સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી

ગાંધીનગર, 27 એપ્રિલ 2023
સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે.

જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે સિંચાઈ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. રાજ્યના 20 જિલ્લાના વધુ 105 તાલુકાના 542 ગામોના 67,015 એકર વિસ્તારમાં 45,050 ખેડૂતોને સિંચાઈ આપી છે. સિંચાઈ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં 20 જિલ્લાઓમાં 169માંથી 130 કામો પૂર્ણ કરાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, કચ્છ અને વડોદરાનો સમાવેશ થાય છે.

2023-24ના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ. 9,705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 82 ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.હાલ 100 દિવસમાં રૂ. 3,306 કરોડના 242 કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. આ કામો પૂર્ણ થવાથી રાજ્યના 31 જિલ્લાના વધુ 110 તાલુકાના અંદાજિત 356 ગામોનો 1,34,250 એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લઇને અંદાજિત 69,747 ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઇ સહિત અન્ય લાભો મળશે.

ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહે તે માટે નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા,નાની-મોટી ઉદવહન યોજના, દરિયાઈ ધોવાણ અને પુર સંરક્ષણના કામો, કેનાલ અને કેનાલ સ્ટ્રક્ચર તથા અન્ય મરામતના કામો, હયાત ઉદવહન સિંચાઇ યોજનામાં પાઇપલાઇન વડે ગામ-સીમ વગેરેના તળાવો ભરવા જેવા કામો કરવામાં આવ્યા છે.

સિંચાઇ વિસ્તારમાં વધારો/સુદ્દઢીકરણ, ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો-સ્તર ઊંચા આવશે, દરીયાઇ વિસ્તારના પ્રદેશોમાં ખારાશમાં ધટાડો થશે, નહેરમાંથી થતા સીપેજ તથા લીકેજ બંધ થશે અને પાણીનો બગાડ અટકશે. છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટેનું વધુ પાણી મળશે.

વાસ્તવિકતા શું છે.
રાજ્ય સરકારે પ્રજા વચ્ચે જાહેર કરેલા છેલ્લાં અહેવાલો અને આંકડાઓ અહીં આપવામાં આવ્યા છે.
2007-08માં 12 લાખ 16 હજાર હેક્ટરમાં સિંચાઈ થતી હતી. જે 2012-13માં 5 વર્ષમાં વધવાના બદલે ઘટીને 10 લાખ 63 હજાર હેક્ટરમાં સિંચાઈ થતી હતી. તેમાં ચેક ડેમ, કુવા, ટ્યુબવેલ ટેંક વગેરે બાદ કરવામાં આવે તો મુખ્ય બંધો, સરદાર સરોવર બંધ અને માઈનોર સિંચાઈ યોજનાઓની સિંચાઈ 2007-8માં 10 લાખ 10 હજાર હેક્ટરમાં સિંચાઈ થતી હતી જે 5 વર્ષ પછી 2012-13માં 8 લાખ 70 હજાર હેક્ટરમાં સિંચાઈ થઈ હતી. 1 લાખ 41 હજાર હેક્ટર સિંચાઈ ઘટી ગઈ હતી. ખરેખર તો તેમાં વધારો થવો જોઈતો હતો. જેમાં નર્મદા બંધની સિંચાઈ 2007-08માં 69 હજાર હેક્ટરમાં થતી હતી તે 2012-13માં 1 લાખ 87 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. ખરેખર તો તે 18 લાખ હેક્ટરમાં થવી જોઈતી હતી. તેના બદલે માત્ર 10 ટકા સિંચાઈ નર્મદા બંધથી થતી હતી. નર્મદા સિવાયના મોટા બંધોથી સિંચાઈ થતી હતી તેમાં પણ 2 લાખ હેક્ટરનો ઘટાડો થયો હતો.
મોદી વડાપ્રધાન બન્યા પછી આ આંકડાઓ તો જાહેર ન કરીને સરકાર બીજી ગંભીર બાબતો છુપાવી રહી છે. કારણ કે મોટા અને મધ્યમ બંધોની સિંચાઈ ક્ષમતા 35 લાખ 80 હજાર હેક્ટરની હતી. જેમાં 26 લાખ 45 હજાર હેક્ટર ક્ષમતા ઊભી કરી હતી. જેની સામે માંડ 9 લાખ 48 હજાર હેક્ટરમાં સિંચાઈ 2014માં થતી હતી. નર્મદા બંધની 18 લાખ હેક્ટર સિંચાઈની ક્ષમતા સામે 2014માં માત્ર 2 લાખ હેક્ટર સિંચાઈ થતી હતી. 10 વર્ષ થવા આવ્યા પણ 2023માં સિંચાઈ કેટલી થાય છે તેનો અહેવાલ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યો નથી.

મોટી સિંચાઈ યોજના
સરદાર સરોવર, શેત્રુંજી , ઉકાઈ, સીપુ , કડાણા , હાથમતી , ધરોઇ , વાત્રક , પાનમ , મચ્છુ-1 , કરજણ , મચ્છુ-1, દમણગંગા , ઊન્ડ-1 , દાંતીવાડા, મેશ્વો , ભાદર , મહિ તબક્કો-1 , સુખી જળાશય યોજના છે.

ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો બંધ ન બાધ્યો

https://allgujaratnews.in/gj/no-new-dams-for-irrigation-under-modi-rupani-rule-in-25-years/ 

નર્મદા યોજના છતાં, ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100 ટકા વધી

https://allgujaratnews.in/gj/narmada-irrigation-failed-well-irrigation-in-gujarat-has-increased-by-100-per-cent-in-10-years/ 

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

 નર્મદા બંધ અને નહેરોનું કામ પૂરું, 18.50 લાખ હેક્ટરના બદલે 5 લાખ હેક્ટરમાં સિંચાઈ

https://allgujaratnews.in/gj/narmada-dam-and-canal-work-completed-irrigation-in-5-lakh-hectare-instead-of-18-lakh-hindi-gujarati-news/ 

સૌની યોજનામાં 115 બંધોના 88 બંધમાં નર્મદાથી પાણી નહીં ભરાય, 10 લાખ એકરમાં સિંચાઈ નહીં થાય

https://allgujaratnews.in/gj/in-sauni-scheme-88-of-115-dams-will-not-be-filled-with-narmada-water-10-lakh-acres-will-not-be-irrigated/  

સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખર્ચાય ગયા

સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખર્ચાય ગયા

એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી

https://allgujaratnews.in/gj/irrigation-of-narmada-canal-increased-by-1-50-lakh-ha-in-one-year/ 

નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ

https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-11-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%b9%e0%ab%87/ 

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ?

https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8b%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ 

બંધો બનાવીને ટપક સિંચાઈ ફરજિયાત કરાય તો ગુજરાતમાં દુષ્કાળ ન પડે

https://allgujaratnews.in/gj/if-drip-irrigation-is-made-mandatory-by-building-a-dam-then-there-will-be-no-drought-in-gujarat/ 

ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડી રહ્યું

https://allgujaratnews.in/gj/4-lakh-billion-liters-of-irrigation/