બે કદની રૂ.100ની નોટથી ટેલર મશીનમાં રાખવી મુશ્કેલ થતાં તંગી

૧૦૦ રૂપિયાની નોટ હાલમાં બે કદમાં ઉપલબ્ધ છે જેને સ્વચાલિત ટેલર મશીન (એટીએમ)માં બે અલગ અલગ પ્રકારના કેસેટમાં મુકવામાં આવી છે. બેંક અને ઓપરેટર દરરોજ આ પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. કયા કયા એટીએમમાં બે કદની નોટ આવી રહી છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. બેંક અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, ૧૦૦ રૂપિયાની જુની નોટને પૂર્ણરીતે બહાર કરી દેવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે.

કેટલાક ઓપરેટરો પરેશાનીમાં દેખાઈ રહ્યા છે. કારણ કે તેમને પોતાની પાસે લાઈવલિસ્ટ રાખવાની રહે છે. કયા કયા એટીએમાં બંને કદની નોટ આવી શકે છે તેને લઇને પણ ગણતરી થઇ રહી છે. આવનાર દિવસોમાં એટીએમને લઇને સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી શકે છે. હાલમાં એવી ચર્ચા પણ રહી છે કે, એટીએમમાં બે હજારની નોટ દેખાઈ રહી નથી. બે હજારની નોટનો ઉપયોગ પ્રમાણમં ઓછો થઇ રહ્યો છે. ૫૦૦ રૂપિયાની નોટ હાલમાં વધારે દેખાઈ રહી છે. આરબીઆઈ તરફથી પણ એવા સંકેત આપવામાં આવ્યા છે કે, હાલમં ૫૦૦ રૂપિયાની નોટ ચલણમાં વધારે છે. ૨૦૦૦ની નોટ ચલણમાં ઓછી છે. મોટી નોટ હોવાના લીધે ૨૦૦૦ની નોટને લઇને કેટલાક લોકો પરેશાન પણ થયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ નાના દરની નોટ બજારમાં વધુ પ્રમાણમાં લાવવાની મોદી સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે.