घर पर सरकार – स्वागत में 26 साल में 10 लाख शिकायतें
દિલીપ પટેલ
ગાંધીનગર, 22 એપ્રિલ 2023
20 વર્ષમાં 7 લાખ ફરિયાદો
મુખ્યમંત્રીના જનસંપર્ક ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગણે સરકારને 26 વર્ષ થયા છે.
કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજીની મદદથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી – SWAGATનો પ્રારંભ કરાવ્યો હતો. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા આ રાજય સ્વાગત ઓનલાઇનની અત્યાર સુધીમાં 183 બેઠક થઇ છે. 93.38 ટકા રજૂઆતોનું નિરાકરણ પત્રારો લખીને કરવામાં આવ્યું છે.
મોદીએ પહેલો કાર્યક્રમ 24 એપ્રિલ 2003માં શરૂ કર્યો હતો. 24 એપ્રિલ 2023માં 20 વર્ષની મંઝિલ પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ કરશે.
2003 ત્યારથી લઈને 2018 સુધીના 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો લોકોએ કરી હતી. વર્ષે સરેરાશ 35 હજાર ફરિયાદો સરકાર સામેની આવે છે. એ હિસાબે 20 વર્ષમાં 7 લાખ ફરિયાદો સરકાર સામે આવી હતી જે દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરીઓ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો આવી હોવાનું અનુમાન આ કચેરીના સૂત્રો દ્વારા મૂકવામાં આવ્યું છે.
પોલીસ ફરિયાદ
તાલુકા અને જિલ્લા કક્ષાએ આવા પ્રશ્નો કરોડોની સંખ્યામાં 26 વર્ષમાં આવ્યા છે. ત્યાં તે પ્રશ્ન ન ઉકેલાયો હોય કે ફરિયાદ ન લેવાઈ હોય તે મુખ્ય પ્રધાનની કચેરી સમક્ષ આવે છે. જોકે પોલીસ ખાતુ ફરિયાદ લેતું ન હોય એવી ફરિયાદો અહીં લેવામાં આવતી નથી. તે ગણવામાં આવે તો બીજી 10 લાખ ફરિયાદો મળી શકે તેમ છે. ખરેખર તો પોલીસ ફરિયાદો પણ ઓન લાઈન કરવાની માંગણી પ્રજાની છે પણ તેમ કરવામાં આવતું નથી અને ગુનેગારોને ભાજપના 8 મુખ્ય પ્રધાનો છાવરતા રહ્યાં છે.
જિલ્લા કક્ષાની રજૂઆતો, રાવ, ફરિયાદનું જે તે કલેકટરના અધ્યક્ષસ્થાને નિવારણ લાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો.
2003થી 2018 સુધી મળેલી 85,357 રજૂઆતોમાંથી 85,203નો નિવેડો લાવી દઇ 99.82 ટકા સિધ્ધિ પ્રાપ્ત થઇ હોવાનો દાવો કરવામાં આવે છે. તેમ છતાં 2018માં કલેક્ટર કચીરેએ પોતાનો પ્રશ્નોનો ઉકેલ લાવ્યો ન હોવાના કારણે 2000 લોકોએ આત્મ હત્યા કરવા માટે મંજૂરી માંગી હતી. જો તેઓએ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો હોય તો આ બે હજાર લોકો કેમ આત્મ હત્યા કરવા માંગે છે. તે એક સવાલ છે.
2008થી પ્રતિમાસના ચોથા બુધવારે તાલુકા સ્વાગતની શરૂઆત થઇ છે. તાલુકા સ્વાગતમાં 2,68,686 રજૂઆતો મળી છે તેમાંથી 2.66 લાખ એટલે કે 99.10 ટકા સમાધાન કરી આપવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. 2011થી ગ્રામ્ય સ્વાગતનો પ્રયોગ ગુજરાતમાં શરૂ થયો છે. જેમાં 1.37 લાખ રજૂઆતો આવી હતી. જેમાં 1.24 લાખ પ્રશ્નો ઉકેલીને 90.66 ટકા કામ કરી આપવામાં આવ્યા છે.
