દરિયા સામે દાદાનું બુલડોઝર, દ્વારકા બાંધકામો દૂર કરાયા

અમદાવાદ, 29 માર્ચ 2023
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100 વર્ષની ઊંમર થઈ ત્યારે તેમણે અમદાવાદના ટાગોર હોલમાં જાહેરમાં દ્વારકામાં વિકાસ કરવા માટે 2002માં નરેન્દ્ર મોદીની સરકારને પ્લાન આપ્યો હતો. 20 વર્ષ સુધી કંઈ ન થયું. હવે દાદાનો બુલડોઝર ન્યાય થઈ રહ્યા છે. સીગ્નેચર પુલ બની જતાં અહીં જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા છે. કારણ કે અહીં પ્રવાસન ધામ બનાવવામાં આવી રહ્યું છે, નહીં કે ધાર્મિક ધામ. તેનો પુરાવો રિલાયંસ દ્વારા મળે છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પોતાના ટ્વીટર પર ટ્વિટ કરી તંત્રનું ધ્યાન દોર્યું છે કે, દ્વારકાના જગત મંદિર તથા તેની આસપાસ પણ ઘણા ગેરકાયદેસર બાંધકામ આવેલું છે, જેના પર ધ્યાન દોરવા માટે ટ્વીટ કર્યુ હતું. 5 જેસીબી બુલડોધર મશીનો લવાયા તેને સમર્થન આપ્યું હતું. યોગી આદિત્યનાથ પણ દ્વારકા પ્રચારમાં આવ્યા હતા.

28 માર્ચ 2023માં મુખ્ય પ્રધાને બેટદ્વારકાના ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકા એક ટાપુ છે અને ઓખાથી 4 કિલોમીટર દરિયામાં બોટ દ્વારા ત્યાં પહોંચી શકાય છે. બેટ દ્વારકામાં 22 દિવસ સુધી 10 લાખ ચોરસ ફૂટમા ઉભા કરાયેલા 520 ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યાં હતાં. નિર્માણાધીન સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રી જાહેર કર્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતના 1600 કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.
સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

આ અગાઉ દફતરે ન હોય તેવાં બાંધકામોને દૂર કરીને એ જમીનને ખાલી કરાવવામાં આવી છે. મોટા ભાગે મુસ્લિમ સમુદાયની દરગાહ અને મુસ્લિમોના ઘર અને દુકાનો હતી. જોકે, અન્ય કામગીરીને બદલે વડા પ્રધાને બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યાં હતાં.

1 ઑક્ટોબર 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા ત્રણ દિવસ બેટ દ્વારકામાં કલમ 144 લગાવીને તેનો અમલ કરાવવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે ત્યારે ત્યાં વિરોધ, ઘર્ષણ અને હિંસા થાય છે, પરંતુ બેટ દ્વારકામાં હિંસાનો કોઈ બનાવ બન્યો નથી.

બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર 25-30 ચોરસ કિલોમિટર છે અને ત્રણ ગામ આવેલાં છે. હાલ બેટ દ્વારકામાં લગભગ 7,600 મુસ્લિમ અને 1350 જેટલાં હિંદુઓ રહે છે.

રેવન્યૂ વિભાગ અને પોલીસ વિભાગે સાથે મળીને સરવે કર્યો હતો અને તેના આધારે વ્યાપારિક અને રહેણાક, વણઓળખાયેલાં અને ગેરકાયદેસર બાંધકામો હતાં, તેમને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાર્મિક દબાણો સૂમસામ (એબન્ડેડ) જગ્યામાં હતાં, આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોખમી હતાં તેને તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ નોટિસ આપી હતી.

10 લાખ ફૂટ જમીન ખાલી કરી
પ્રથમ દિવસે 2 ડઝન જેટલા કોમર્શિયલ સહિતના બાંધકામો હટાવી અને આશરે 80 હજાર ફૂટથી વધુ જમીન ખુલ્લી કરી હતી. ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી હતી. છઠ્ઠા દિવસે બુલડોઝરથી રૂ.7 કરોડની જમીન પર 2 લાખ 40 હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન પરના ગેરકાયદેસરના દબાણો તોડી પડવામાં આવેલા હતા. ત્રણ જિલ્લાની 1000 પોલીસ સ્ટાફને અશ્રુ સેલ, હથિયાર તથા લાકડી સાથે સુરક્ષા બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યા હતા. કામગીરી અતિગુપ્તતા તેમજ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. 10 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરાશે.

