દિલીપ પટેલ 10 ડિસેમ્બર 2021
ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર વિશ્વમાં એરંડીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. હવે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે મળી શકે અને દેશમાં ઉત્પાદનમાં રેકર્ડ સ્થાપિત કરી શકે તો નવાઈ નહીં.
દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદનનો 38 ટકા છે. દુનિયામાં વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશમાં વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.
હવે ગુજરાત 10 જાત વિજ્ઞાનીઓએ શોધી છે તેનાથી ગુજરાત આગામી 5 વર્ષ સુધી વિશ્વમાં પ્રથમ હરોળમાં રહે આવી શક્યતા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા આ વર્ષે જેનો અહેવાલ જાહેર કરીને માન્યતા આપવામાં આવી છે. આણંદમાં તો તેનું સંશોધન 2019માં થઈ ગયું હતું. ટ્રિપલ બ્લૂમ, મહોગની સ્ટેમ, ડાયવર્જન્ટ શાખાઓ. તેલનું પ્રમાણ 50.03% છે. આ હાઇબ્રિડ ચેક GCH 7 કરતાં 9.12% વધુ ઉપજ આપે છે. તે મધ્યમ સમયગાળાની હાઇબ્રિડ છે. જેમાં છોડનું મધ્યમ કદ છે. બીજનું વજન વધુ છે. આ વર્ણસંકર વિલ્ટ રોગ સામે પ્રતિરોધક છે. શોષક જીવાતોનું ઓછું પ્રમાણ દર્શાવે છે. 89-112 દિવસમાં પાકી જાય છે.
ગુજરાતના એઆરએસ, સણસોલી કેન્દ્ર દ્વારા જાત તૈયાર કરાઈ છે.
ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવેલી એરંડાની નવી જાત ચારૂતર ગોલ્ડથી ખેડૂતોને સીધો 1600 કરોડનો ફાયદો થશે
દિવેલાની નવી ચારૂતર ગોલ્ડ કર જાત આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. જેમાં 50 ટકા તેલ નિકળે છે. નવી જાત ચારૂતર ગોલ્ટ 668 કિલો વધારે ઉત્પાદન આપીને સુપર સાબિત થઈ છે. જીસી 3 જાત કરતાં 45 ટકા વધું ઉત્પાદન આપે છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યયાલયના સંશોધન ડાયરેક્ટર, ડીન ડો. આર. વી. વ્યાસે જણાવ્યું હતું કે, સૂકારાના રોગ સામે પ્રતિકાર ધરાવતી અનોખી જાત છે. ટ્રીપલ બ્લૂમ, મહોગાની સ્ટેમ, ડાયવર્જન્ટ બ્રાંચિંગ ધરાવે છે. આખા ગુજરાતમાં ગમેત્યાં સિંચાઈ વિસ્તારમાં ઉગાડી શકાય છે. મધ્ય ગુજરાતમાં વધું સારી છે. નોર્થ ગુજરાતમાં હાલ 7 નંબરની ચાલે છે. તેના સ્થાને સારી રીતે સ્થાન લઈ શકે તેમ છે.
ડો.અજય ભાણવડિયા કહે છે કે, પહેલું વર્ષ હોવાથી હવે 3 વર્ષ મલ્ટીપલ પ્રોડક્શન કર્યા પછી તે ખેડૂતોમાં મોટા પ્રમાણમાં આપવામાં આવી રહી છે. સીડ્સ તૈયાર કરીને વેરાયટીની પ્લોરીટી કરીને મલ્ટીપલ કરવામાં આવે છે.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સણસોલી કૃષિ સંશોધન કેન્દ્રના વિજ્ઞાની જે કે પટેલ અને તેમની ટીમ દ્વારા જીસીએચ 10 જાત વિકસાવી છે. જીસીએચ 7 જાતના એરંડી 111 દિવસમાં પાકે છે. નવી જાતના 100 દાણાનું વજન 35.35 ગ્રામ છે. જીસીએચ દાણાનું વજન 31.79 ગ્રામ છે.
સણસોલી કેન્દ્ર દ્વારા 2018માં પણ એરંડીની નવી સંકર જાત વિકસાવવામાં આવી હતી. જે બ્રાઊન રંગના બી ધરાવે છે. 3230 કિલો એરંડી બીજનું ઉત્પાદન કરે છે.
2020-21ની ઋતુમાં 6.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કૃષિ વિભાગની ધારણા હતી કે 14.74 લાખ ટન એરંડીનું ઉત્પાદનની ધારણા હતી. 2021-22માં 6.30 લાખ હેક્ટરમાં 14.08 લાખ ટન એરંડીના ઉત્પાદનની ધારણા કૃષિ વિભાગે વ્યક્ત કરી છે. અને હેક્ટરે 2235 કિલોનું સરેરાશ ઉત્પાદ કૃષિ વિભાગ દ્વારા પહેલી ધારણામાં વ્યક્ત કરી છે.
