The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO – NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન રાખવા માટે 1500 સલામતી રક્ષક મળીને 2 હજાર કર્મચારીઓ જરૂરી છે. તેની સામે રાજ્યના આખા પુરાતત્ત્વ વિભાગમાં 341 કર્મચારીઓ મંજૂર કરેલા છે. પણ જેની સામે 138 કર્મચારીઓ અને અધિકારીઓ ભરેલા છે. આટલો સ્ટાફ તો માત્ર જુનાગઢમાં જ જરૂર છે.
હિન્દુ સંસ્કૃત્તિના 1200 સ્થળ ઉમેરી શકાય તેમ છે. જેમાં 300 જેટલી તો હડપ્પા સાઈટ છે. હવે આ સાઈટની જમીન પર લોકો ખેતી કરે છે. સાઈટમાં ચોરી થઈ રહી છે. શિકારપુર જેવી અનેક સાઈટ છે. સંરક્ષિત કરવાની જરૂર છે. જ્યાં ગુજરાતની હિંદુ સભ્યતા ખીલી હતી એવા સ્થળ ગુમ થઈ રહ્યાં છે.
ઘણા જૂના ટીંબા નસ્ટ થઈ રહ્યાં છે. તેના પર ખેતી કરી રહ્યાં છે.
હાલની 366 સ્થળ
હાલના 366 ઐતિહાસિક સ્થળોમાં 126 મંદિર છે. 19 મસ્જિદ છે, 11 જૈન મંદિર, 3 દેવળ, 1 ગુરૂદ્વારા છે. 16 ગુફા છે. 55 વાવ છે, 20 કુંડ છે. 16 ઐતિહાસિક ટીંબા છે. 3 દરબાર ગઢ, 23 દરવાજા, 7 કિલ્લા છે.
10 વર્ષથી સરવે ન થયો
પંકજ શર્મા ડાયરેક્ટર છે. 10 વર્ષથી સ્મારકોનો સરવે કરાયો નથી. ઉમેરવા માટે નવા અનેક સ્થળ છે. પણ કંઈ થતું નથી. ડાયરેક્ટર વાય એસ રાવત હતા ત્યારે તેઓએ સ્મારક અંગે થોડા પગલાં લીધા હતા. સાફ સફાઈ કરે છે એવા ચોકીદાર હતા. તે હવે સફાઈ કરતાં નથી. જાળવણી કરવતાં નથી. કારણ કે સરકાર ગ્રાન્ટ આપતી નથી. સ્ટાફ છોડી રહ્યાં છે, વીઆરએસ લઈ રહ્યાં છે.
ખાલી જગ્યા
203 જગ્યા ખાલી પડી છે. 60 ટકા જગ્યાઓ ખાલી છે. 138 ભરાયેલી છે તેમાં 83 તો હંગામી કર્મચારીઓ છે. હિંદુ વાદી વિચારો ધરાવવાનો ઢોંગ કરતી ભાજપની સરકારનો ઢોંગ એ બાબત પરથી ખુલ્લો પડે છે કે, જે ગુજરાત સરકાર જેનું ધ્યાન રાખવાની ફરજ છે તેમાં 126 તો મંદિરો અને 200 જેવા ઔતિહાસીક સ્થળ તો હિંદુ સંસ્કૃત્તિ સાથે જોડાયેલા છે. આમ 366માંથી 326 જો હિંદુ સભ્યતા સાથે જોડાયેલા છે. તે સ્મારક સાથે ચેડાં થઈ રહ્યાં છે. હિન્દુ સંસ્કૃતીનો ધ્વંશ થઈ રહ્યો છે. બાબર અને ગજનીએ જેવું નુકસાન કર્યું હતું એવું મંદિરોમાં નુકસાન ભાજપની સરકારમાં થઈ રહ્યું છે. સરકાર હિંદુ સભ્યતાની જાળવણી માટે કંઈ થતું નથી. 500 સ્થળ ઉપરાંત બીજા એવા 1200 ઐતિહાસિક સ્થળ છે કે જેને સ્મારક જાહેર કરવા પડે તેમ છે. પણ ભાજપની સરકારને હિંદુ સંસ્કૃત્તિ જાળવવામાં રસ નથી. પણ હિંદુના નામે મત મેળવવા પસંદ છે.
