ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં આવેલા 8થી 10 હજાર પેટ્રોલ પંપો પર NGT, CPCB, GPCB, GOIના નિયમો અમલ GPCB દ્વારા કરાતો નથી. પ્રમાણે કેટલાં પેટ્રોલ પંપો પર વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ લગાવેલી હોવી જોઈએ જે મોટા ભાગના પંપો પર ન હોવાથી ગુજરાતના લોકો કેન્સરગ્રસ્ત બની શકે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલા પેટ્રોલ પંપોને આજ સુધી નોટિસ આપવામાં આવી નથી. જેમાં રિલાયંસના પ્રેટ્રોલ પંપો સૌથી વધું છે.
પેટ્રોલ પમ્પ પર જમીનની નીચે પેટ્રોલ ભરવાની ટાંકી હોય છે. તેમાં ટેન્કર દ્વારા પેટ્રોલ ભરવામાં આવે છે ત્યારે ખાલી ટાંકીમાં મોટી માત્રામાં પેટ્રોલની વરાળ હોય છે. જે અંદર નવું પેટ્રોલ નાંખતાં બહાર આવે છે. તે વરાળ ઓઝોન જેવા પ્રદૂષક તત્વો બનાવે છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે, જ્યારે બેન્ઝીન અને કાર્સિનોજેનિક કણો પણ તેમાં હોય છે. જે કેન્સર માટે કારણભૂત હોય છે. ગુજરાતમાં શિયાળામાં પ્રદુષણ વધે છે ત્યારે પેટ્રોલની વરાળ અત્યંત જોખમી બની જાય છે.
વરાળને ફરી પેટ્રોલમાં ફેરવવા ટેકનોલોજી
સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પેટ્રોલ પંપના સ્ટોરેજમાં પેટ્રોલ ભરતી વખતે પેદા થતી વરાળને રોકવાની સૂચના આપી હતી. બળતણમાંથી ઉત્પન્ન થતી વરાળને વાતાવરણમાં ઓગળવાથી ઘણી હદ સુધી બચાવી શકાય છે. જેને વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ કહે છે.
દેશમાં 70 હજાર પ્ટ્રોલ પંપો
18 જાન્યુઆરી 2019એ ભારતમાં બધી મળીને 70 હજાર પેટ્રોલ પંપો 2019ના આંત સુધીમાં હતા. ગુજરાતમાં તે 8 હજારની આસપાસ હોવાનો અંદાજ છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) આ પેટ્રોલ પંપની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નોટિસ ફટકારી હતી કે કેમ તેના પર એક કરોડ રૂપિયાનો દંડ લાદવો નહીં. શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવે. પેટ્રોલ પંપો પર પ્રદૂષણ વિરોધી સિસ્ટમ લગાવવા અંગેના આદેશનું પાલન ન કરવા કેન્દ્રિય પ્રદુષણ બોર્ડ દ્વારા આ નોટિસ આપી છે.
નવા 5500 પેટ્રોલ પંપો
પુરા દેશમાં મે 2020 સુધીમાં 1400 પેટ્રોલ પંપો રિલાયંસના ચાલુ હતા. જેમાં 30 તો હવાઈ મથકો પર હતા. મે 2020માં નવી કંપની બનાવીને 5500 નવા પેટ્રોલ પંપો બનાવવાની યોજના જાહેર કરી છે. જે બીપી કંપની સાથે શરૂ થવાના હતા. 1200થી 1600 ચોરસ મીટર જમીન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોય તેને જ આ પેટ્રોલ પંપ આપવાનું નક્કી કરાયું હતું. શહેરમાં 800 મીટર જમીન અને 15થી 30 લાખનું રોકાણ કરવાનું થતું હતું. 5 હજાર લીટર પેટ્રોલ પર રોજ રૂ.10 હજારની કમાણી થવાની હતી. કંપની પાસે 20 હજાર કર્મચારી હતી. જે નવા પેટ્રોલ શરૂં થતા વધીને 80 હજાર કર્મચારી થવાના હતા.