પ્રવાસન મંત્રીનો વિવાદ
સિગ્નેચર બ્રિજ બ્રિજનો શિલાન્યાસ થયા બાદ બેટ દ્વારકામાં જમીનના ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા જે એક એકર જમીનનો ભાવ 4 લાખ રૂપિયા હતો તે હવે 1 કરોડ થઈ ગયો છે. હાલમાં પ્રવાસીઓ માટે બેટ દ્વારકામાં રાત્રે રોકાવાની માત્ર ઓછી જગ્યા છે. જેમાં સમાજની વાડી, ગેસ્ટ હાઉસ અને દરિયાકિનારા પરે એક ખાનગી કંપનીએ બનાવેલી ટેન્ટ સાઇટ વિકસાવી છે.
સુરત ભાજપના નેતા અને ગુજરાત સરકારના પ્રવાસન અને દેવસ્થાન યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ આ ઘટના વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યાં હતાં. જોકે બાદમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કર્યાં હતાં. આ ટ્વીટમાં પૂર્ણેશ મોદી લખ્યું હતું કે, “બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લિમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરિવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લિમોની અનેક દીકરીઓનું સાસરું બેટ દ્વારકામાં છે.” બીજું ટ્વીટ – “2005ના સેટેલાઇટ મૅપમાં બેટ દ્વારિકાની અંદર માત્ર 6 દરગાહ દેખાય છે. જ્યારે વર્ષ 2022ના સેટેલાઇટ મૅપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મસ્જિદો બની ગયેલી છે જે દરિયાકાંઠે ઊભી થઈ હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ ઍન્ટી નેશનલ ઍક્ટિવિટીનો મુખ્ય ભાગ છે.” ત્રીજુ ટ્વીટ – “બેટ દ્વારકા ઓખામંડળનું એક મોટું ધાર્મિક સ્થાન હતું, જેના મુખ્ય મંદિરનું સંચાલન વડોદરા સ્ટેટની દેખરેખમાં થતું હતું. બેટ દ્વારકાના સંચાલન અને રક્ષણ ગાયકવાડ સ્ટેટના વાઢેર ક્ષત્રિયોને સોંપવામાં આવ્યું હતું.” ચોથુ ટ્વીટ – “ઓખાથી દ્વારકા બેટ જવા માટે ઉપયોગમાં લેવાતી 90 ટકા બોટ મુસ્લિમ સમુદાયની છે. જે લોકો હિંદુ તહેવારોના સમયે ચાર ગણું ભાડું વસૂલે છે, જેથી હિંદુ લોકો પૌરાણિકકાળથી સ્થિત મંદિરોના દર્શને ન જઈ શકે.”
આ બધાં ટ્વીટ તેમણે પછી ડિલીટ કરી દીધાં હતાં.

શંકરાચાર્ય
સરકારી કામગીરીને દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ બિરદાવી હતી.

મતબેંક પણ ખરી
ભાજપ આ પ્રકારની ઘટનાઓથી સૌરાષ્ટ્રમાં હિંદુ મતોના ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુજરાતમાં હિંદુઓની મુસ્લિમવિરોધી માનસિકતા છે પણ સૌરાષ્ટ્રમાં નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીથી દ્વારકા અને પોરબંદર, દીવ, ઓખા, સોમનાથના દરિયા કિનારે આવા બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યાં છે.

ભાજપના ઉમેદવાર
પભુ માણેક 1990 અને 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 1998ની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. બાદમાં, તેમણે ભાજપમાં સ્વિચ કર્યું અને 2007, 2012, 2017, 2022માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. 25,000 મુસ્લિમ મતો તેના વિસ્તારમાં છે જેના મતથી તેઓ જીતતા હતા. અઠવાડિયા સુધી ચાલેલી ડિમોલિશનમાં 4 વખત ટાપુની મુલાકાતે તેઓ ગયા હતા.

ધર્મ
બેટ દ્વારકામાં ત્રણ ધર્મોના ધાર્મિકસ્થળો છે. હિંદુઓની આસ્થાનું સ્થાન એવું શ્રીકૃષ્ણનું મંદિર દ્વારકામાં આવેલું છે, શીખ ધર્મમાં પંજ પ્યારેમાંથી એક એવા મોકમચંદ જે ગુરુનાનક સાથે મળીને મોકમસિંહ બન્યા તેમનું ગુરુદ્વારા છે અને મુસ્લિમ સંત હાજી કિરમાણીની દરગાહ અહીં આવેલી છે. ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં બેટ દ્વારકાના રહીશો રોકેટ અને બોમ્બર વિમાનોથી બચવા આ દરગાહમાં છુપાયા હતા. આવું યુદ્ધ ભારતમાં બહું થયું નથી.