કર્મચારીઓના અભાવે રાજ્યમાં જુની ઐતિહાસિક ઈમારતોની નિયમિત ચકાસણી થતી નથી. ઐતિહાસિક ઈમારતોની આસપાસ થતા ગેરકાયદેસર બાંધકામ રોકાતા નથી. ઐતિહાસિક સ્થળોને નુકસાન થતું હોય તે અટકતું નથી. રાજ્યમાં આજે કેટલાંય ઐતિહાસિક-પૌરાણિક વિરાસતોની હાલત બિસ્માર છે. ત્યારે આ રેઢી પડેલી ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરનાર કોઈ નથી.
ધારાસભ્યનો પ્રશ્ન
અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં એક પ્રશ્ન પણ પૂછ્યો હતો. અમદાવાદ શહેર હેરીટેજ સીટી બન્યું છે પણ હજુ સુધી વિદેશી પર્યટકો માટે ટુરીસ્ટ પ્લાન બન્યો નથી. અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્યમાં હેરીટેજ યાદીમાં ન હોય તેવી કેટલી ઐતિહાસિક ઈમારતો છે જે પુરાતત્ત્વ ખાતામાં પૂરતો સ્ટાફ ન હોવાથી હેરીટેજ દરજ્જો મેળવી શકી નથી.
બોગસ હેરીટેજ એન.ઓ.સી. ઈસ્યુ થઈ રહી છે પણ તેની ચકાસણી કરવા સ્ટાફ નથી. અમદાવાદ શહેરમાં આવેલ સરખેજ રોજા, જામા મસ્જીદ સહિતના ઐતિહાતિક સ્થળોએ જો પ્રવાસીઓ માટે પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો દેશ-દુનિયાના પ્રવાસીઓને ગુજરાતમાં લાવી શકાય તેમ છે.
ભાજપ સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ ઉભી કરવાને બદલે માત્રને માત્ર જાહેરાતો-માર્કેટીંગ પાછળ નાણાંનો વ્યય કરી રહી છે.
પુરાતત્ત્વ વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. એકપણ ફાઈલ વહેવાર વગર આગળ વધતી નથી. ઘણા લાંબા સમયથી ફાઈલો મંજૂરી અર્થે અને નિર્ણય અર્થે પડતર પડી રહી છે.
રાજય રક્ષિત 366 સ્મારકોની યાદી
અમૃતવર્ષીની વાવ પાંચકુવા અમદાવાદ
ડચ કબર કાંકરિયા તળાવ નજીક અમદાવાદ
ખાન તળાવ ધોળકા અમદાવાદ
પ્રાચીન મસ્જિદ ઇસનપુર અમદાવાદ
પ્રાચીન વાવ કઠવાડા અમદાવાદ
ટીંબો બાબરા અમરેલી
અદનાથ મંદિર ગીર સોમનાથ
કાંધમર્દમાં બે શિલાલેખો ગીર સોમનાથ
ગંગાનાથ મહાદેવ મંદિર ગીર સોમનાથ
પ્રાચીન શિવ મંદિર કસરા બનાસકાંઠા
કુંભેશ્વર મહાદેવ કુંભારીયા બનાસકાંઠા
કાંટીવાસ નજીક કાંટીવાસ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૨ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૩ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૪ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૫ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૬ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૧ (મહુડી નજીક) બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૨ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૩ બનાસકાંઠા
