ગુજરાતની નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી. પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 5 વર્ષમાં 286 કરતા વધુ યુનિટ્સ કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. તેમાં કેટલું રોકાણ થયું તે અંગે ગુજરાત સરકારે કોઈ જાહેરાત કરી નથી.
15 ટકા વૃદ્ધિ
ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં (2009-2018) પ્રવાસીઓની સંખ્યા 15% CAGRના દરે વધી છે. જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.
નવી નીતિ
કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરિઝમ, રિલિજિયસ/સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝ્ડ એક્સપિરિયન્સ ટુરિઝમ (ગ્રામ્ય વિસ્તારનું પ્રવાસન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર એક ડેડિકેટેડ ગુજરાત ટુરિઝમ ડેસ્ક બનાવવામાં આવશે. પ્રવાસીઓને ગુજરાત ટુરિઝમ કાર્ડ્સ અથવા ઇ-વાઉચર્સ આપવામાં આવશે.
કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટ્સનું પ્રમોશન કરવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ દ્વારા સ્થાનિક હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે.
ગાઈડ માટે રૂ.4000 પગાર
હોટેલો, રિસોર્ટ્સ અને ટુર ઓપરેટરોને ટુરિસ્ટ ગાઇડ્સને નિયુક્ત કરવામાં સહયોગ કરશે. દર મહિને વ્યક્તિદીઠ મહત્તમ રૂ.4000ની નાણાકીય સહાયતા 6 મહિના સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
ઇ-વેહિકલ્સ સબસિડી
ઇ-વેહિકલની ખરીદી પર 15%ની કેપિટલ સબસીડી, ઇ-વેહિકલ્સ માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સનું નિર્માણ કરવા માટે 25% કેપિટલ સબસીડી, ગ્રીન બિલ્ડીંગ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ, ટુર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવેલી ફીના 50% રિઇમ્બર્સમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેરેવાન ટુરિઝમ, ગ્રામ્ય મેળા, હાઇ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ, MICE ઇવેન્ટ્સ, એડવેન્ચર ટુરિઝમ, નદી સરોવર ક્ષેત્રોમાં રિવર ક્રુઝ માટે કેપિટલ સબસીડીઓ અને અન્ય નાણાકીય સહાયતાઓ જાહેર કરવામાં આવી છે.
હોટલો, રિસોર્ટ્સ, કન્વેન્શન સેન્ટર્સ, વેલનેસ રિસોર્ટ્સ, થીમ પાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક્સ, ટુરિઝમ હોસ્પિટાલિટી અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ભૂંગા/કોટેજ/લોગ હટ તેમજ ટુર ઓપરેટરો માટે નાણાકીય પ્રોત્સાહનો આ નૂતિમાં જાહેર કરવામાં આવ્યાં છે.
પ્રોત્સાહન
1 – 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.2 લાખ) આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
2- ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે
3 – સસ્ટેનેબિલિટી માટે સર્ટિફિકેટશન ફીના 50% રકમ રિઇમ્બર્સ કરવામાં આવશે
4 – વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર મહત્તમ રૂ.20,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.
5 – CoT (કમિશ્નર ઓફ ટુરિઝમ) હેઠળ રજિસ્ટર થયેલી હોટલોમાં રોકાણ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
6 – વિશિષ્ટ પ્રવાસન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.10 લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમ માટે રહેશે.
7- 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.25 લાખ) દ્વારા રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે.
8- 6 મહિના માટે મહિને ગાઇડદીઠ રૂ.4000 સુધીની નાણાકીય સહાયતા.
9 – ગુજરાતની સંસ્કૃતિના કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.
10 – 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન અપાશે.
11 – 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને MICE સેક્ટરને ઉત્તેજન અપાશે.
12 – MICE ઇવેન્ટ્સ રૂ.5 લાખ સુધીની અને રૂ.2 લાખ સુધીની નાણાકીય સહાય.
13 – એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી, મહત્તમ રૂ.15 લાખ અપાશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નીતિ જાહેર કરી છે.