શું છે ઇતિહાસમાં મહત્વ
બેટ દ્વારકામાં લગભગ 8 ટાપુઓ છે, જેમાંથી બે પર ભગવાન કૃષ્ણના મંદિરો છે. મહાભારતના 36 વર્ષ પછી જ દ્વારકાપુરી સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું. 9000 વર્ષ જૂનું આ ઉત્તમ શહેર 4000 વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયું હતું. દ્વારકા 9000 વર્ષ જૂનું શહેર છે. હિમયુગ બાદ પાણીની સપાટીમાં 400 ફૂટનો વધારો થતાં આ પૌરાણિક શહેર દરિયામાં ડૂબી જવાની પણ ચર્ચા છે. એક સમૃદ્ધ શહેર હતું.
બેટ દ્વારકાનું નામ શંખોધર હતું. મહાભારતના સભા પર્વમાં અંતરદ્વિપહતો. યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્પીય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે. કુશદ્વિપ વિસ્તારનો ભાગ હતો. દ્વારકાનો ઉલ્લેખ ઇ.સ. 574ના તામ્રપત્રમાં મળે છે.
પ્રાચીન કથાઓ કહે છે કે મીરા, ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગઈ હતી.

મરાઠા રાજા વિલન
1857માં વિપ્લવ દરમિયાન વાઘેરોએ અંગ્રેજો સામે યુદ્ધ કરીને બેટદ્વારકા કબ્જે કર્યો હતો. પછી બ્રિટિશરો અને મરાઠાઓએ સંયુક્ત સેનાઓ દ્વારા ગુજરાતી વાઘેરો સામે યુદ્ધ કરીને 1859માં ટાપુ પાછો મેળવ્યો હતો. હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીદી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. ઇ.સ. 1500ના સમયની 580 મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી. હડપ્પીય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો મળેલા છે. વહાણોના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય-રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો 18મી સદીના અંતના સમયમાં બાંધવામાં આવ્યા છે.

ગુજરાતના હર્ષદ બંદરમાં 100 થી વધુ ઘરો, જેમાં મોટાભાગે મુસ્લિમ માછીમારો હતા, નાશ પામ્યા છે. બુલડોઝર ડિમોલિશન ડ્રાઈવે ગેરકાયદેસર હોવાના દાવાઓ પર કેટલાક ધાર્મિક સ્થળો અને વ્યાપારી બાંધકામોને પણ દૂર કર્યા છે.

ગુજરાત વડી અદાવત
ગુજરાત સરકારે માછીમારોના પુનર્વસનની ખાતરી આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે માછીમારોની અરજીઓ ફગાવી દીધી હતી.

મોટાભાગના ગરીબ મુસ્લિમ માછીમારો હતા. બુલડોઝર ન્યાયને લોકપ્રિય બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કર્યા પછી, તે જ પેટર્ન દેશના ઘણા ભાગોમાં અનુસરવામાં આવી રહી છે. જ્યાં મોટાભાગે ગરીબ પરિવારોના ઘરોને ગેરકાયદેસર હોવાના આરોપમાં નષ્ટ કરવામાં આવે છે. આપણા દેશમાં વિસ્થાપન અને પુનઃસ્થાપનનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ચિંતાનો વિષય છે, જે મોટે ભાગે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને અસર કરે છે. જ્યારે કોઈ ઘર નાશ પામે છે, ત્યારે નજીવું નાણાકીય વળતર જે ખોવાઈ રહ્યું છે તે પાછું આપી શકતું નથી. જ્યારે ઘરનો નાશ થાય છે, ત્યારે લોકો માત્ર શારીરિક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક, ભાવનાત્મક અને આર્થિક રીતે પણ વિસ્થાપિત થાય છે. આવા વિનાશની આવા પરિવારોના બાળકોના શિક્ષણ પર શું અસર પડે છે તે સમજની બહાર છે. સરકાર અને આપણે બુલડોઝરને ગૌરવ અને મૂળભૂત માનવ અધિકારો પર તરાપ છતાં વખાણીએ છીએ અને મૌન રહીએ છીએ. ગર ગુમાવનારાઓને સરકારે ઘર અને ધંધાના સ્થાનો આપવા જોઈએ. નહીંતર ગરબો વધારે ગરીબ અને ગુનેગાર બની શકે છે.

સરકારની કાર્યવાહીનું કારણ
26 ડિસેમ્બર 2021માં સુન્ની વક્ફ બોર્ડે ગુજરાતના ભગવાન કૃષ્ણના શહેર દ્વારકામાં સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ ત્યારે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું કે તમે કૃષ્ણ નગરી પર કેવી રીતે દાવો કરી શકો. સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકા સ્થિત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. ન્યાયાધીશે આ અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં સુધારો કરીને ફરીથી દાખલ કરવામાં આવે.