ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉત્પાદનના માંડ 1 ટકો ખરીદી કરી

ગાંધીનગર, 21 મે 2021

ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે.

3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન 45થી 48 લાખ ટન થવાની શક્યતા છે. ગયા વર્ષે 43.12 લાખ ટન ઉત્પાદન હતું. આમ 2.25 લાખ ટન વધું ઉત્પાદન થયું છે. કુલ ઉત્પાદનના માત્ર 1 ટકો ખરીદી કરી છે. આમ તો કુલ ઉત્પાદનના 3 ટકા ખરીદી થવાની હતી. બાકીના 97 ટકા ઘઉં તો ખાનગી બજારમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ ગયા છે અથવા વેચાવાના છે.

ગુજરાત સરકારે ચાલુ વર્ષે માત્ર 1.50 લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. પણ અત્યાર સુધીમાં 45 હજાર ટનથી વધું ખરીદી કરી નથી. આમ માત્ર 33 ટકા ખરીદી કરીને ખેડૂતો પાસેથી બીજી ખરીદી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે છે.

21 મે 2021 સુધી ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં કુલ ખરીદીથી 25 ટકા વધારે ઘઉંની ખરીદી કરી લેવામા આવી છે. દેશમાં 3.72 કરોડ ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. જે ગયા વર્ષે 3 કરોડ ટન થઈ હતી.

સરકારે ખરીદી ન કરી હોવાથી વાવાઝોડા અને વરસાદથી હજારો ખેડૂતોના ઘઉં પલળી ગયા છે. ભારે નુકસાન થયું છે. તેનું વળતર સરકારે આપવું જોઈએ એવું ખેડૂતો માની રહ્યાં છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓમાં ઘઉં ખુલ્લામાં પડી રહ્યાં હતા. તે પલળી ગયા છે. આમ સરકારે વિલંબ કરતાં ફટકો ખેડૂતોને પડ્યો છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પોતાના 235 ગોડાઉન પર આ ખરીદી થતી હતી. જે એકાએક કોરોનાનું બહાનું બતાવીને બંધ કરાવી દેવામાં આવી હતી.

100 કિલો ઘઉંના 1975 લેખે ખરીદી કરવામાં આવી છે. ગયા વર્ષે 1940 ભાવ હતો. જોકે ખેડૂતોને 100 કિલોના ઘઉં 2400-2500 રાખવામાં આવે તો જ પરવડે તેમ છે.

આ પણ વાંચો 

શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા કોઈ તૈયાર નથી,

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંનું ઉત્પાદન, ટેકાના ભાવે ખરીદી માત્ર 1 ટકો, પંજાબને જલસા-ગુજરાતને અન્યાય