અમદાવાદ, 17 એપ્રિલ 2020
માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર હસ્તકની i create એક સ્વાયત્ત સંસ્થા છે, જેણે આ એક્સરે આધારિત સાધન તૈયાર કર્યું છે.
ગુજરાત માટે આ એક અનોખી વિક્રમી ઘટના અને શોધ માનવામાં આવે છે.
સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણુ, ચાવી, કરીયાણાની વસ્તુઓ અને શાકભાજીને આ ઉપકરણ વડે જંતુમુક્ત કરી શકાય છે. માત્ર 10 મિનિટના સમયમાં આ ઉપકરણ કોઇપણ પદાર્થની સપાટીને 100% જંતુમુક્ત બનાવે છે.
i- Create સંસ્થાના યુવા વૈજ્ઞાનિક પ્રસે ને પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. રેડ કાર્બન ટેકનો હબના પ્રસેન વિંચુરકરને વસ્તુઓને જંતુમુક્ત રાખવા એક નવતર ઉપાય છે. એક વૈજ્ઞાનિક અને સંશોધક હોવાને નાતે તેઓએ i create ખાતેના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને વિકિરણ આધારિત ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ પારજાંબલી કિરણો દ્વારા વસ્તુને જંતુમુક્ત કરે છે.
260 નેનો મીટરની તરંગ લંબાઈ કોઈપણ બેક્ટેરીયા કે વાયરસ જેવા અતિસુક્ષ્મ જીવોના આર.એન.એ (રિબોન્યુક્લિક એસિડ) અને ડી.એન.એ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને તોડી કે ખંડિત કરે છે.
‘આ ઉપકરણ સુક્ષ્મ જીવાણુના સંક્રમણ સમયે તથા રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. માનવત્વચા અને આંખ માટે પારજાંબલી કિરણો નુકસાનકારક છે. માટે ઉક્ત ઉપકરણનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો હિતાવહ છે.
i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે 40 એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે. ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.