પદ્મા નામની નવી જાતની મગફળી ગુજરાતના ખેડૂતોને ન્યાલ કરી શકે તેમ છે

મગફળી

દિલીપ પટેલ – 02 ડિસેમ્બર 2021

ગુજરાત મગફળી 41 (JPS 65) પદ્મા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા નવી જાત વિકસાવવામાં આવી છે. વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય, ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી, શીંગની સરેરાશ ઉપજ હેક્ટર દીઠ 2722 કિલો છે. 120 દિવસમાં મગફળી તૈયાર થઈ જાય છે. રોગો માટે પ્રતિકારક છે.

636 કિલો વધારે ઉત્પાદન આપતી જાત છે. તેથી 10 લાખ મગફળી પકવતાં ખેડૂતો તો આ નવા બિયારણનું વાવેતર કરે તો વર્ષે 6 હજાર કરોડનું વધારાનું ઉક્પાદન મેળવી શકે તેમ છે. ઉત્પાદન ઘટ 50 ટકા ગણવામાં આવે તો પણ 3 હજાર કરોડનું સીધું ઉત્પાદન વધારવાની ક્ષમતા આ પદ્મા નામની નવી જાતમાં છે.

આ જાત મગફળીની દાંડી ચેપગ્રસ્ત થઈ જાય છે. સફેદ ફૂગ કે રાળી ફૂગના થ્રેબીજ કાળા સ્પંજી ફૂગના સમૂહથી ઢંકાયેલા હોય છે. આનાથી છોડ અથવા તેની શાખાઓ ઝડપથી સુકાઈ જાય છે. છોડ પીળો થઈ જાય છે અને પછી સુકાઈ જાય છે. જેની સામે આ જાત રક્ષણ આપે છે. દાણા અને તેલના ટકા પણ વધું છે. પાનના ટપકા, ગેરૂના રોગ, થ્રીપ્સ, પાનખાનારી ઈયળ સામે જીક જીલે છે.

મગફળીમાં ફૂગ જન્ય રોગ – કોલર રૉટ સામે પ્રતિકાર કરે છે. ફૂગને આવતી અટકાવે છે. થ્રીપ્સ અને પાનના ફુદ્દાઓ સામે લડી શકે એવી જાત છે.

મગફળીની ફૂગ – રસ્ટ રોગ એ આર્થિક રીતે ખેડૂતોને બરબાદ કરે છે. શીંગ અને છોડના પાનની ઉપજ અને તેલની ગુણવત્તાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. તેની સામે નવી જાત અસરકારક લડે છે.

2021-22ના ચોમાસામાં 19.14 લાખ હેક્ટરમાં 40 લાખ ટન મગફળી પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે. જે હેક્ટરે 2086 કિલોના ઉત્પાદનની ધારણા બતાવી છે. આમ ગુજરાતમાં 20 લાખ હેક્ટરમાં મગફળી ઉગાડવામાં આવે છે. નવી જાત તમામ ખેડૂતો ઉગાડે તો એક જ વર્ષમાં 2722 કિલોનું ઉત્પાદન હેક્ટરે મેળવી શકે. તેનો મતલબ કે હેક્ટરે 636 કિલોનો સીધો વધારો થઈ શકે છે. 20 લાખ હેક્ટરે 127 કરોડ કિલોનું વધારાનું ઉત્પાદન આપી શકે છે. એક કિલોના 50 રૂપિયા ગણવામાં આવે તો પણ 6360 કરોડ રૂપિયાનો સીધો ફાયદો નવા બિયારણથી મળી શકે તેમ છે.

એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તેમાં સારા એવા પ્રમાણમાં ઝેરી તત્વો હોવાથી માલ રિઝેક્ટ થાય છે.

ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરની મગફળી બીજા વર્ષે વાવે છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ ગુજરાત મગફળી 41 (જીજી 41)નું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જીજેજી 17 જાત 2344 કિલો આપે છે.

First-Advance-Estimate-2020-21 (1)

આ પણ વાંચો

મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય છે

ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરની મગફળી બીજા વર્ષે વાવે છે

ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરની મગફળી બીજા વર્ષે વાવે છે

16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી

16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી

લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં તો મગફળી, કપાસ, અનાજ, કઠોળના સારા એવા પાક સાફ થઈ ગયા

લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં તો મગફળી, કપાસ, અનાજ, કઠોળના સારા એવા પાક સાફ થઈ ગયા

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અંદાજો

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અંદાજો