ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલે મહુવા તાલુકામાં વિશ્વ હિનંદુ પરિ।દના નેતાની હત્યા થતાં 25થી 31 ઓક્ટોબર સાત દિવસ સુધી સોશિયલ મીડિયા , ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આંદોલન વખતે આનંદિ પટેલ અને પછી વિજય રૂપાણીએ લોકશાહી વિરૃદ્ધ જઈને ઈન્ટર નેટ પર ઓછામાંઓછો 77 વખત પ્રતિબંધ મૂકી દીધો હતો. દેન્દ્રમાં ભાજપની મોદી સરકાર પણ એવું જ કરી રહી છે.
ગુજરાતને સૌથી વધારે નુકસાન થયુ
અહેવાલ પ્રમાણે દેશના તમામ રાજ્યોમાં વર્ષ 2012થી વર્ષ 2017 દરમિયાન ઈન્ટરનેટ શટડાઉનને લીધે આશરે 3 અબજ ડોલર (લગભગ રૂપિયા 21 હજાર કરોડ)નું આર્થિક નુકસાન થયું છે. રાજ્યો પ્રમાણે આ સ્થિતિને જોઈએ તો ઈન્ટરનેટ શટડાઉનને લીધે ગુજરાતને 117.50 લાખ ડોલર (રૂ.90કરોડ)નું નુકસાન થયું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 61.02 લાખ ડોલર, રાજસ્થાનમાં 18.29 લાખ ડોલર, ઉત્તર પ્રદેશમાં 5.30 લાખ ડોલર, હરિયાણામાં 42.92 લાખ ડોલર, બિહારમાં 5.19 લાખ ડોલરનું નુકસાન પહોંચ્યું છે.
12,615 કલાક મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવાથી ભારતીય અર્થતંત્રને અંદાજે રૂ. 2.37 અબજ ડોલર (રૂ. 15,151.4 કરોડ) અને 3700 કલાક મોબાઇલ અને ફિક્સ્ડલાઇન ઇન્ટરનેટ શટડાઉન રહેવાના લીધે અર્થતંત્રને લગભગ 67.84 કરોડ ડોલર (રૂ. 4337 કરોડ)નું નુકસાન થયું છે.
નવિ દિલ્હી સ્થિત સોફ્ટવેર ફ્રિડમ લો સેન્ટર (SFLC) દ્વારા ઇન્ટરનેટ શટડાઉનના એક્ત્ર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં વર્ષ 2012થી આજ દિન સુધીમાં 382 વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં 4 ઓગસ્ટ 2019થી છ મહિના સુધી ઇન્ટરનેટ બંધ રહ્યું છે જે એક લોકશાહી દેશમાં સૌથી લાંબું ઇન્ટરનેટ શટડાઉન છે.
વર્ષ 2012થી 4 જાન્યુઆરી 2020 વચ્ચેની ઇન્ટરનેટ શટડાઉનની 381 ઘટનાઓમાંથી 62 ટકા એટલે કે 234 ઘટનાઓને SFLC દ્વારા ֥’નિવારક’- વર્ગીકૃત કરી, જેમાં કાયદા અને આદેશને પગલે નેટ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. ઇન્ટરનેટ શટડાઉન કરતા પહેલા યોગ્ય સમિક્ષા પ્રક્રિયા થવી જોઇએ.
ક્યાં વર્ષમાં કેટલી વખત ઇન્ટરનેટ બંધ થયું
વર્ષ – ઇન્ટરનેટ શટડાઉન
2012 – 3
2013 – 5
2014 – 6
2015 – 14
2016 – 31
2017 – 79
2018 – 134
2019 – 106
2020 – 4 (15 ફેબ્રુઆરી સુધી)
ગુજરાતમાં 25 ઓગસ્ટને મધરાતથી નેટ કનેકટિવિટી બંધ કરી દેવાઈ હતી, જે ઓલમોસ્ટ ચાર દિવસ બંધ રહી હતી, ત્યાર પછી એકતા યાત્રા વખતે રાજ્યમાં 24થી 48 કલાક માટે નેટ બંધ કરી દેવાયું હતું. કેટલાય વેપારીઓના કહેવા પ્રમાણે નેટ બંધ રહેતા વેપાર-ધંધામાં 20 થી માંડીને 40 ટકા સુધીનું વેચાણ ઘટી ગયું હતું.
ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવાથી સર્વિસ પ્રોવાઇડર કંપનીથી લઈને સરકાર સુધી દરેકને આર્થિક નુકસાન થાય છે. આ આર્થિક નુકસાન નાનું મોટું નહિ. એક નવા રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઇન્ટરનેટ શટડાઉનના કારણે કંપનીઓને દર કલાકે 2.45 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
છેલ્લા 5 વર્ષમાં 16 હજાર કલાક સુધી ઇન્ટરનેટ શટડાઉન રહ્યું છે. જેનાથી 3.04 બિલિયન ડોલર એટલે કે 21,584 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશને જાહેર કર્યા છે.
વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. વર્ષ 2018માં વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉનની કુલ જે ઘટના બની હતી તે પૈકી ભારતમાં 67 ટકા નોંધાઈ હતી.
વર્ષ 2012-17 દરમિયાન 16 હજાર કલાક કરતા વધારે નેટ બંધ રહ્યું
જાન્યુઆરી, 2012 અને જાન્યુઆરી, 2019 વચ્ચેના સમયગાળામાં 60 ટકા ઈન્ટરનેટ શટડાઉનની સ્થિતિ 24 કલાક કરતાં વધારે સમય માટે હતુ. 55 શટડાઉન 24 કલાકથી 72 કલાક લાગુ રહ્યું હતુઅને 39 શટડાઉન 72 કલાકથી વધુ સમય માટે લાગુ રહ્યું હતું. વર્ષ 2012થી ઈન્ટરનેટ શટડાઉનની સ્થિતિ 16 હજાર કલાકથી વધારે સમય માટે હતી. અત્યાર સુધી સૌથી લાંબુ શટડાઉન કાશ્મીરમાં રહ્યું છે. અહીં 5મી ઓગસ્ટ, 2019થી ઈન્ટરનેટ બંધ છે.
ઈન્ટરનેટ શટડાઉન સૌથી વધારે જમ્મુ-કાશ્મીરમાં
રાજ્યો પ્રમાણે જોઈએ તો વર્ષ 2012 થી 2019માં અત્યાર સુધીમાં સૌથી વધારે કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ રહ્યું છે. આ સમય દરમિયાન કુલ 367 શટડાઉન પૈકી 180 વખત કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાજસ્થાનમાં 67 વખત, ઉત્તર પ્રદેશમાં 20 વખત, હરિયાણામાં 13 વખત અને બિહાર તથા ગુજરાતમાં 11-11 વખત ઈન્ટરનેટ બંધ રહ્યું છે.
ઈમરજન્સી શું થાય છે?
ઈમરજન્સીની સ્થિતિમાં, કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ દ્વારા અધિકૃત સંયુક્ત સચિવ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપી શકે છે. જોકે, આ માટે તેઓએ 24 કલાકની અંદર કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવની મંજૂરી લેવી પડશે.
2017 પહેલાં અલગ નિયમ હતો
વર્ષ 2017 પહેલાં જિલ્લાના ડીએમ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપે છે. 2017માં સરકારે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિકોમ સર્વિસીસ (પબ્લિક ઇમરજન્સી અથવા પબ્લિક સેફ્ટી)ના નિયમ તૈયાર કર્યા. આ પછી હવે ફક્ત કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ અથવા તેમના દ્વારા અધિકૃત ઓથોરિટી ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપી શકે છે.