ઉત્તરપ્રદેશ ૯.પ૪ મિલીયન યુનિટ- બિહાર ૭.૧૩ મિલીયન યુનિટ – પશ્ચિમ બંગાળ ૮.પપ મિલીયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી
ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું દેશના ૧૦ રાજ્યોને વેચાણ કર્યુ છે. ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.
ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેમાં આંધ્રપ્રદેશને પ.૪૦ મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૪ના દરે, છત્તીસગઢને ૦.પ૦ મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૦, તામિલનાડુ ૧.૬૦ મિલીયન યુનિટ વીજળી પ.૧૩ પ્રતિ યુનિટ, ઉત્તરપ્રદેશ ૯.૫૪ મિલીયન યુનિટ વીજળી ૪.૦૭ પ્રતિ યુનિટ, મહારાષ્ટ્ર ૦.પ૦ મિલીયન યુનિટ રૂ. ૪.૦૦ પ્રતિ યુનિટ તેમજ પશ્ચિમ બંગાળ ૮.પપ મિલીયન યુનિટ વીજળી દર યુનિટે ૩.૭૯ના ભાવે, બિહાર ૭.૧૩ મિલીયન યુનિટ વીજળી ૪.૭૧ પ્રતિ યુનિટના ભાવે, ઝારખંડ ૩.૩૦ મિલીયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૩.૯૧ના ભાવે તેમજ ઓરિસ્સા ૬.૦પ મિલીયન યુનિટ વીજળી યુનિટ દિઠ ૪.પ૧ના ભાવે અને મણીપૂર ૦.૦૪ મિલીયન યુનિટ વીજળી રૂ. પ પ્રતિ યુનિટના ભાવે વેચવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડીયન એનર્જી એકસચેન્જને ૧૩૮.ર૧ મિલીયન યુનિટ વીજળી ૪.૧૧ પ્રતિ યુનિટના ભાવે ગુજરાત સરકારે વેચી છે.