મંદિર ક્રમાંક ૪ બનાસકાંઠા
વાવ હળાદ બનાસકાંઠા
પ્રાચીન મંદિર હળાદ બનાસકાંઠા
મૂળેશ્વર મહાદેવ મંદિર પાડણ બનાસકાંઠા
કપિલેશ્વર મહાદેવ મંદિર વાવ બનાસકાંઠા
મીઠીવાવ પાલનપુર બનાસકાંઠા
ઝાલોરાગઢ ટીંબો ઝાલોરાગઢ, તા. રાધનપુર પાટણ
કડિયા ડુંગર ગુફાઓ ઝાઝપોર ભરૂચ
હરપિયા ટીંબો બુધેલ ભાવનગર
ગંગા છત્રી ભાવનગર
જૂના દરબારગઢની કોતરણીઓ ભાવનગર
ભવનાથ મંદિર ભાવનગર
ફિરંગી દેવળ કળસાર, મહુવા નજીક. ભાવનગર
ગોપનાથ મંદિરની દિવાલ અને છત પરના ચિત્રો તળાજા ભાવનગર
બ્રહ્મકુંડ શિહોર ભાવનગર
સતશેરી સિહોર ભાવનગર
મિનારા લોલિયાણા ભાવનગર
પ્રાચીન મંદિર ગુંદી ભાવનગર
કુંડ, તોરણ કપડવંજ ખેડા
વાવ (ધોળી કુઇ) કપડવંજ ખેડા
વોરી વાવ (બત્રીસ કોઠા વાવ) કપડવંજ ખેડા
મોટા તોડાવાળી વાવ વડતાલ ખેડા
વાવ મહેમદાવાદ ખેડા
ભદ્રકાળી માતા વાવ ઉમરેઠ આણંદ
ભદ્રેસર મંદિર અંજાર તાલુકો કચ્છ
નાયબ કલેક્ટરની કચેરીની દિવાલો પરના ચિત્રો (મેકમર્ડોનો બંગલો) અંજાર કચ્છ
શૈલ ગુફા ક્રમ ૧ દેશલપર કચ્છ
શૈલ ગુફા ક્રમ ૨ દેશલપર કચ્છ
પુંઅરેશ્વર મંદિર પુંઅરાગઢ, લાખેડી નજીક કચ્છ
વડિમેડી શૈવ મઠ પુંઅરાગઢ કચ્છ
કંથકોટના દરવાજાઓ કંથકોટ કચ્છ
જૈન મંદિર કંથકોટ કચ્છ
સૂર્ય મંદિર કંથકોટ કચ્છ
શિવ મંદિર કેરા કચ્છ
રામ કુંડ ભુજ કચ્છ
જૂનું મંદિર ભદ્રેસર કચ્છ
આઇ નો ડેરો (શિવ મંદિર) ચિત્રોડ-મેવાસા કચ્છ
શાઇ ગુફાઓ જુના પાતગઢ નજીક કચ્છ
પાબુમઠનો ટીંબો સુવઈ કચ્છ
શોભારેલનો ટીંબો ચાંપર કચ્છ
પાઢરગઢ કચ્છ
લખપત કિલ્લો લખપત કચ્છ
ભૂવડેશ્વર મહાદેવ મંદિર ભુવડ કચ્છ
લખપત ગુરુદ્વારા સાહિબ લખપત કચ્છ
કિર્તી સ્થંભ માછરડા જામનગર
પ્રાચીન મંદિર દાત્રાણા દેવભૂમિ દ્વારકા
પાટણની શૈલ ગુફા અથવા ખાપરા-કોડિયાના ભોંયરા પાટણ, જામજોધપુર જામનગર
આમરા ટીંબો આમરા જામનગર
શિવ મંદિર ખીમરાણા જામનગર
કોઠો (ભુજિયો) જામનગર
ખંભાળિયા દરવાજો જામનગર જામનગર
જુમ્મા મસ્જિદનો શિલાલેખ જામનગર જામનગર
નાગનાથ મંદિર જામનગર જામનગર
લાખોટા તળાવ અને મિનારો જામનગર જામનગર
નરમાણા ટીંબો નરમાણા જામનગર
બેડ ટીંબો બેડ જામનગર
મોડા ટીંબો મોડા જામનગર
લાખાબાવળ ટીંબો લાખાબાવળ જામનગર
