ગુજરાતના 9 બીચ ખતરામાં, દરિયો જમીન ગળી રહ્યો છે

અમદાવાદ, 10 એપ્રિલ 2023
ગુજરાત રાજ્ય દેશમાં 1945.6 કિલો મીટર સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. 537.5 કિલોમીટરનો દરિયા કાંઠે ધોવાઈ રહ્યો છે.
જેમાં કચ્છના બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ સૌથી વધારે ધોવાઈ ગયો છે.
માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે છે.
બીચ ઉપર ધોવાણ (Erosion) અને કાંપ – કીચડ – કચરા (Accretion)ના ભરાવવાથી દરિયાઈ કાંઠાને નુકશાન થઈ રહ્યું છે.
સમગ્ર દેશના 6632 કિલો મીટરનો દરિયા કાંઠા ધોવાઈ ગયો છે. જેમાંથી 60 ટકા દરિયાઈ કિનારો, પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે.
સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ (Erosion) હેઠળ છે. 26.9% દરિયાઈ કાંઠામાં કાંપ અને કીચડ કચરાનો ભરાવો થતાં કિનારાને નુકશાન થઇ રહ્યુ છે.
રાજ્યસભામાં 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોકાનારી વિગતો બહાર આવી છે.
શિવરાજપુર બીચ
ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામ શેષ થવાની દિશામાં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય ભાજપ સરકાર કરે છે. ભાજપની 5 સરકારે વિકાસ તો ન કર્યો પણ તે બીચનો દરિયા કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો 32692 ચોરસ મીટરનો વિસ્તાર ધોવાણ હેઠળ છે. 2396.77 ચોરસ મીટરના વિસ્તારમાં કાંપ કીચડ દરિયાઈ કચરાનો ભરાવો થઈ રહ્યો છે.
ઉભરાટ બીચ
વલસાડના ઉભરાટ બીચમાં 1 લાખ 10 હજાર 895.32 ચોરસ મીટર જમીનમાં કાંપ કીચડનો ભરાવો છે.
વલસાડ તિથલ બીચ
તિથલ અને સુવવલીમાં 69 હજાર 910 ચોરસ મીટરના અને 6 લાખ 88 હજાર 783 ચોરસ મીટર જમીનનો દરિયાઈ કિનારો ધોવાણ હેઠળ છે.
દાંડી બીચ
દાભરીમાં 16 લાખ 40 હજાર 434 ચોરસ મીટર અને દાંડીમાં 69 હજાર 434 ચોરસ મીટર જમીન કાંઠો ધોવાણ હેઠળ છે.
માંડવી
કચ્છ માંડવીનો  20 હજાર 471 ચોરસ મીટર જમીનનો દરિયા કાંઠામાં કચરા કાંપના ભરાવા હેઠળ છે.
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરા માં છે. ગુજરાત રાજ્યના 1945.6 કિલોમીટરના દરિયાઈ કાંઠામાંથી 537.5 કિલોમીટરના દરિયાઈ કાંઠાનું ધોવાણ છે.
કેન્દ્ર સરકારની મોદી સરકાર દ્વારા ધોવાણ અને કાંપ કીચડ કચરાના ભરાવાના નિવારણ માટેના ત્રણ સ્થળો કેરળના પુદુચેરી અને તમિલનાડુમાં નક્કી કરવા આવી છે. દેશનો સૌથી મોટો દરિયા કાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા મોદીના માત્રૃ રાજ્ય ગુજરાતમાં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી નથી. મોદીએ ગુજરાતના ગાલ પર તમાચો મારી દીધો છે.
 સમગ્ર અહેવાલ દર્શાવે છે કે ગુજરાત અને કેન્દ્ર સરકારમાં 22 વર્ષથી મોદી મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન રહ્યા હોવા છતા દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવા નિષ્ફળ અને ઉદાસીન છે. દરીયાઈકાંઠાના પર્યાવરણથી માત્ર દરીયાઈ પર્યાવરણ અને જીવોને જ નુકસાન નહી થાય કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને 120 ગામો અને 22 શહેરોને અસર થશે. લાખો લોકોએ થોડા દસકામાં દરિયા કિનારો છોડવો પડશે. આખું ધોલેરા સિટી અને ધોલેરા એરપોર્ટ પર દરિયાના પાણી ફરી વળશે.
ખાસ કરીને માછીમારી કરનારા માછીમારોના જનજીવન ઉપર અને કાંઠા વિસ્તારના લોકોના જનજીવન ઉપર મોટી અસર ઉભી કરશે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પ્રભાવીત થશે. ભાજપની ડબલ એન્જિન સરકારે આ અંગે કંઈ વિચાર્યું પણ નથી.
રાજ્યના દરીયાઈ કાંઠા ધોવાણ (Erosion)  કીલોમીટરમાં
ગુજરાત 537.5
તમીલનાડુ 422.94
વેસ્ટ બંગાલ 323.07
આંધ્રપ્રદેશ 294.89
કેરલા 275.33
ગુજરાતના ગાયબ થતા બીચ
બીચનું નામ ધોવાણ (Erosion)  sq.m કાપ – કીચડ – કચરાનો ભરાવો (Accretion) Sq.m
ઉભરાટ બીચ – 110895.32
તીથલ બીચ 69910.56 –
સુવલ્લી બીચ 688783.17 –
માંડવી બીચ – 20471.44
દાંડી બીચ 69434.26 –
ડાભરી બીચ 1640149.52 –
શીવરાજપુર બીચ 32692.74 2396.77
દીવ બીચ (U.T.) – 2336.42
ઘોઘલા બીચ (U.T.) 13614.04 3430.41