ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત સરકારના રૂપાણી પ્રદાન મંડળના પ્રધાન ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળું કારણ સી આર પાટીલ સામે અને પક્ષના ભ્રષ્ટાચારના કારણ પક્ષના લોકો માની રહ્યાં છે.
ભરૂચ ભાજપને ફટકો પડ્યો છે. તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતા. ઘણા વર્ષોથી ભાજપમાં હતા. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા હતા. એકાએક રાજીનામું આપી લેતા ભરૂચ ભાજપમાં ભૂકંપ થયો છે.
વિજય પટેલે ત્યાંના સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે અધ્યક્ષ સી આર પાટીલને લખેલા પત્રમાં અંગત કારણ હોવાની સ્પષ્ટતા કરી છે. પણ તેમણે સ્થાનિક નેતાઓ પર મોટા આક્ષેપ કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચારથી ભરપુર છે. પક્ષની વિચારધારા સામે મને કોઈ વાંધો નથી. પણ પક્ષના કાર્યકર્તાઓની વિચારધારા સામે મને વાંધો છે. ચૂંટણી વખતે આપેલા કોઈ વચન પણ પૂરા કરતા નથી. મારા કાર્યકર્તાઓ જેમ કહેશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરીશ.
જોકે, ચર્ચા તો એવી પણ છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરફથી ઉમેદવારીને લઈને જે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, એને લઈને વાંધો છે. આમ પણ વિજય પટેલની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે. એટલે રાજીનામા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે.
આ ઉપરાંત નવા નિયમ અનુસાર 60 વર્ષની વય, ત્રણ ટર્મ અને નેતાઓના સગાને કોઈ ટિકિટ નહીં નો નિર્ણય ઘણા નેતાઓને ક્યાંકને ક્યાંક ખટકી રહ્યો છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે તમામ મહાનગરોમાં માજી મેયરોને ચૂંટણીમાં ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. જોકે, આવનારા સમયમાં જાણીતા ચહેરાઓ પક્ષ પલટો કરે એવા પણ એંધાણ છે. આ ઉપરાંત બીજા પણ રાજીનામા પડે તો નવાઈ નહીં.
રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ દાસે ઉર્ફે વિજયસિંહ પટેલ ભાજપમાંથી રાજીનામું આપતાં રાજ્ય સરકારમાં ગંભીર પ્રત્યાઘાત છે.
વિજય હાંસોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને એ.પી.એમ.સી ચેરમેન તેમજ હાંસોટ ડીસ્ટ્રીક બેંક સાથે સંકરાયેલા છે. વિજય પટેલે અગઉ ધારાસભ્યની ચૂંટણી સમયે રાજીનામું આપ્યું હતું. જોકે મોવડી મંડળની સમજાવટ બાદ તેવોએ રાજીનામુ પરત ખેંચી લીધું હતું. પુનઃ ચૂંટણી પૂર્વે રાજનામું આપી દીધું છે. તેનો પત્ર સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો છે.
પક્ષની વિચારધારાના બદલે વ્યક્તિની વિચારધારા લાગુ પડી છે. ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારમાં માઝા મૂકી છે. પક્ષમાં હવે પાર્ટી ની વિચારધારા રહી નથી. વ્યક્તિની વિચારધારા ચાલી રહી છે. વ્યાભીચારી, ભ્રષ્ટાચારીની બોલબાલા છે, તેમની વિચારધારા ચાલી રહી છે.