ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત્પાદકતા આ રીતે ઘટી રહી છે

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2020

સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તરફથી મોં ફેરવી લીધું છે. તેનું કારણ શું છે ? આણંદ કૃષિ યુનિવર્સિટીના બીડી તમાકુ સંશોધન કેન્દ્ર દ્વારા તમાકુની ખેતીના અર્થતંત્ર પર ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં મહત્વના કેટલાંક કારણો ઉડીને આંખે વળગે એવા છે. ગુજરાત સરકારે તમાકુ મુક્ત ગુજરાત કરવાની જાહેરાત કરીને બેસી ગઈ છે પણ ખેડૂતો વાવેતર ઘટાડી રહ્યાં છે. કારણ કે રૂપાણી સરકારના કારણે ભાવ નીચે ગયા છે, ખેડૂતોની હરિફાઈ, મજૂરીના દર વધ્યા છે. ઉત્પાદકતા 33 ટકા ઘટી ગઈ છે. આ બધા કારણે ખેડૂતોએ તમાકુ ઉગાડાવનું ઓછું કર્યું છે.

કેટલું ખર્ચ

ગુજરાતમાં બીડી પીવાની તમાકુ અને કલકત્તી તમાકુ એમ બે પ્રકારની પેદા થાય છે.  1 મે 2020ના દિવસે તમાકુનો ખેડૂત પાસેથી 20 કિલોનો ખરીદ ભાવ રૂ.800-900 હતો. જે સારા ભાવ નથી. ખેડૂતોના સારા ભાવ મળતા બંધ થઈ ગયા છે. ખેડૂતોને એક હેક્ટરે બિડીની તમાકુનો જે ખર્ચ થાય છે તેમાં 25.25 ટકા તો મજૂરીનું ખર્ચ થાય છે. મનરેગા આવ્યા પછી મજૂરીના ભાવો ઊંચકાયા છે અને તેથી ખેતીમાં ખર્ચ વધ્યું છે. રાસાયણીક ખાતરનું ખર્ચ 12 ટકા હોય છે. જેના ભાવ વધ્યા છે. કુલ ખર્ચમાં જંતુનાશક દવાનું ખર્ચ 0.72 ટકા છે. જે લગભગ હેક્ટરે 500-600થી વધતું નથી. આમ હેક્ટરે 19596 રૂપિયા મજૂરી થાય છે.

ક્વીન્ટર દીઠ ઉત્પાદન ખર્ચ રૂ.2522 થાય છે. ભાવ 4200 આવે છે. હેક્ટરે આવક રૂ. 1.39 લાખની સામે ખર્ચ 97 હજારની આસપાસ થાય છે. કલકત્તી તમાકુમાં થોડી આવક વધે છે. પણ તેમાં જોખમી ફેક્ટર વધું છે. પાક નાશ પામે ત્યારે કંઈ હાથમાં આવતું નથી. આમ દર 3 વર્ષમાંથી એક વર્ષ ખોટની ખેતી હોય છે. તેથી આવક અને ખર્ચ વચ્ચે બહું ફેર રહેતો નથી. તેથી ખેડૂતો તમાકુની ખેતી છોડી રહ્યાં છે.

14 જિલ્લામાં હરિફાઈ વધી, વાવેતર હેક્ટર

અમદાવાદ 100, બનાસકાંઠા 8400, વડોદરા 6900, ગાંધીનગર 3200, ખેડા 66000, આણંદ 78100, મહેસાણા 13400, પાટણ 1600, પંચમહાલ 100, સાબરકાંઠા 6400, સુરત 100, મહીસાગર 4300, છોટાઉદેપુર 12500, અલવલ્લી 800 મળીને 2016-17ના આખરી આંકડા પ્રમાણે 2.01 લાખ હેક્ટરમાં વાવેતર હતું. જે અત્યાર સુધીનું સૌથી વધું હતું. આ બદા જિલ્લામાં વાવેતર વધતાં પૂરવઠો વધી ગયો છે તેથી ભાવ નીચે જતાં રહ્યાં છે.

