કોરોના સામે સજ્જ ગુજરાત
લૉકડાઉનના પગલે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ડ્રાય કીટ આપવા અપીલ
–
અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ફૂડ પેકેટ્સના વિતરણ માટે અધિકારીઓની ટીમ બનાવી
અમદાવાદ મહાનગરપાલિકાએ નિરાધાર વૃદ્ધોને ભોજનની સુવિધા માટે વૉટ્સએપ નંબર જારી કર્યો
અમદાવાદ, 30 માર્ચ 2020
કોરોનાના કારણે દેશમાં લૉકડાઉનની સ્થિતિને કારણે જનજીવનને અસર થઈ છે. આ અસરને હળવી કરવા માટે વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ પણ આ દિશામાં આગોતરુ આયોજન હાથ ધરી કંટ્રોલ રુમ શરુ કર્યો છે. સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ વ્યક્તિગત ધોરણે અન્ન-ભોજનની સહાય પૂરી પાડવા જાય તો સંસર્ગથી સંક્રમણની શક્યતાઓ વધી જાય એમ છે,ત્યારે વહીવટીતંત્ર દાતાઓ અને જરુરિયાતમંદો વચ્ચે કડીરૂપ કામ કરે છે.
સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાઓ જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચાડવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે.
સંપર્ક નંબર((ગ્રામ્ય વિસ્તાર માટે)
• કંટ્રોલ રુમ- 079-27560511
• નોડલ અધિકારી – શ્રી પી.એલ.ઝનકાત – 9909927118
અમદાવાદ શહેરમાંથી ખાસ કરીએ શ્રમજીવીઓ સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે આ આયોજનના કારણે શ્રમજીવીઓના સ્થળાંતરના પ્રશ્નને ઘણા અંશે ઉકેલી શકાશે. હાલ વિશેષ કરીને ગરીબ અને શ્રમજીવીઓને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે સંકલન સાધવા વોટ્સએપ ગ્રુપ શરુ કર્યું છે, આ ગ્રુપ દ્વારા સંકલન સાધી જરુરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ગ્રુપમાં સંકલનકર્તા અધિકારીઓ લોકોની જરૂરિયાત અંગે જણાવતા રહે છે, જેથી રાહતનું કામ વધુ ગુણવત્તાસભર બન્યું છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે કે જે સંસ્થા કે વ્યક્તિ ભોજન માટે સહાય કરવા ઈચ્છતી હોય તે સૂકા રાશનની કીટ(ડ્રાય કીટ) આપે, કારણ કે તૈયાર ભોજન વારંવાર આપવા જવુ પડતું હોવાથી સંક્રમણની શક્યતા વધી જાય છે.
જો આપ ડ્રાય કીટ આપવા માગતા હોવ તો આ પ્રકારે કિટ તૈયાર કરી શકો છો..
ડ્રાય કિટની વિગત
– ખીચડી મિક્ષ ( 5 કિલો)
– ઘઉંનો લોટ (3 કિલો)
– 500 ગ્રામ તેલ (કે તેથી વધુ)
જરુરિયાતમંદોને ભોજન પુરુ પાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કામગીરી હાથ ધરી છે. મુખ્યમંત્રીશ્રીને જાહેરાતને અનુલક્ષીને શહેરમાં રહેતા નિરાધાર વૃધ્ધોને ભોજન પહોંચાડવા માટે મહાનગરપાલિકાએ વોટ્સએપ નંબર જારી કર્યો છે. (વોટ્સએપ નંબર- 98251-92000) આ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના 7 ઝોનમાં 7 ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની ટીમ બનાવી છે. જે દૈનિક ધોરણે આ કામગીરી કરી રહી છે. જે નીચે મુજબ છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ જરુરિયાતમંદોને ફૂડપેકેટ્સ
પહોંચાડવા માટે કરેલી વ્યવસ્થા
ઝોન અને વોર્ડના નામ તેમ જ નક્કી કરેલા અધિકારીશ્રીના નામ
1. ઉત્તર પશ્ચિમ ઝોન -ગોતા, ચાંદલોડિયા,ઘાટલોડિયા, બોડકદેવ,થલતેજ
અધિકારીશ્રીનું નામ – શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 9327038866
શ્રી કિરિટભાઈ સીણોજીયા-આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 6359600563
2. દક્ષિણ પશ્ચિમ ઝોન – જોધપુર,વેજલપુર,મક્તમપુરા
અધિકારીશ્રીનું નામ શ્રી કાંતુભાઈ પટેલ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 93760-16521
શ્રી અશ્વિનભાઈ ઠાકર,આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 7069040891
3. પશ્ચિમ ઝોન – વાસણા, પાલડી, નવરંગપુરા,નારણપુરા, રાણીપ,
સરદાર પટેલ સ્ટેડિયમ,નવા વાડજ,ચાંદખેડા, સાબરમતી
અધિકારીશ્રીનું નામ- શ્રી ચૈતન્યભાઈ શાહ, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 93279-05506
શ્રી હિતેન્દ્રભાઈ મકવાણા -આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 9712967245
4. મધ્ય ઝોન- ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહીબાગ,અસારવા,
શાહપુર
અધિકારીશ્રીનું નામ – શ્રી આર.કે.તડવી,ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 97129-67368
શ્રી શંકરભાઈ અસારી,આસિ.એસ્ટેટ ઓફિસર મોબાઈલ- 97129-67198
5. દક્ષિણ ઝોન -દાણીલીમડા, બહેરામપુરા,મણીનગર, લાંબા,ઈસનપુર, વટવા, ખોખરા, ઈન્દ્રપુરી
અધિકારીશ્રીનું નામ – શ્રી મનીષભાઈ માસ્ટર, ડે. એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 9377548268
શ્રી જય ધંધુકિયા-આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 97277-33134
6. પૂર્વ ઝોન – વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા, હાટકેશ્વર
ઓઢવ,નિકોલ,ગોમતીપુર,અમરાઈવાડી,વિરાટનગર
અધિકારીશ્રીનું નામ શ્રી પ્રકાશભાઈ લીમ્બાચીયા,ડે.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 93281-98706
શ્રી મુકેશભાઈ પટેલ-આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 93760-17566
7. ઉત્તર ઝોન – સરસપુર, બાપુનગર, ઠક્કર બાપાનગર,ઈન્ડિયા કોલોની, સરદાર નગર, નરોડા, કુબેરનગર,સૈજપુર બોઘા
અધિકારીશ્રીનું નામ શ્રી રાજેન્દ્ર દવે, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 9377482285
શ્રી કિશોરભાઈ પટેલ-આસિ.એસ્ટેટ ઓફિસર
મોબાઈલ- 7573011994