[:gj]ગેસ સીલીન્ડરમાં રૂ.151નો ઘટાડો કરાયો [:]

[:gj]લોકડાઉન બીજો તબક્કો પૂર્ણ થવામાં છે, ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇ.ઓ.સી એચપીસીએલ બીપીસીએલ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમા 14.20 કિલોગ્રામના નોન સબસિડાઇઝ સિલિન્ડરમાં રૂપિયા 151 નો ઘટાડો કરવામાં આવ્યો છે, 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રૂપિયા 1028 કર્યો છે અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 257 નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે,

આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.દેશમાં લૉકડાઉન દરમિયાન નોંકરી ધંધામાં મંદીના માહોલ વચ્ચે દેશની ઑઇલ કંપનીએ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે. એક બાજુ દેશમાં પરપ્રાંતિય મજૂરોના હિજરતની સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં એલપીજીના ભાવમાં ઘટાડો થવાથી ઘણો ફાયદો મળશે.[:]