ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર

12 નવેમ્બર 2020

હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું.

બીજા ક્રમે ટોરેન્ટ હેલ્થકેરના સુધીર મહેતા અને સમિર મહેતા છે. તેમનું સંયુક્ત દાન રૂપિયા ૮૧ કરોડ છે. ગુજરાતના પાંચેય ઉદ્યોગપતિઓએ મળીને કુલ ૧૯૯ કરોડનું દાન કર્યું હતું. અહીં ગુજરાતી દાનવીરો અને કુલ દાનવીરોના લિસ્ટમાં તેઓ ક્યા ક્રમે છે, તે વિગત આપી છે. ગુજરાતના પાંચ પૈકી બે ઉદ્યોગપતિઓએ શિક્ષણ, બે ઉદ્યોગપતિઓએ હેલ્થકેર જ્યારે એકે આર્ટ્સ-કલ્ચર માટે ડોનેશન આપ્યું છે.

ગુજરાતી ભામાશા

1. ગૌતમ અદાણી (અદાણી) – 88 કરોડ રૂ.

10. સુધીર-સમિર મહેતા (ટોરેન્ટ) – 81 કરોડ રૂ.

45. પંકજ પટેલ (કેડિલા) – 16 કરોડ રૂ.

89. કરસનભાઈ પટેલ(નિરમા) – 8 કરોડ રૂ.

105. ભદ્રેશ શાહ (એઆઈએ એન્જિ.) – 6 કરોડ રૂ.

અજીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર, પ્રતિ દિવસ આપે છે 22 કરોડનું ડોનેશન

ભારતમાં સૌથી મોટા દાનવીર અથવા ભામાશા વિપ્રોના અઝીમ પ્રેમજી છે. તેમણે એક વર્ષમાં 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એટલે કે રોજના અંદાજે 22 કરોડ રૂપિયા આપ્યા છે.

લિસ્ટમાં બીજા ક્રમે એચસીએલ ટેકનોલોજીના શીવ નાદર છે, જેમણે કરેલું દાન 795 કરોડ છે. જ્યારે ત્રીજા ક્રમે 458 કરોડ સાથે મુકેશ અંબાણી છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણીએ પણ દાન આપવામાં ભારે કંજૂસાઈ કરી છે. 88 કરોડની મામુલી રકમ સાથે તેઓ નવમા ક્રમે છે.

કોરોના પછી અજીમ પ્રેમજીએ 1લી એપ્રિલના દિવસે 1125 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેનો પણ સમાવેશ આ રકમમાં કરી દેવાયો છે. પ્રેમજી પહેલેથી જ પોતાની 67 ટકા સંતપિ દાનમાં આપવાનું જાહેર કરી ચૂક્યા છે.

ભારતના ટોચના 10 દાનવીર ભામાશા :

  1. અઝીમ પ્રમેજી (વિપ્રો) – 7904
  2. શિવ નાદર ફેમિલી (એચસીએલ) – 795
  3. મુકેશ અંબાણી (રિલાયન્સ) – 458
  4. કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા) – 276
  5. અનિલ અગ્રવાલ (વેદાંતા) – 215
  6. અજય પિરામલ (પિરામલ) – 196
  7. નંદન નિલેકણી (ઈન્ફોસિસ) – 159
  8. હિન્દુજા બ્રધર્સ (હિન્દુજા) – 133
  9. ગૌતમ અદાણી (અદાણી) – 88
  10. રાહુલ બજાજ (બજાજ) – 74