ગુજરાતમાં સરેરાશ 2292.69 કિલો અરંડી હેક્ટરે પેદા થાવાની ધારણા છે.
આમ ગુજરાતની સરેરાશ કરતાં નવી જાત 3230 કિલો એટલે કે 937 કિલો વધુ ઉત્પાદન આપે છે. સરેરાશ કરતાં 40 ટકા ઉત્પાદન વધું આપે છે. જો આખા ગુજરાતમાં તે ઉગાડવામાં આવે તો તે સરેરાશ 25 ટકા પણ વધું ઉત્પાદન આપે તો 4 લાખ ટન એરંડીનું ઉત્પાદન એકી સાથે વધી શકે તેમ છે.
20 કિલો એરંડાનો ભાવ 1 ફેબ્રુઆરી 2021માં જામજોધપુર એપીએમસીમાં 800 રૂપિયા અને ભાભરમાં 1684 રૂપિયા ભાવ હતો. આમ 800 રૂપિયા નીચો ભાવ ગણવામાં આવે તો રૂ.1600 કરોડનો સીધો ફાયદો નવી જાતથી ખેડૂતોને થઈ શકે છે.
દિવેલાના ઉત્પાદન અને તેલની નિકાસમાં ભારત પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં દિવેલાની સરેરાશ ઉત્પાદકતા 1971 કિ.ગ્રા. પ્રતિ હેકટર છે. જે દુનિયામાં સૌથી ઉચી છે. આ ઉત્પાદકતા મેળવવામાં દિવેલાની સંકર જાતો, પાક સંરક્ષણ, જળ અને જમીન વ્યવસ્થાપન તેમજ જે તે વિસ્તારને અનુરૂપ વૈજ્ઞાનીકો અને ખેડૂતોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિના કારણે છે.
ગુજરાત એરંડા 9 જાત
2018માં ગુજરાત હાઈબ્રિડ એરંડા 9 (GCH 9) જાત શોધવામાં આવી હતી. જે હયાત હાઈબ્રિડ જાતની એરંડી GCH-7 કરતાં 9 ટકા વધારે ઉત્પાદન આપે છે. જીવાત સામે ટક્કર આપે છે. GCH-9 માં હેક્ટરે 3820 કિલો એરંડી મળે છે. જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ સારી એવી હોવાથી તે જંતુનાશક દવાનું ખર્ચ પણ ઘટાડે છે. 48.3 ટકા તેલ તેના બિયાંમાંથી નિકળે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાનીઓએ નવી વેરાયટી શોધીને ગુજરાતને નવા રોડ મેપ પર લાવી દીધું છે.
2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12.15 લાઠ ટન થયું હતું. જેમાં ગુજરાતમાંથી 12.15 લાખ ટન થયું હતું. દેશના 77 ટકા માલ ગુજરાતનો હોય છે.
249 તાલુકામાંથી 67 તાલુકામાં એરંડી થાય છે. જે ત્યાંના એપીએમસીમાં વેચવા જાય છે અથવા વેપારીઓ ખેડૂતોના ખેતરથી જ માલ લઈ જતાં હોય છે.
ગયા ચોમાસામાં 6.52 લાખ હેક્ટરમાં 15 લાખ ટન એરંડી પેદા થઈ હતી. હેક્ટર દીઠ 2293.55 કિલો ઉત્પાદન ખેડૂતોએ લીધું હતું.
એરંડીમાં ગુજરાત સૌથી આગળ છે તેની પાછળ સારા બિયારણો છે. ગુજરાતમાં હાઈબ્રિડ જાતો સૌથી વધું શોધાઈ છે.
10 વર્ષમાં ભારે વધારો
હેક્ટરે 2010 કિલોની ઉત્પાદકતા સાથે 4.90 લાખ હેક્ટરમાં વાવેતર 2010-11માં થયું હતું. આજે હેક્ટરે 2303 કિલો સાથે 6.38 લાખ હેક્ટરમાં 14.70 લાખ ટન એરંડી પેદા થઈ છે. આમ 10 વર્ષમાં હેક્ટરે ઉત્પાદકતા 300 કિલોની વધી છે.
એરંડીનું તેલ અને ખોળ બને છે. તેલ રંગ ઉદ્યોગ, ડિટરજન્ટ, શાહી, દવા, પ્લાસ્ટિક, પોલિશ, લુબ્રિગેન્ટ સહિત 250 પ્રકારના ઉદ્યોગોમાં તેનો વપરાશ છે. તેથી વિશ્વમાં માંગ છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. ગુજરાતને નામના અપાવનાર કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતો છે. વેપરીઓ હવે ખેડૂતોની લૂંટ કરીને વિદેશ માલ મોકલે છે.