2012-13નું વાવેતર

ભારતમાં ગુજરાત

ભારતમાં 4.30 લાખ હેક્ટર વાવેતરમાં 6.60 લાખ ટનની સામે ગુજરાતમાં 2012-13માં 1.24 લાખ હેક્ટરમાં 2.12 લાખ ટન તમાકુ પેદા કર્યું હતું. ભારતમાં એક હેક્ટરે 1542 કિલો અને ગુજરાતમાં 1716 કિલો છે. 2016-17માં 2.01 લાખ હેક્ટરમાં તમાકુ હતું.પરંતુ 2017 18માં 1.20 લાખ હેક્ટર અને 2018-19માં 1.16 લાખ હેક્ટરમાં તમાકુની ખેતી થઈ. આ વર્ષે 1 લાખ હેક્ટરની આસપાસ થઈ શકે છે.

ઉત્પાદકતા નીચે આવતાં ખોટ વધી છે.

33 ટકા ઉત્પાદન ઘટી ગયુ

2019-20માં છેલ્લા વર્ષે 1.62 લાખ હેક્ટરમાં વાવેતર હતું. જેમાં ખરીફ 48230, રવી 114180 હતું, બન્ને ઋતુ થઈને 350230 ટન તમાકુ થયું હતું. હેક્ટર દીઠ ઉત્પાદન 2156 કિલો થયું હતું. ઉત્તર ગુજરાતમાં પણ તંબાકુ ના પાકની ખેતી વધે છે. ઉત્પાદન બીડીની તમાકુનું હેક્ટરે 31.36 ક્વિન્ટલ મળતું હતું. કલકત્તી તમાકુ 32.11 ક્વિન્ટલ આપતું હતું તે 2019-20માં ઘટીને 21.56 ક્વિન્ટલ થઈ ગયું છે. આમ 33 ટકા ઉત્પાદન ઘટી ગયું છે. 5 વર્ષ પહેલા એક હેક્ટરે 1 રૂપિયાના રોકાણ પછી કલકત્તીમાં 2.35 રૂપિયા મળતા હતા. બીડી તમાકુમાં 1 રૂપિયાના રોકાણ પછી 97 પૈસા નફો રહેતો હતો. ભાવ ફેર, રોગચાળો, કુદરતી આફતના જોખમની ગણતરી કરવામાં આવે તો 1 રૂપિયાના રોકાણ પછી 10-15 પૈસા નફો મળી શકે છે. તમાકુ ઓછું વાવવાનું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે.

તમાકુની જાતો

પિયત વિસ્તારમાં બીડી માટેની તમાકુ આણંદ-2, આણંદ 119, ગુજરાત તમાકુ-5, ગુજરાત તમાકુ-9, ગુજરાત તમાકુ હાઇબ્રીડ1 જાતો સારું ઉત્પાદન આપે છે. બિનપિયત વિસ્તાર માટે આણંદ 119, ગુજરાત તમાકુ 4, ગુજરાત તમાકુ 7 જાતો પસંદ કરવામાં આવે છે.

કલકત્તી તમાકુ માટે ગુજરાત કલકત્તી: 1,ગુજરાત કલકત્તી, 2, ગુજરાજ કલકત્તી 3 જાતો સારી છે. પ્રતિકારક બીડી તમાકુની જાત ગુજરાત તમાકુ 9 અથવા મોઝેક પ્રતિકારક ગુજરાત તમાકુ હાઇબ્રીડ 1 વાવવા આણંક કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે. ધરૂ 5 થી 6 અઠવાડીયા બાદ ને બીડી તમાકુના ધરૂ 7 થી 9 અઠવાડીયા બાદ રોપણી માટે તૈયાર થઈ જાય છે. કલકત્તી તમાકુની ફેરરોપણી સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે, જ્યારે બીડી તમાકુની ફેરરોપણી ઓગસ્ટના ત્રીજા અઠવાડીયા થી સપ્ટેમ્બર ના ત્રીજા અઠવાડીયા સુધી કરી દેવામાં આવે છે.