ગુજરાતમાં પેટ્રોલ પંપો
ગુજરાતમાં 10 ઓગસ્ટ 2010માં રિલાયંસના 162 પેટ્રોલ પંપ ફરીથી ખૂલ્યા હતા. જેમાં 103 કંપનીના પોતાની માલિકીના હતા અને 59 પંપ સંચાલકો સાથે કંપની હતી. 2008માં રિલાયંસે પોતાના પેટ્રોલ પંપ બંધ કરી દીધા હતા. ઊંચા ભાવનું પેટ્રોલ વેચાતુ હતું તેથી લોકોએ ત્યાંથી ખરીદવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ 2012માં 60 પેટ્રોલ પંપ શરૂં કરવાની જાહેરાત કરી તેમણે કરેલું મૂડી રોકાણ વળતર સાથે પરત માંગવાની માંગણી કરી રહ્યાં હતા.
વરુણ પટેલે ત્યારે જાહેરાત કરી હતી કે 4 વર્ષ સુધી ખોટ કરી હતી. તેનું વળતર રિલાયંસે આપવું જોઈએ. પછી સમાધાન થયું હતું. ખાનગી પંપો રિલાયંસ ખરીદી લે એવા માંગણી પણ કરી હતી. મહારાષ્ટ્રમાં રિલાયંસના 200 ખાનગી લોકોના પંપો તે સમયે હતા. તે સમયે પણ પ્રદુષણનો પ્રશ્ન તો હતો જ.
ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ પેટ્રોલ પમ્પ પર એન્ટી-પ્રદૂષણ સિસ્ટમ ‘વરાળ રિકવરી સિસ્ટમ (વીઆરએસ)’ લગાવવાનો આદેશ આપ્યો હતો. તેને એક વર્ષ થયું છે. સીપીસીબીએ અગાઉ પેટ્રોલ પમ્પ પર વીઆરએસ લગાડવામાં નિષ્ફળતા બદલ ત્રણ જાહેર તેલ માર્કેટિંગ કંપનીઓને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સીપીસીબીના નિયમો પ્રમાણે એનજીટીએ સપ્ટેમ્બર 28માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિને 300થી વધુ કિલોલિટર પેટ્રોલ વેચનારા તમામ પેટ્રોલ પમ્પ પર વીઆરએસ મૂકવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ત્યારે કહ્યું હતું કે તેના કોઈ પણ પેટ્રોલ પમ્પ દર મહિને 300થી વધુ કિલોલિટર વેચતા નથી. છતાં બે પમ્પ 31 ડિસેમ્બર 2018 સુધીમાં વીઆરએસ સાથે ફીટ થઈ જશે.
રિલાયન્સે 8 જાન્યુઆરીએ તેને જાણ કરી હતી કે દર મહિને 300 કિલોલિટર કરતા ઓછા વેચાણ કરતા પમ્પ પર વીઆરએસ લાદવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
રિલાયંસે અહેવાલ જ રજૂ ન કર્યો
જો કે, આ પંપ પર વીઆરએસ 1 બી લગાવવા અંગેના પાલન અહેવાલ તે સમયે રજૂ કર્યો ન હતો. આ કારણોસર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને શો કોઝ નોટિસ આપવામાં આવી છે કે એનજીટીના આદેશનું પાલન ન કરવા બદલ એક કરોડ રૂપિયાનો દંડ કેમ કરવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું.
ટેન્કમાંથી હવે પેટ્રોલની વરાળ નહીં નિકળે
દિલ્હી-એનસીઆરના પેટ્રોલ પંપ પર બળતણમાંથી નીકળતું ફ્યુઅલ (વરાળ) હવે લોકોના સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે. સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને પગલે 3600 પેટ્રોલ પમ્પ પર વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે. પણ ગુજરાતમાં શું છે તે અંગે કંપનીએ કોઈ જાહેર કર્યું નથી. આ આંગે જીપીસીબી અને રિલાયંસ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો પણ તેમણે આપ્યો નથી.