ગુજરાત ભાજપે જાહેર કરેલો વેક્સિનનો સચ્ચાઈનો વીડિયો ખોટો નિકળ્યો, પાટીલના ગપ્પા જાહેર કરતાં પાર્થેશ પટેલ

PARTHESH PATEL

અમદાવાદ, 19 મે 2021

ગુજરાત ભાજપે આજે 19 મે 2021 સવારે તેના આધિકારિક સોશીયલ મીડીયા પ્લેટફોર્મસ પર ખોટી માહિતી જાહેર કરી હોવાનો ઘટસ્ફોટ સોશિયલ મિડિયા નિષ્ણાંત પાર્થેશ પટેલે કર્યો છે.

નરેન્દ્ર મોદીના ફેસ બુક અને પેજ હેન્ડલ કરી ચૂકેલા પાર્થેશે ભાજપની પોલ પકડી છે. વેક્સિન અંગે સરકાર પર ઉઠતા સવાલો પર જે ફેકટ ચેક વીડિયો રિલીઝ કર્યો તેમાં તમામ માહિતીઓ સંપૂર્ણપણે ખોટી છે.

પાર્થેશ પટેલે કહ્યું કે, કોરોનામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતા હવે તેમણે WhatsApp University પર છુપ્પી રીતે ખોટી માહિતીઓ ફેલાવી રહ્યું છે.

આધિકારિક સોશીયલ મીડીયા હેન્ડલસ પરથી પણ ખોટી માહિતી ફેલાવી લોકોને ગુમરાહ કરવાનો ગોરખધંધો શરૂ કર્યો છે.

હજુ ગઈકાલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના મંત્રીઓ ખોટી અને બનાવટી ટૂલકિટ ફેલાવતા ઝડપાયા હતા.

ભાજપના આ જુઠ્ઠા પ્રચાર પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મીડિયા અને IT ઇન્ચાર્જ એ પુરાવા સાથે ભાજપના એક એક જૂઠનો પર્દાફાસ કર્યો છે.

*વીડિયોમાં ભાજપનો દાવો અને તેની હકીકત*

*ભાજપનો દાવો:* વેક્સિન ફોર્મ્યુલા ખીચડી રેસિપી નથી કે બધા માટે જાહેર કરી દેવાય!

*હકીકત:* કોવેકસીન ફોર્મ્યુલા ઓપન કરવાની જાહેરાત કરી દેવાઈ છે

*ભાજપનો દાવો:* વેક્સિન વિદેશ મોકલવી ભારતની મજબૂરી હતી અને પાડોશી દેશોમાં 1 કરોડ વેક્સિન આપી જેથી ત્યાંથી અહીં કોરોના ના આવે

*હકીકત:* UK, USA જેવા દેશોએ એકપણ વેક્સિન એક્સપોર્ટ કરી નથી તો ભારતે કેમ કરી? પડોશી દેશમાં 1 કરોડ વેક્સિન આપવાથી કોરોના અટકી જાય?

*ભાજપનો દાવો:* આંતરરાષ્ટ્રીય નિયમોને કારણે ભારત એકસપોર્ટ કરવા બંધાયેલ છે

*હકીકત:* જો ભારત એકસપોર્ટ કરવા બંધાયેલ છે તો હવે એકસપોર્ટ કેમ અટકાવ્યું? હકીકત એ છે ભારત બંધાયેલ નથી માટે કુતર્ક ના કરો.

*ભાજપનો દાવો:* આટલી મોટી સંખ્યામાં રસીકરણ કરવાનું હોવાને કારણે સમસ્યા આવી રહી છે

*હકીકત:* સરકાર ખુદ પાસે 7 વેક્સિન મેન્યુફેકચરિંગ યુનિટ છે તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો?

ગુજરાત ભાજપનો એવો પણ કુતર્ક છે કે વેક્સિન ફોર્મ્યુલા જાહેર ના કરી શકાય કારણકે તે ખીચડીની રેસિપી નથી. પરંતુ કેન્દ્ર સરકારે ખુદ જાહેરાત કરી છે કે કોવેક્સિનની ફોર્મ્યુલા જાહેર કરાશે. જેથી અન્ય કંપનીઓની મદદ લઇ વેક્સિન પ્રોડક્શન વધારી શકાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ એ જ કહ્યું છે કે ફોર્મ્યુલા જાહેર કરીને અન્ય કંપનીઓનો સહારો લઈને પ્રોડક્શન વધારવામાં આવે.

આમ ગુજરાત ભાજપની સોશિયલ મિડિયા ટીમ પહેલેથી જ બદનામ રહેલી છે. તેઓ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરતાં હોય એવી માહિતીઓ સતત રાક્ષસની જેમ ઓકે છે. પ્રજાને મૂર્ખ બનાવે છે. સરકાર અને ભાજપ સામે સાચું લખનારને ગાળો આપે છે. તે ફરી એક વખત પાર્થેશે ખુલ્લું પાડી બતાવ્યું છે. આવી ઘટનાઓથી ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ તેના ગુનાઓ કરતાં આ ગુનાઓથી વધારે બદનામ થઈ રહ્યાં છે.

બીજા જુઠ