ભારતની તમામ જાતો કરતાં વધું ઉત્પાદન આપતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી

ગાંધીનગર, 20 ઓગસ્ટ 2020

ગુજરાતમાં 18 જાતની શેરડી ઉગાડવામાં આવે છે. તે વહેલી પાકતી જાત છે. 10થી 12 મહિનામાં તે પાકી જાય છે. વહેલી પાકતી જાતોમાં ગુજરાત શેરડી 3, 4, 5, જીએનએસ 8, કોસી છે. વહેલી પાકતી, પાણી, વજન અને પવનથી ઢળી ન પડે એવી મજબૂત સાંઠો ધરાવતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરી છે. નવ્યા તેનું નામ આપવામાં આવ્યું છે. (ગુજરાત સુગર કેન-કો.એન.13072 (જી.એન.એસ.-11 નવ્યા). નવી જાતથી દક્ષિણ ગુજરાતમાં એક હેક્ટરે 132.53 ટન ઉત્પાદન આપેલું છે. જે બીજી વવાતી જાતો કરતાં 18થી25.24 ટકા વધારે ઉત્પાદન આપે છે. આ જાત ખાંડનું ઉત્પાદન સારૂં એવું આપે છે. સુકારો અને રાતડા રોગ સામે પ્રતિકાર કરી શકે છે. ચાબુક આંજિયા સામે રોગપ્રતિકાર કરે છે. મહત્વની જીવાતો સામે ઓછી ગ્રાહ્ય છે. તેની લામપાકની ક્ષમતા ઘણી સારી છે. વિભાગીય શેરડી સંશોધન કેન્દ્ર કહે છે કે, 7 વર્ષથી શેરડીના પાકમાં જીવાતો વધી રહી છે. જેમાં સુકારો, ચાબુક આંજીયો, વેધકો, સફેદ માખી વધું છે.

એક હેક્ટરે રૂ.61 હજારનું વધું ઉત્પાદન

નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા નવસારીના શેરડી સંશોધન શાખા દ્વારા આ જાત વિકસાવવામાં આવી છે. બીજી જાણીતી જાત કો.એન.05071 (ગુજરાત સુગર કેન 5)નું ઉત્પાદન 113.84 ટન છે. કો.એન.05072 (ગુજરાત સુગર કેન 6) નું ઉત્પાદન 132.53 ટન છે. આમ 18.69 ટન વધુ ઉત્પાદન એક હેક્ટરે આપે છે. એક હેક્ટરે રૂ.4.35 લાખનું ઉત્પાદન આપે છે. તેની સામે કો.એન.05071 રૂ.3.73 લાખનું ઉત્પાદન આપે છે. આમ એક હેક્ટરે રૂ.61303નું વધું ઉત્પાદન આપે છે. કાપણી વર્ષ 2019-20માં શેરડીનો ભાવ એક ટનના રૂ.3280 હતો.

ગુજરાતમાં વાવેતર

શેરડીનું ગુજરાતમાં 240000થી 250000 હેક્ટરની વચ્ચે વાવેતર હમણા થાય છે. જેમાં સૌથી વધું સુરતમાં 121200 હેક્ટર છે. જે ગુજરાતનું 50 ટકા વાવેતર સુરત જિલ્લામાં થાય છે. તાપીમાં 26700 હેક્ટર છે. વડોદરા3300, ભરૂચ 45000, નર્મદા 6700, વલસાડ 9000, નવસારી 17000, ડાંગ 200, આણંદ100, અમરેલી 100, ભાવનગર 2100, રાજકોટ 100, અરાવલી 100, મોરબી 100, ગીરસોમનાથ 2600 હેક્ટરમાં 2016-17ના આખરી અહેવાલ પ્રમાણે સિંચાઈથી શેરડી થાય છે.