વસઇ ટીંબો વસઇ જામનગર
યુદ્ધ સ્મારક પાળિયાઓ શેખપાટ જામનગર
કોઠો જોડિયા જામનગર
કાલિકા માતા મંદિર ધ્રાસણ વેલ દેવભૂમિ દ્વારકા
ભુચર મોરી પાળિયાઓ ધ્રોલ જામનગર
કિલેશ્વર નજીકના કિલ્લાઓ રાવનો નેસ ઘુમલી દેવભૂમિ દ્વારકા
ગણેશ મંદિર ઘુમલી દેવભૂમિ દ્વારકા
નવલખા મંદિર, ઘુમલી ઘુમલી દેવભૂમિ દ્વારકા
છેલસર તળાવના પાળે પ્રાચીન મંદિર ઘુમલી દેવભૂમિ દ્વારકા
રામપોળ દરવાજો ઘુમલી દેવભૂમિ દ્વારકા
વિકિયા વાવ ઘુમલી દેવભૂમિ દ્વારકા
સોન કંસારી દેવભૂમિ દ્વારકા
પાંચ મંદિરો દેવભૂમિ દ્વારકા
ભીમેશ્વર મહાદેવના મંદિરો દેવભૂમિ દ્વારકા
ભવનેશ્વરના બે મંદિરો ભવનેશ્વર દેવભૂમિ દ્વારકા
કિલ્લો મોડપર દેવભૂમિ દ્વારકા
વાવ દેવભૂમિ દ્વારકા
ધીંગેશ્વર મહાદેવ મંદિર; શૈલ ગુફાઓ દેવભૂમિ દ્વારકા
પનોતી મંદિર/શનિદેવ મંદિર હાથલા દેવભૂમિ દ્વારકા
શનિ વાવ દેવભૂમિ દ્વારકા
મોડપર ટીંબો મોડપર જામનગર
મંદિર; બે શિલાલેખો (અજારા પાર્શ્વનાથ) ઉના ગીર સોમનાથ
ગરમ પાણીના સાત કુંડ તુલસીશ્યામ ઉના-તુલસીશ્યામ માર્ગ ગીર સોમનાથ
તળાવ નજીકના શિલાલેખો ઉના-તુલસીશ્યામ માર્ગ ગીર સોમનાથ
ભીમચાસ ગીર સોમનાથ
ગુપ્ત પ્રયાગ ઉના ગીર સોમનાથ
ગુપ્ત પ્રયાગ કુંડ ઉના ગીર સોમનાથ
જુમ્મા મસ્જિદ દેલવાડા ગીર સોમનાથ
મીનારાવાલી મસ્જિદ દેલવાડા ગીર સોમનાથ
વેજલ કોઠો દેલવાડા ગીર સોમનાથ
શાહ કોઠો દેલવાડા ગીર સોમનાથ
સાના ગુફાઓ સાના-વાંખિયા ગીર સોમનાથ
જામા મસ્જિદમાં આવેલા બે શિલાલેખો કુતિયાણા પોરબંદર
પુજારી વાવમાં ક્ષેત્રપાળની બે મૂર્તિઓ કુતિયાણા પોરબંદર
અડી કડી વાવ ઉપરકોટ જુનાગઢ
જુમ્મા મસ્જિદ & /તોપ (નીલમ અને કડનાળ) ઉપરકોટ જુનાગઢ જુનાગઢ
નવઘણ કૂવો જુનાગઢ જુનાગઢ જુનાગઢ
રા’માંડલિકનો શિલાલેખ (સંવત ૧૫૦૭) ઉપરકોટ જુનાગઢ
લશ્કરી વાવ ઉપરકોટ જુનાગઢ
અશોકના શિલાલેખની પ્રતિકૃતિ જુનાગઢ
દામોદર કુંડ જુનાગઢ જુનાગઢ
દાતારનો ચીલો જુનાગઢ
બોરીયા બૌદ્ધ સ્મારક લીમખેડી, વાડી-લીમખેડી બોરદેવી નજીક જુનાગઢ
ધોરી (પીર) મકબરો જુનાગઢ
નરસિંહ મહેતાનો ચોરો જુનાગઢ
બાબી રાજાનો મકબરો જુનાગઢ
બારા સૈયદ સાથે નગીબીબીનો મકબરો જુનાગઢ
પંચેશ્વર ગુફાઓ જુનાગઢ જુનાગઢ
મહાબત મકબરો જુનાગઢ
માતરી માતાનું મંદિર જુનાગઢ
માઇ ગડેચીનો શિલાલેખ હિ.સ. ૬૮૫ જુનાગઢ
કાલિકા માતા ગિરનાર પર જુનાગઢ
ગુરુ દતાત્રેય ગિરનાર પર જુનાગઢ
ગોરખ શિખર ટુક ગિરનાર પર જુનાગઢ
