ગાંધીનગર, 17 જૂન 2020
૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ગુજરાત રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે. સરકારે ગત તા.૩૦મી મે ના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રિયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે ઘડેલી કાર્યનીતિનો ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળતાં માત્ર ૧પ જ દિવસમાં આવા MSME એકમોને રૂ. ર૪ર૮.૧૯ કરોડની લોન સહાયની રકમનું વિતરણ થયું છે.
સમગ્ર રાજ્યમાંથી ૮૭૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. સરકારે બેન્કોને લોન-સહાય ત્વરાએ મંજૂર કરવા તા.૩૦મી મે 2020 ની બેઠકમાં અપિલ કરી હતી.
બેન્કોએ ૧પ દિવસમાં પ૩૭૩ કરોડ રૂપિયા ૮૭૮૩૪ MSMEને મંજૂર કરીને રૂ. ર૪ર૮ કરોડ તો ૩૧ હજાર જેટલા MSME એકમોને વિતરણ પણ કરી આપ્યા છે. વધુ અરજીઓ બેન્ક ઓફ બરોડાએ ૩૩૧૪૧, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ ૧૮૦૪૭, યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાએ ૧૫૮૬૬ મંજૂર કરી છે. મુખ્યત્વે અમદાવાદમાં રૂ. પ૬૯.ર૧ કરોડ, સુરતમાં રૂ. ૩૬૯.પ૯ કરોડ, વડોદરામાં રૂ. ર૪૦.૪પ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.
MSME એકમોની લોન-સહાયના ત્વરિત નિકાલ અને ફોલોઅપ સહિતની કામગીરી માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી છે. જિલ્લા ઊદ્યોગ કેન્દ્રના અધિકારી, લીડ બેન્ક ઓફિસર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અને MSME એકમોના સંગઠનના પદાધિકારીનો આ સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. MSME કમિશનરેટ અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા પારદર્શીતાથી કરવામાં આવે છે.
MSME લોન-સહાયમાં હવે HDFC અને ICICI જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોએ પણ જોડાવાની તત્પરતા દર્શાવતાં વધુ ને વધુ MSME એકમોને સરળતાએ લોન-સહાય મળતી થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસે વિગતો આપી હતી.