ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો, અગાઉ પર્યાવરણનું નિકંદન કાઢ્યું તે ભૂલી ગયા

ગૌતમ અદાણીએ ટ્વ્ટી કર્યું કે, સમુદ્રના વરસાદ જંગલોને મેંગ્રોવ્ઝ કહે છે. અન્ય લોકો તેમની આજીવિકા માટે તેમને સંભાળે છે. ટૂંકમાં, મેંગ્રોવ્સ સમૃદ્ધિ સાથે આપણા દરિયાને સમૃદ્ધ બનાવે છે. #ઇંટરનેશનલ ડે ફોર કન્ઝર્વેશન ઓફ મેંગ્રુગ્રોવ્સ પર, અમે આવતી કાલે તેમને વધુંને વધુ બચાવવા માટે મદદ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ છીએ.

ગૌતમ અદાણીએ ચેરના જંગલો બચાવવા ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો છે. પણ અદાણીએ અગાઉ પર્યાવરણના નિકંદન માટે શું કર્યું હતું કે તેઓ ભૂલી ગયા છે. અહીં તેમની સામે થયેલી કાર્યવાહી આપી છે.

19 ગામની ગૌચરની જમીન અદાણીને આપી

અદાણી ને સરકારએ 1995 થી 2015 સુધી મુંદરા ના જુદા જુદા 19 ગામોની ગૌચર જમીનો, સરકારી ખરાબાની જમીનો, સરકારી ટાવર્સ ની  જમીનો જંગલ વિસ્તારની જમીનો તેમજ દરીયાની અંદર ડ્રેજીગ કરીને ઉતપન્ન કરવામાં આવેલ સેંકડો એકર જમીન અદાણી ને આપી દીધેલ છે. મુંદરા તાલુકામાં જંગલ વિસ્તારની જમીનો સિવાય  હવે કોઈ સરકારી જમીનો બચી નથી. ત્યારે આ બચેલા જંગલની જમીનો ને પણ કેંદ્ર સરકાર ગરીબ અદાણીને આપી દેવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં આવેલ અન્ય જમીનો ઉપર રાજ્ય  સરકાર નિર્ણય કરી શકે છે પરંતુ જે 1927ના  ફોરેસ્ટ એક્ટ મુજબ જાહેર કરવામાં આવેલ જંગલ વિસ્તારની જમીનો  માટેની સત્તા કેંદ્ર સરકાર પાસે છે.  આથી વર્તમાન સરકાર મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય કારેલો હતો.

8 ગામનું જંગલ આપી દીધું

મુંદરા તાલુકાના 8 ગામોની આ જંગલ વિસ્તારની જમીનો અદાણી ને આપી ને તેના બદલામાં મુંદરાથી 200 કિલામીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની  જમીનો નક્કી કરવામાં આવેલી છે. 1927 ના ફોરેસ્ટ એક્ટ મુજબ અનામત જંગલ વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો. મુંદરા ના 19 ગામની ગોચર જમીનો અદાણી ને આપી દીધા પછી આ જંગલની જમીનો જ આ ગામના  હજારો પશુઓ  ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે અને આ જંગલ વિસ્તાર જ આ પશુપાલકો માટે એક માત્ર ચરિયાણ વિસ્તાર બચ્યો છે.

કોસ્ટલ રેગ્યુલેશનનો ભંગ

આ  બધોજ જંગલ વિસ્તાર 1991 અને 2011 ના કોસ્ટલ રેગ્યુલેશન નિયમ મુજબ CRZ 1A માં આવે છે. CRZ 1A માં આવતી કોઈપણ જમીનો  કે જંગલ વિસ્તાર કોઈપણ કંપની કે ઉદ્યોગ ને આપી શકાય નહીં. છતાંય પણ કેન્દ્ર સરકાર ના દ્વારા આ જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આમ તો આ જમીનો લેવા માટે 2004 માં અદાણી એ માંગ કરી હતી પરંતુ કેન્દ્ર કોંગ્રેસ સરકાર આ જમીનો આપવા સ્થાનિક અસરગ્રસ્ત લોકોની રાહુલ ગાંધી સાથે મીટીંગ પછી આપવા સંમત થઈ ન હતી. જમીનો અદાણી ને આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે તે હકીકતો RTI થી બહાર આવી છે..

