો નફો મેળવ્યો હતો.
ગુજરાતમાં પવન ઉર્જા
7645 મેગા વોટ પવન અને સૂર્ય ઉર્જા ગુજરાતમાં પેદા થાય છે. પીપાવાવ બંદરના દરિયામાં 1 હજા મેગા વોટ પવન ઉર્જા માટે પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. 2019થી ત્રણ વર્ષમાં 15 હજાર મેગાવોટ પુન પ્રાપ્તિ ઉર્જાનો પ્લાન સરકારે જાહેર કર્યો છે. જેમાં ત્રણ વર્ષ દરમ્યાન 10 હજાર મેગાવોટ સૌર ઉર્જા અને 5 હજાર મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદિત કરાશે. 10 વર્ષમાં 30 હજાર મેગા વોટ વીજળી પવન, પાણી અને સૂર્ય ઉર્જાથી પેદા કરાશે. પણ તેમાં ખેડૂતોને માટે પવન ઉર્જા પેદા કરવાની જોગવાઈ નથી.