ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુખ્ય પાકની સાથે 3 ટકા જેવી જગ્યા રોકીને 80 ટકા ખર્ચ બચાવે છે. પિંજર પાકથી જૈવિક નિયંત્રણ કરીને રસાયણ જંતુનાશક ઓછા વપરાય છે. જે સીધી બચત કરાવે છે. જેની મુખ્ય પાક સાથે અથવા વહેલું વાવેતર કરવામાં આવે છે. કેટલીક વનસ્પતિને અમૂક પાક વધું પસંદ હોય છે. આવી જીવાતથી મુખ્ય પાકને રક્ષણ આપવા માટે ટ્રેપ ક્રોપની વાળનો ઉપયોગ થાય છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીએ પિંજર પાકના પ્રયોગ કરીને એવી ભલામણ કરી છે કે,
ટામેટી – કપાસ – પાકમાં વચ્ચે અને ફરતે પીળા ફૂલ હજારીગોટાને વાવવાથી ઘણી જીવાતો પર કાબુ મેળવી શકાય છે. ચારેબાજું અથવા 10 હાર પછી હજારી ગોટાની બે હરોળ કરવામાં આવે તો સારો ફાયદો થાય છે. જેના પર લીલી ઈયળની માદા ઈંડા મૂકવાનું પસંદ કરે છે. ફૂલ તોડીને તેનો નાશ કરવામાં આવે છે.
કોબી – કોબીના પાકની ફરતે અથવા 25 હાર વચ્ચે રાઈની બે હાર વાવવાથી કોબીને નુકસાન કારક હીરાફૂદી જીવાતને રાઈનો છોડ પોતાના પર લઈ લે છે. વળી મોલોનું નિયંત્રણ રહે છે. કોબીમાં ફ્લીયા બીટલના નિયંત્રણ માટે મૂળા વાવવાથી તેનું નિયંત્રણ શક્ય છે. કોબીની આજુબાજુ રાઈ કે અસાળિયાનું વાવેતર કરવાથી લીલી ઈયળ (હીરાકુદુ) નો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
મગફળી અને મકાઈ – મકાઈ અને મગફળીનું મિશ્રણ વાવેતર કરવાથી પરભક્ષી દાળીયા ખેતરમાં રહે છે. જે જંતુઓને ખાઈ જાય છે. મગફળીના ડોડવાને કોરી ખાનારી ઇયળનું આશ્રયસ્થાન શેઢા પરનો સડી રહેલો કચરો દૂર કરવાથી ઇયળ ઓછી આવે છે.
મગફળી – સોયબીન – ચોળા – ચોળા, મગફળી, સોયાબીન પાકમાં કાતરા જીવાતો માટે ચારેબાજુ શણ ઉગાડવામાં આવે છે.
કપાસ-મગફળી – પાન ખાનારી ઇયળને રોકવા માટે કપાસ અને મગફલીની ચારેબાજુ અને વચ્ચે દિવેલા ઉગાડાવામાં આવે છે.
કપાસ – કપાસની બે હાર વચ્ચે ભીંડા વાવવાથી ટપકાવાળી કાબરી ઇયળ કપાસ પર જવાના બદલે ભીંડા પર આવે છે. જેનો નાશ કરી શકાય છે.
તમાકુ – કપાસ – મગફળી – તમાકુના મોટા પાન ખાનારી સ્પોડોપ્ટેરા ઈયળને દિવેલા વધું પસંદ છે તેથી તેનું ચારેકોર વાવેતર કરવામાં આવે છે. ઈટળ ઇંડા દિવેલાના પાન પર મૂકે છે. તમાકુના ધરુવાડીયામાં ઈયળ આવવા દેતા નથી.
કપાસ – પીળા ગલગોટાનું વાવેતર કરવાથી હેલીકોવર્પા ઇટળની માદા ફૂદા તેના પર ઇંડા મૂકે છે.
કપાસ – જુવાર કે મકાઈમાં મોલો જીવાતોને ખાઈ જતા લેડીબર્ડ બીટલ – દાળિયાની ઇયળ અને પુષ્ટ કિટકની સંખ્યા સારા એવા પ્રમાણમાં આવે છે. જે કપાસના પાકમાં મોલો મસી માટે દિવાલ બની જાય છે.
લીંબુ – લીંબુ વર્ગના પાકોમાં પાનકોરિયા આવે છે. તેને રોકવા માટે ટામેટાના છોડ રોપવામાં આવે છે.
મકાઈ – મકાઈમાં આવતી લશ્કરી ઇયળ નેપિયર ઘાસ પાકની ચારેબાજું કે વચ્ચે ઉગાવવામાં આવે છે.
જુવાર-બાજરી-મકાઈ – વરસાદ પડતાં જ જમીનમાંથી કાતરા નિકળે છે. જે શેઢા, પાળા, વાડ પર ઉગેલા ઘાસ પર ઇંડા મૂકે છે. જેમાંથી નિકળતી નાની ઈયળ ઘાસ અને પછી મકાઈ, જુવાર, બાજરી જેવા અનેક પાક પર આક્રમણ કરે છે. તેથી ચારેબાજું શણ વાવવું.
ટામેટી અને હજારીના છોડને સાથે વાવવાથી ટ્રાઈકોગ્રામા ચીલોનીસ નામની ભમરી કે જે લીલી ઇયળનાં ઈંડાને ખાઈ જાય છે.
આંબા અને ચીકુ – આંબા કે ચીકુના પાકમાં ફળ માખી થતી અટકાવવા માટે શ્યામ તુલસી ઉગાડવાથી ફળ માખી ઓછી આવે છે. તુલસીના છોડ પર દવાનો છંટકાવ કરવાથી નર ફળ માખી નાશ પામે છે. તેથી તેથી ઈંટા અફલિત હશે. જેમાંથી કિડા નહીં નિકળે.
આંજીયો – આંજીયો પરોપજીવી છે. તેને પિંજર પાક તરીકે કપાસ, જુવાર, સૂર્યમુખી અને અલસી ગમે છે. આંજીયો ઘણી જીવાતોને ખાઈ જાય છે.
પિંજર પાક (મુખ્ય પાકની ફરતે) તરીકે રાયડો અથવા અસાળીયાનું વાવેતર કરવું