જૂનાગઢની નવી જાત

શેરડી અને ખાંડનું વધારે ઉત્પાદન મેળવવા માટે ગુજરાત શેરડી 5 (કો એન 05071) એક હેક્ટર દીઠ 121.20 ટન ઉત્પાદન આપે છે. જે અન્ય જાતો કરતાં 17થી 19 ટકા વધું ઉત્પાદન આપે છે. જો કે સંશોધન કેન્દ્ર તો ત્યાં સુધી દાવો કરે છે કે, આ નવી જાત 152 ટનનું ઉત્પાદન હેક્ટર દીઠ આપે છે. જેમાં 18.76 ટકા સુક્રોઝ મળે છે. આ જાતના ધ્રોયા પાકમાં અંકુશ જાતો કરતાં 32થી 62 ટકા વધારે ( 97.59 ટન-હેક્ટરે) ઉત્પાદન મળેલું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં તે ગોળ માટે સારી છે. સુકારો અને રાતડાનો રોગ સામે લડી શકે છે. તેને ગુજરાત સુગર કેન 6 ટક્કર મારી રહી છે.

ભારતમાં શેરડી

81 ટનની ઉત્પાદકતા સરેરાશ વધારી શકાશે. ખાંડની રીકવરી 10.5 ટકા છે તે વધારીને 11 ટકા સુધી શઈ શકે. ભારતમાં શેરડીની ઉત્પાદકતા 116 ટનની છે. વિશ્વમાં 186 કરોડ ટન, ભારતમાં 35 કરોડ ટન, બ્રાજીલમાં સૌથી વધું 76.85 કરોડ ટન છે. બીજા નંબર પર ભારત છે. ત્રીજા નંબર પર ચીનમાં 10 કરોડ ટન શેરડી પેદા થાય છે. ભારતમાં 70 ટન અને બ્રાઝીલમાં 75 ટન તથા ચીનમાં 75 ટન એક હેક્ટરે શેરડી પાકે છે.

ખાંડનું ઉત્પાદન વધી શકે

ગુજરાત રાજ્યમાં ગઈ ઋતુમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે. ખાંડનું 2018-19માં 11.21 લાખ ટન ઉત્પાદનની સરખામણીમાં ગુજરાતે ચાલુ સીઝનમાં 9.28 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. દેશમાં 1 ઓક્ટોબર 2019-20થી ખાંડ મીલોમાં દેશમાં 305 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે. ખાંડ ઉત્પાદનમાં ભારત 35.5 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે વિશ્વનો નંબર 1 દેશ બનશે. ખાંડની વપરાશમાં દુનિયામાં સૌથીઓ મોટા ગ્રાહક ભારત હવે સૌથી મોટા ઉત્પાદક તરીકે નામ આવી રહ્યું છે અને સૌથી ઉત્પાદક દેશ બ્રાઝિલને પણ પાછળ રાખી દેશે. જેમાં ઉત્તર પ્રદેશમાં 13થી 13.5 લાખ મેટ્રિક ટન, મહારાષ્ટ્રમાં 11થી 11.5 લાખ મેટ્રિક ટન , ગુજરાતમાં 1.2, તામિલનાડું 0.9,કર્ણાટક4.5, અન્ય રાજ્યો 4.2 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ગયા વર્ષે થયું હતું. દેશનું કુલ ઉત્પાદન 35.5 લાખ મેટ્રિક ટન થવા જય રહ્યું છે. જે એક રેકોર્ડ બની રહેશે. દેશના કુલ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ 38 % ખાંડ પેદા કરે છે. દેશમાં 53.37 લાખ શેરડીના ખેડૂતોમાંથી ઉત્તર પ્રદેશમાં 37લાખ ખેડૂતો દ્વારા જ 1,111 લાખ તન શેરડી પેદા કરવામાં આવે છે.

નવી ટેકનોલોજી

કળીઓને બદલે બીજ વાવેતરથી શેરડીનો પાક લેવા ખેડૂતોને વિજ્ઞાનીઓ જણાવી રહ્યાં છે. કળી દ્વારા એક શેરડીનો સાંઠો થઇ શકે છે જ્યારે બીજ દ્વારા વાવેતર કરવાથી તેની અનેક ડાળીઓ ફૂટે છે અને તેટલા શેરડીના ગાંઠા વધુ થવાની શક્યતા છે. ભારતમાં શેરડીની નવી જાત CO 86032 અને CO 212 છે. તેનાથી શેડીની ગુણવત્તા સુધરતાં 9% ફાયદો છે. ગોળ, પ્રવાહી ગોળ, ગોળમાંથી મીઠાઈ, ખાવાની વસ્તુ, શેરડીનું હેન્ડીક્રાફ્ટ ખેડૂતો કરી શકે છે.