14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિષ્ફળ
પત્રો લખ્યા એટલે પત્યુ
મોટા ભાગે તો પત્રો લખી દેવામાં આવે છે અને સૂચના આપી દેવામાં આવે છે. પણ તે કામ થયું છે કે કેમ તેનો કોઈ ટ્રેક રેકોર્ડ મુખ્ય પ્રધાનની કચેરી દ્વરા રાખવામાં આવતો નથી. તેથી મોટા ભાગના પ્રશ્નો તો માત્ર કાગળ પર જ નિકાલ કરી દેવામાં આવે છે.
વર્ષે 35 હજાર ફરિયાદ
જો દર વર્ષે 34071 લોકોએ લોકદરબારમાં આવવું પડે છે તેનો મતલબ કે રોજના 94 લોકોની સમસ્યા અધિકારીઓ અને ધારાસભ્યો ઉકેલતાં નથી. તેથી તેમણે મુખ્ય પ્રધાનની કચેરી સુધી પૈસા અને સમય ખર્ચીને આવવું પડે છે. આમ સીસ્યમ નિફ્ષ્ળ છે. એવું તેના પરથી ફલીત થાય છે. જ્યાં સુધી અધિકારીઓની કામ ન કરવાની સજા નક્કી નહીં થાય ત્યાં સુધી રાજકારણીઓ પોતાની કચેરીએ લોક મેળાવડો કરશે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાના લાભ ખાટવાનો પ્રયાસ કરશે.
નાગરિકોને પોતાની રાવ-ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સ્વાગત સપ્તાહ અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ 29 એપ્રિલ સુધી યોજાવાના છે.
27 એપ્રિલ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઇન હાજર રહેશે. જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમ્યાન રજુ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરશે.
ઓનલાઇન તાલીમ બાયસેગના માધ્યમથી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યની 14515 ગ્રામ પંચાયતોના 10,095 સરપંચો, ગ્રામ પંચાયતના 53,941 સભ્યો, 18,907 તલાટીઓ અને વી.સી.ઇ એમ કુલ 82,943 પદાધિકારી/કર્મચારીઓએ ‘સ્વાગત’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી.
23 એપ્રિલ 2023
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત કાર્યક્રમ 2003થી શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 20 વર્ષોમાં 94.67% ના સક્સેસ રેશિયો સાથે સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ 6,00,642 ફરિયાદોમાંથી 5,68,643 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.
છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમ શરૂ થયા પછીથી ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે. 2003માં ગાંધીનગર જિલ્લામાં રહેતા અભેરાજભાઈ ગઢવીના કેસમાં, તેમના 7/12ના જમીન રેકોર્ડમાં તેમના બદલે અન્ય વ્યક્તિનું નામ છેતરપિંડીથી દાખલ કરવામાં આવ્યું હતું. આ માટે સંબંધિત અધિકારીઓ તરફથી તેમને ઘણી હેરાનગતિ પણ થઇ હતી.
ઉકાઇમાં રહેતા મનુભાઈ પટેલને દુકાન માટે પ્લોટ ફાળવવામાં અન્યાય થતો હોવાની ફરિયાદ હતી. તેમને જી.ઇ.બી., ઉકાઇ ખાતે દુકાનનો પ્લોટ ફાળવવામાં અઢાર વર્ષથી અન્યાય કરવામાં આવતો હતો. ઘણા પત્રવ્યવહાર અને પ્રયત્નો પછી પણ તેમનો પ્રશ્ન હલ થયો ન હતો. ત્યારે તેઓએ વર્ષ 2005માં સ્વાગત કાર્યક્રમમાં નિવેડો આવ્યો હતો.
ગુજરાત રાજ્યના આવા અનેક સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર અને ક્લાસ વન ઓફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
લોક ફરિયાદ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં નાગરિકો સ્વાગત યુનિટ પર પોતાની ફરિયાદની અરજીઓ ઓનલાઇન નોંધાવે છે અને ત્યારબાદ આ અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો) ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીને શેર કરી શકે છે.
છેવાડાના માનવીને મહેસુલી પ્રશ્નનો નિવારણ લાવવા માટેનું માધ્યમ સ્વાગત કાર્યક્રમ બન્યો છે. છેલ્લા બે દાયકામાં ૨,૭૭,૯૧૦ જેટલા મહેસૂલ વિભાગને લગતી અરજીઓ મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાગત ઓનલાઈન અંતર્ગત આવેલી ૫,૬૬,૧૩૯ અરજીઓમાંથી ૯૯.૫૨ ટકા અરજીઓનો સંતોષજનક રીતે નિકાલ થયો છે.