ગુજરાતમાં કરોડો વાયરસથી તો એક પણ વ્યક્તિનું મોત થયું નથી, છતાં તે અંગે ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે છતાં સરકાર તમાકુ, પ્રદુષણ અને વૈશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતી નથી. છેલ્લાં 2 વર્ષમાં આ ત્રણ રોગના કારણે 13927 લોકોના મોત થયા છે અને 2,78,036 (2.78 લાખ) લોકોને રોગ બે વર્ષમાં થયો છે. આમ કોરોના કરતાં વધું ઘાતકી રોગ તો કેન્સર, ટીબી અને એઈડ્સ છે. રોજ 19થી 20 લોકો મરે છે. છતાં સરકાર કે લોકોને બહું દરકાર નથી.