આ જમીનો આપવી એ 1980 ના જંગલ સરક્ષણ કાયદાની વિરોધ છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ નો પણ ભંગ થાય છે. 2006ના ફોટેસ્ટ રાઈટ એક્ટ મુજબ સ્થાયીય જંગલ વિસ્તાર ઉપર  જેતે  ગ્રામ પંચાયતના અને ગ્રામસભા નો અધિકાર છે તેમજ આ વિસ્તારના સ્થાનીય લોકોના હક્કો સેટલ કરવા કાયદાની દ્રષ્ટિએ જરૂરી છે.

ફોરેસ્ટ જમીનો 1576.81 હેકટર

અદાણી ને આપવામાં આવેલી જમીનો આજે પણ એમ જ ફાજલ પડી રહી છે. અદાણી ને હજારો એકર જમીન ચૉકલેટ ના ભાવ કરતા પણ સસ્તા ભાવે આપી દીધી છે.

મુંદરા તાલુકાના 58 ગામના ખેડૂતોની જમીન અદાણી 2009માં સંપાદન કારેલી હોવા છતાંય આજે પણ 18 ખેડૂતોને વળતર પણ આપવામાં આવ્યો નથી અને આ લોકોની જમીનોમ બળજબરીથી લઈ લેવામાં આવી છે. આ વિકાસની વાસ્તવિકતા છે.

200 કરોડનો દંડ

ખેડૂતો માટેની લડત ને રાહુલ ગાંધી સંપૂર્ણ સાથ આપ્યો છે. સ્થાનીય લોકોને 3 એપ્રિલ 2012ના રોજ પોતાના ઘરે બોલાવીને ચર્ચા કરી  હતી. અને ત્યાર બાદ સરકારના વિભાગને અમને મદદ કરવા સૂચન કર્યા હતા. અદાણી પોર્ટમાં 2013માં કેન્દ્ર સરકારે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો તેમજ માછીમારોને તેમજ પર્યાવરણને અદાણી નુકશાન કરેલ છે. તેના માટે 200 કરોડ સ્થાનિક લોકોના પુનર્વસન માટે આપવા આદેશ કરેલો. ભાજપની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 2016માં માફ કરી નાખ્યા. તેના માટે સ્થાનિક લોકો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતાં. SC કહ્યું હતું કે NGTમાં જાવ. કચ્છના લોકોની હવે ત્યાં લડત ચાલુ છે.

પોર્ટ અને SEZ મેંગૃવ્ઝનું નિકંદન

પોર્ટ અને SEZ પ્રોજેક્ટે મેંગ્રૃવ્ઝનું નિકંદન કાઢવા બદલ પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું હતું. જેને લઇને વર્ષ 2009માં આ કંપનીને નોટીસ ફટકારવવામાં આવી હતી. પર્યાવરણ મંત્રાલયની એક પેનલને તપાસ માટે રાખવામાં આવી હતી ત્યાર બાદ અદાણી ગ્રુપને રૂ.200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે ભારતમાં પર્યાવરણ ખરાબ કરવામાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હતો.

પર્યાવરણશાસ્ત્રી સુનીતા નારાયણના નેતૃત્વમાં મંત્રાલયે પાંચ સભ્યોની સમિતિ નીમી હતી અને આ સમિતિએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન નહીં કરવાને કારણે ચેરના વૃક્ષોનો મોટા પ્રમાણમાં નાશ થયો છે. તેમજ નજીકમાં આવેલી દરિયાની ખાડીઓને પણ નુકશાન થયું છે. યુપીએ સરકારના પર્યાવરણ મંત્રી જયંતી નટરાજને રીપોર્ટ બાદ અદાણી કંપનીને પ્રોજેક્ટ ખર્ચના એક ટકા અથવા રૂ.200 કરોડ બેમાંથી જે વધુ હોય તે આપવાનો આદેશ કરાયો હતો.

