ખાનગી કંપનીએ ડેરી ક્રાંતિ કરતી મહિલા બલિની દૂધ ઉત્પાદક કંપની
निजी कंपनी की डेयरी क्रांति महिला बालिनी दूध कंपनी
Formed Mahila Balinese Milk Company to end Amul dairy cooperatives
(દિલીપ પટેલ)
અમૂલ દ્વારા રોજનું 2.70 કરોડ પશુનું 2.50 કરોડ લિટર દૂધ એકઠું કરવામાં આવે છે. જે 36 લાખ મહિલાઓ દ્વારા 38 દૂધ ઉત્પાદન ફેક્ટરીઓ દ્વારા એકઠું થાય છે, જેની ક્ષમતા 2.72 કરોડ લીટર રોજની છે.
મૂડીવાદી સરકારો હવે સહકારી સંસ્થાઓના સ્થાને દૂધ કંપનીઓ ઊભી કરી રહ્યાં છે. વર્ષ 2019 માં 40,000 સભ્યો સાથે સ્થપાયેલી બલિની દૂધ ઉત્પાદક કંપની લિમિટેડે 6 જિલ્લાઓમાં 800 ગામડાઓમાં ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.
મહિલા બલિની દૂધ ઉત્પાદક કંપનીએ ડેરી વ્યવસાયમાં ક્રાંતિ લાવી દીધી છે. બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, જાલૌન, ઝાંસી અને લલિતપુર જેવા બુંદેલખંડ જિલ્લાઓમાં, મહિલાઓએ બાલિની દૂધ ઉત્પાદક કંપની સ્થાપી છે.
સૂકી જમીન, દુષ્કાળ, ગરીબી અને સ્થળાંતર માટે જાણીતો વિસ્તાર છે. ત્રણ વર્ષથી, બાલિની મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં મહિલા પોતાના કુટુંબ માટે દૂધ ઉત્પાદન સાથે બે થી ત્રણ હજાર વધુ કમાઈ રહી છે.
આણંદની NDDBએ તકનીકી સહાય કરી છે. 40,000 સભ્યો માર્ચ 2022 સુધી સરેરાશ દૂધની ખરીદી 1 લાખ કિગ્રા પ્રતિ દિવસ હતી. ફેબ્રુઆરી 2022 સુધીમાં દૂધની ખરીદીના નાણાંની ચૂકવણી 185 કરોડ આપ્યા હતા.
આણંદની NDDB જો બીજા રાજ્યની મહિલાઓને મદદ કરી શકતી હોય તો ગુજરાતમાં આવી કંપની કેમ શરૂ કરી ન શકે એ સવાલ છે. જોકે, સહકારી ક્ષેત્રનો આ કંપનીની સફળતાથી અંત આવી શકે છે.
ગુજરાતમાં 36 લાખ સભ્યો દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ સાથે જોડાયેલા છે. 96 લાખ ગાય, 1.05 કરોડ ભેંસો. 18 લાખ ઘેટા, 50 લાખ બકરી છે. કુલ પશુધન 2.70 કરોડ છે. 38 દૂધ ઉત્પાદન ફેક્ટરીઓની ક્ષમતા 2.72 કરોડ લીટર રોજની છે. 124 કુલીંગ યુનીટમાં 1 કરોડ લીટર ક્ષમતા છે.
ગુજરાતમાં 13 પશુ ખોરાક ફેક્ટરી રોજ 11 હજાર ટન કેટલફીડ ઉત્પાદન કરે છે.
દેશમાં 20 કરોડ ટન જૂધ પેદા થાય છે. દુનિયાના 30 ટકા પશુ ભારતમાં છે, છતાં દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં 21 ટકા હિસ્સો છે. અમેરિકા પછી બીજા નંબરે છે.
ભારત વર્ષે સરેરાશ એક પશુ 18.62 કિલો દૂધ આપે છે. અમૂલ સહકારી સંસ્થા 50 દેશોમાં કામ કરે છે. ત્રીજા નંબરની બ્રાંડ અમૂલ છે. હવે સરકાર પોતે જ સહકારી સંસ્થાઓને ખતમ કરવા મેદાને પડી હોય એવું લાગી રહ્યું છે.