ગૌમુખી ગિરનાર પર જુનાગઢ
ભીમ કુંડ ગિરનાર પર જુનાગઢ
ભૈરવ જેપ ગિરનાર પર જુનાગઢ
રામચંદ્રજીની પાદુકા ગિરનાર પર જુનાગઢ
હનુમાન ધારા ગિરનાર પર જુનાગઢ જુનાગઢ
હાથી પગલાં ગિરનાર પર જુનાગઢ
ભીમદેવળ (સૂર્ય મંદિર) ભીમદેવળ ગીર સોમનાથ
બૌદ્ધ સ્તુપ – વજીર પનાતનો કોઠો હડમતિયા ગીર સોમનાથ
વિષ્ણુ મંદિર ઓડદર પોરબંદર
સૂર્યમંદિર ક્રમાંક ૧ ઓડદર પોરબંદર
સૂર્યમંદિર ક્રમાંક ૨ ઓડદર પોરબંદર
ખીમેશ્વર મહાદેવ મંદિર કુછડી પોરબંદર
ચાડેશ્વર મહાદેવ મંદિર છાંયા પોરબંદર
ધીંગેશ્વર મહાદેવ મંદિર છાંયા પોરબંદર
કસ્તુરબાનું મકાન પોરબંદર પોરબંદર
સરતાનજીનો ચોરો પોરબંદર પોરબંદર
સૂર્ય મંદિર અને સપ્તમાતૃકા મંદિર બોરીચા પોરબંદર
જલેશ્વર મહાદેવ મંદિર ફટાણા પોરબંદર
પાંચ મંદિરો બળેજ પોરબંદર
નંદેશ્વર મહાદેવ બોખીરા પોરબંદર
ચામુંડા માતા મંદિર જુના બોખીરા પોરબંદર
સાત મંદિરો ભાણસરા પોરબંદર
પ્રાચીન મંદિર (માધવરાજ મંદિર નજીક) માધવપુર ઘેડ પોરબંદર
પ્રાચીન મંદિર મિયાણી પોરબંદર
પંચયાતન મંદિર વિસાવાડા પોરબંદર
વાવ વિસાવાડા પોરબંદર
ધનંવતરીનો પાળિયો મોટી ધાનેટી માળીયા હાટીના જુનાગઢ
દાહ સંસ્કૃતિનો સ્મારક પથ્થર બગસરા-ઘેડ જુનાગઢ
જડેશ્વર મહાદેવ મંદિર અમરદડ પોરબંદર
બિલેશ્વર મહાદેવ મંદિર બિલેશ્વર પોરબંદર
જાંબુવતી ગુફાઓ રાણાવાવ પોરબંદર
નાની વાવનો શિલાલેખ ધંધુસર જુનાગઢ
જુમ્મા મસ્જિદનો શમિયાણો અને છત વંથલી જુનાગઢ
રા’ખેંગારનો મહેલ (હવે ગિરનાર જૈન મંદિરનો ભાગ) ગિરનાર પર જુનાગઢ
વિજયેશ્વર મહાદેવનો શિલાલેખ – ૧૩૪૬/૧૪૦૮ જુનાગઢ
સૂર્ય કુંડ ધંધુસર જુનાગઢ
રા ખેંગાર વાવ વંથલી જુનાગઢ
હોથલ પદમિણીની ગુફાઓ જેતલપુર જુનાગઢ
પ્રાચીન મંદિરો (ઓમનાથ મહાદેવ મંદિર) ઉંબા ગીર સોમનાથ
હજરત શાહનો મકબરો; મલિક અયાઝની કબર ગીર સોમનાથ
કાલિમાતાનું મંદિર નવદ્રા ગીર સોમનાથ
ગાયત્રી મંદિર (અને તેનું દ્વિભાષી લખાણ) પ્રશ્નાવડા સુત્રાપાડા
પ્રાચી કુંડ ઉના-વેરાવળ રોડ ગીર સોમનાથ
મૂળ પ્રાચી ઉના-વેરાવળ રોડ ગીર સોમનાથ
કાજી મસ્જિદનો શિલાલેખ – હિ.સ. ૯૦૨ પ્રભાસ પાટણ જુનાગઢ
ગોરખનાથ મહાદેવ ગોરખમઢી જુનાગઢ
જૈન મંદિર ગીર સોમનાથ
તળાવ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
નાગરાનો ટીંબો પ્રભાસ પાટણ ગીર સોમનાથ
નેક મહંમદ મસ્જિદ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
પ્રાચીન ગુફાઓ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
