ભાજપની હિંદુ પ્રયોગશાળા ગુજરાતમાં ગાય કરતાં ભેંસનું મહત્વ વધારે

ગાંધીનગર, 5 ઓગસ્ટ 2020

ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાત ક્યાંય નથી. તેના સ્થાને ભેંસના ઉછેરમાં ગુજરાત સમગ્ર દેશમાં 3 નંબર પર આવી ગયું છે. ગુજરાતમાં ગાય કરતાં ભેંસને વધારે મહત્વ 24 વર્ષમાં આપવામાં આવતાં આજે આવી સ્થિતી આવીને ઊભી રહી છે. ગુજરાતમાં 1.04 કરોડ ભેંસ છે અને ગાય 92 લાખ છે.

લાંબા સમયથી ભાજપ શાસીત રાજ્યો રહેલા છે ત્યાં પણ ભેંસને વધારે મહત્વ મળી રહ્યું છે. જેમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત છે. તેની સામે બીજા રાજ્યોએ ગાયનું રાજકારણ રમવાના બદલે ભેંસને મહત્વ આપવાનું બંધ કરી દીધું છે. હરીયાણા એક સમયે ભેંસનું જ દૂધ પીતો હતો હવે ત્યાં 7 વર્ષમાં ભેંસની સંખ્યા 28.22 ટકા ઓછી થઈ છે. પંજાબ એક સમયે ભેંસો વધું હતી હવે ત્યાં લોકો ભેંસની સંખ્યા 22.17 ટકાના દરે 7 વર્ષમાં ઘટાડી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણામાં પણ આવું જ છે. આમ જ્યાં ભાજપનું શાસન ઓછું રહ્યું છે ત્યાં અથવા શાસન જ નથી ત્યાંના લોકો ચૂપચાપ ભેંસો ઓછી કરીને ગાયને મહત્વ આપીને તેનું દૂધ પીવા લાગ્યા છે.

ગુજરાતમાં 92 લાખ ગાય છે તેમાં 33 લાખ ગાય વિદેશી કે વિદેશી સાંઢ સાથે સંવનન કરાવેલી ઓલાદની છે. આમ 35 ટકા ગાયો તો વિદેશી છે. 18 લાખ બળદમાંથી 1 લાખ સાંઢ તરીકે ઉપયોગ થાય છે. તેની સામે 5 લાખ પાડા છે.