ગાંધીનગર, 20 માર્ચ 2021
દેશમાં સૌથી વધુ રૂા.1.19 લાખ કરોડ વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કાળના છ માસના ટૂંકા સમયગાળામાં એટલે કે, એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન રોકાણ આવ્યું છે. જે દેશના કુલ FDIનો 53% હિસ્સો ધરાવે છે.
નીતિ આયોગના અહેવાલ અનુસાર, નિકાસમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જે દેશની કુલ નિકાસનો 23% હિસ્સો ધરાવે છે. વળી, સ્ટાર્ટ અપ અને લોજિસ્ટિક્સમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ઇન્ડસ્ટ્રીઅલ ઓઉટપુટમા 17%ની હિસ્સેદારી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે.
રાજ્યમાં બેરોજગારીનો દર સૌથી ઓછો એટલે કે માત્ર 3.4% જેટલો છે.
બલ્ક ડ્રગ પાર્ક તથા મેડિકલ ડિવાઇસ પાર્ક માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગતવર્ષની સરખામણીએ વર્ષ 2020-21માં FDI નો પ્રવાહ 540% જેટલો વધ્યો છે. તેનું કારણ છે : ઘરેલુ રોકાણ અને ખાસ કરીને ”ઇન્ડસ્ટ્રીયલ એન્ત્રોપ્રોનીયર મેમોરન્ડમ્સ” (IEMs) ની સંખ્યામાં થયેલો વધારો. IEMs ના રોકાણો અને અમલીકરણ બંનેમાં ગુજરાત પ્રથમ બે ક્રમાંકિત રાજ્યઓમાં છે. વળી, MSME Felicitation Act લાગુ કરીને નવા આવનારા તમામ ”મધ્યમ અને નાના કદના સાહસો’ને (MSME) ના રાજ્ય સરકારની મંજૂરી લેવામાંથી 3 થી 5 વર્ષની છૂટછાટો આપવામાં આવી છે.
48 મોટા બંદરો દ્વારા રાજ્યએ માલ અને ચીજવસ્તુઓની દુનિયાના 185થી વધુ દેશોમાં નિકાસ કરી છે. ગૂડ્સ અને કોમોડિટી (માલ અને ચીજવસ્તુઓ)ની નિકાસને વેગ આપવા માટે રાજ્યના 33 જિલ્લાઓમાંથી આશરે 120થી વધુ ઉત્પાદનોની પસંદગી પણ કરવામાં આવી છે.
અમદાવાદની નજીક 1450 એકરમાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. દેશનો સૌથી મોટો મલ્ટી-મોડલ લોજિસ્ટિક પાર્ક હશે. આ પાર્કના નિર્માણ માટે આશરે રૂ.50,000 કરોડનું રોકાણ આવશે.
અમદાવાદ નજીક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ, સાઇબર સિકયુરિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફેક્ટરી ઑટોમેશન, બિગ ડેટા એનાલિટિક્સ સહિતના કૌશલ્યો આધારિત અભ્યાસક્રમો ભણાવવામાં આવશે. અહીંથી આશરે 5000 વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ જરૂરી કૌશલ્યો કેળવીને પાસ થશે.
ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ-2020 તૈયાર કરી દીધી છે. જે રાજ્યના હાલના વિકાસ દરને વધુ વેગવંતો બનાવશે. સ્ટાર્ટ અપ્સ શરુ કરનારા લોકોને સોફ્ટ સ્કિલ્સની મદદ કરવામાં આવશે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે પણ આગળ વધવાનું આશા સેવી શકે.
અન્ય દેશો કે રાજ્યોમાંથી ગુજરાતમાં આવવા માંગતા ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન ગુજરાત સરકાર આપવા માંગે છે. જો કે આ પ્રોત્સાહન કેસ-ટૂ-કેસ આધારિત હશે.
ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ રૂપિયા 987 કરોડના ખર્ચે ઓક્ટોબર, 2023 સુધીમાં કાર્યરત થઇ જશે. પ્રથમ ચરણમાં આ એરપોર્ટની ક્ષમતા 3200 મીટરના રન-વે તથા 3.5 મિલિયન પેસેંજર્સની હશે.
ગાંધીનગર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રેલવે સ્ટેશન, 318 રૂમની ફાઈવ-સ્ટાર હોટેલ, મહાત્મા મંદિર કન્વેનશન એક્ઝિબિશન તથા હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડના આકર્ષણો ધરાવે છે. જે સંયુક્ત રીતે ગુજરાત સરકાર અને ”ગાંધીનગર રેલ-વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ” (GARUD- ગરુડ) દ્વારા લાગુ કરવમાં આવશે, જેમાં ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલયની અનુક્રમે 74:26ની ભાગીદારી રહેશે. તેમ પ્રધાન સૌરભ પટેલે જણાવયું હતું.