મોદી આવતાં અદાણીને 200 કરોડનો દંડ માફ કર્યો

જોકે, આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવ્યો તે પહેલા કેન્દ્રમાં સરકાર બદલાઈ હતી. અદાણાના મિત્ર નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતાં જ, પર્યાવરણ મંત્રી અને આ મામલો ભાજપના નેતા અને અદાણી તરફી પ્રકાશ જાવડેકર પાસે આવ્યો હતો. ત્યાર બાદ પ્રકાશ જાવડેકરે એક નવી સમિતિની રચના કરી હતી અને ફરી તપાસ શરુ કરી હતી. પરંતુ આ વખતે મંત્રાલયને કમિટી તરફથી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સાબિત થઇ શકે કે અદાણી પ્રોજેક્ટથી પર્યાવરણને નુકશાન થયું છે. જેને કારણે આખરી નિર્ણય લેતા મંત્રાલયે રૂ.200 કરોડનો દંડનો નિર્ણય પડતો મુક્યો.

જહાજ ભાંગવાનો વાડો

હવે અહીં ભંગાર જહાજ ભાંગવાનો વાડો બનાવી રહી છે. જેનાથી ભાવનગરની જેમ પારાવાર પ્રદૂષણ ફેલાઈ શકે છે. ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછી તુરંત કેન્દ્રના પર્યાવરણ મંત્રાયલે યુ-ટર્ન લીધો છે. 2016માં પર્યાવરણ મંત્રાલય આવું નક્કી કર્યું હતું કે, દંડની રકમ માફ કરી દેવી અને પર્યાવણને જે નુકસાન કંપનીએ કર્યું છે. અદાણી મુંદ્રા પાસે 700 હેક્ટર જમીન છે અને તેમાં વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ડ્રાય કાર્ગો, પ્રવાહી લઈ જતા કાર્ગો, કન્ટેનર ટર્મિનલ, રેલવે, અને બીજા કામ માટે ચાર બંદર આ સ્થળે આવેલાં છે. આ એક મોટું ઔદ્યોગીક સામ્રાજ્ય છે અને તે ટાઉનશીપનો એક ભાગ છે. જ્યાં કંપની આ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહી છે.

એક બંદર પર પ્રતિબંધ

વર્યાવરણ નિષ્ણાત સુનિતા નારાયણની અધ્યક્ષતા ધરાવતી આ તપાસ સમિતિએ એવું કહ્યું હતું કે, અહીં પર્યાવણરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પર્યાવરણ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ચાર બંદરમાંથી એક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે. જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે રૂ.146.8 કરોડનું રોકણ કરવા માટે મંજૂરી પણ માંગી હતી. 2015ના તારણોથી વિપરીત પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું કે, અદાણી કંપનીએ પર્યાવણને ક્ષતિ પહોંચાડી નથી. કોઈ કાયદા કે નિયમોનું ઉલંઘન કર્યું નથી. 2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે જ સૌથી મોટો પુરાવો છે. ઓગસ્ટ 2017 સુધીમાં આ બાબતે મંત્રાલયની જે ફાઈલો હતી તેમાંથી ઉલંઘન કરનારી જે બાબતો હતી તે તમામ હઠાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત અધિકારીઓએ એવી પણ નોંધ મૂકી કે, 2009થી આજ સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે. વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જૂન મોઢવાડીયાએ કહ્યું હતું કે કચ્છના દરિયામાં જ અત્યારે માછલી મળે છે. હવે તે પણ પ્રદુષણના કારણે મળતી બંધ થઈ જશે. જેના પર પાંચ લાખ કુટુંબો નભે છે તે હવે બંદર અને જહાજભાંગલાના વાડાથી ખતમ થઈ જશે.