ગાંધીનગર, 9 જૂન 2021
મગના ઉનાળું વાવેતરમાં ખેડૂતોને ભાવ ન મળવાના કારણે કરોડોનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ટેકા કરતાં પણ નીચા ભાવે ખેડૂતો વેચી રહ્યાં છે. 60 હજાર હેક્ટરમાં 3.60 કરોડ કિલો મગ પાકવાની ધારાણા છે. એક કિલોના 95 ભાવ મળતો જોઈતો હતો. તેના સ્થાને એક કિલોના રૂ.60 માંડ મળે છે. આમ એક કિલોએ રૂપિયા 35ની ખોટ જઈ રહી છે. કુલ ખોટ રૂ.126 કરોડની ખોટ ગણી શકાય છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઊનાળું વાવેતર ગયા વર્ષ 2020ના 45 હજાર હેક્ટરથી 185 ટકા વધીને 2021ના ઉનાળામાં 60 હજાર હેક્ટર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ 32 હજાર હેક્ટર વાવેતરની રહી છે. તેનાથી બે ગણું વાવેતર થયું હતું. સરકારે ખરીદી કરી નથી.
મગનો 20 કિલોનો માર્ચ 2021નો ભાવ 1600-1700ની આસપાસ હતો. તેથી ખેડૂતોએ વાવેતર વધારી દીધું અને સરકારે ઉપગ્રહની મદદથી ખેડૂતોને વાવેતર કરવા કે ન કરવાની સલાહ પણ આપી ન હતી. તેથી વાવેતર વધી ગયું હતું.
હાલ મગની આવક શરૂ થતાં જ વેપારીઓએ 1600ના ભાવમાં 25 ટકા ગાબડું પાડીને રૂ.400 ઘટાડીને 1200 કરી દીધા છે.
રાજ્યમાં સૌથી વધું વાવેતર જૂનાગઢમાં 9000 હેક્ટર, સોમનાથમાં 6800, પોરબંદરમાં 3400 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ 3 જિલ્લાના ખેડૂતો ભાવફેર અને વાવાઝોડાના કારણે પીટાઈ ગયા છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 28 હજાર હેક્ટર, દક્ષિણમાં 4300 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 3200 હેક્ટર અને ઉત્તર ગુજરાતમાં 2600 હેક્ટર વાવેતર થયા હતા. આમ સૌરાષ્ટ્રમાં રાજ્યના કુલ મગના વાવેતરના 50 ટકા વાવેતર થયા હતા. જ્યાં વાવાઝોડું આવતાં મગનો પાક ખરાબ થઈ ગયો હતો.
2015-16થી 2019-20માં ખરીફ અને રવિનું દેશમાં સરેરાશ 500 કિલોનું ઉત્પાદન હેક્ટરે મળીલું છે. 21 લાખ ટન ઉત્પાદન અને 43 લાખ હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. જેમાં ગુજરાતમાં 571 કિલોની ઉત્પાદરકતા મળે છે. 3 ઋતુમાં થઈને 1.35 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં 78 હજાર ટન ઉત્પાદન સરેરાશ થાય છે.
દેશના 7 રાજ્યો એવા છે કે જ્યાં હેક્ટરે 1 હજાર કિલો મગ પાકે છે. પણ ગુજરાતમાં તેનાથી અડધી ઉત્પાદકતા મળે છે. જેમાં ખેડૂતોને મોટો માર પડે છે. સારા બિયારણો ગુજરાતમાં વિકસાવવાની જરૂર છે. કારણ કે ટોપના રાજ્યોમાં ગુજરાતનું ક્યાંય સ્થાન નથી.