પ્રાચીન જૈન મંદિર (સંગ્રહાલય ઇમારત) પ્રભાસ પાટણ ગીર સોમનાથ
ભદ્રકાલી માતાનો શિલાલેખ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
માઇપુરી મસ્જિદ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
માંગરોળી શાહ મકબરો & શિલાલેખ સાથેનો શાહ મકબરો પ્રભાસ પાટણ ગીર સોમનાથ
મુઝફ્ફર મસ્જિદનો શિલાલેખ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
મોટા દરવાજા નજીકનો શિલાલેખ પ્રભાસ પાટણ ગીર સોમનાથ
રિયાપીર મસ્જિદની છત પ્રભાસ પાટણ ગીર સોમનાથ
રુદ્રેશ્વર પ્રભાસ પાટણ ગીર સોમનાથ
વેનેશ્વર મહાદેવ મંદિર પ્રભાસ પાટણ ગીર સોમનાથ
વેરાવળ દરવાજો પ્રભાસ પાટણ ગીર સોમનાથ
સુલ્તાન અહેમદનો શિલાલેખ (હિ.સ. ૯૦૫ – ૧૫૪૩) પ્રભાસ પાટણ ગીર સોમનાથ
સૂર્ય મંદિર શીતળા મંદિર નજીક, નગર ટીંબા પ્રભાસ પાટણ ગીર સોમનાથ
સવ ટીંબો પ્રભાસ પાટણ ગીર સોમનાથ
જુમ્મા મસ્જિદનો શિલાલેખ (હિ.સ. ૭૩૨) (ઇ.સ. ૧૩૩૧-૩૨) વેરાવળ ગીર સોમનાથ
હર્ષદમાતા મંદિરનો શિલાલેખ વેરાવળ ગીર સોમનાથ
માંડોરની બૌદ્ધ ગુફાઓ સવાણી-ગીર ગીર સોમનાથ
ચ્યવન કુંડ સુત્રાપાડા ગીર સોમનાથ
નવદુર્ગા મંદિર સુત્રાપાડા ગીર સોમનાથ
ચૌમુખી વાવ ચોબારી સુરેન્દ્રનગર
તળાવ નજીકનું મંદિર ચોબારી સુરેન્દ્રનગર
તરણેતર મંદિર તરણેતર સુરેન્દ્રનગર
મુનીબાબા મંદિર થાનગઢ સુરેન્દ્રનગર
પંચયાતન મંદિર પરબડી સુરેન્દ્રનગર
ગુફાઓ ભીમોરા સુરેન્દ્રનગર
જિન દરવાજો ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
ડિંક દરવાજો ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
દક્ષિણ દરવાજા ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
પશ્ચિમ દરવાજા ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
માંડપોળ દરવાજા ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
રાજેશ્વરી દરવાજો ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
સરોવર ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
જિંનાદ કુંડ (બે) ઝિંઝુવાડા સુરેન્દ્રનગર
પ્રાચીન દરવાજાના અવશેષો કંકાવટી સુરેન્દ્રનગર
માતરી વાવ કંકાવટી સુરેન્દ્રનગર
ચંદ્રીસર તળાવ પ્રતાપપુર સુરેન્દ્રનગર
પ્રાચીન વાવ હામપુર સુરેન્દ્રનગર
ગ્રામદેવી મંદિર કલમાડ સુરેન્દ્રનગર
ગંગાવો કુંડ અને તેના ચાર મંદિરો દેદાદરા સુરેન્દ્રનગર
માનવ મામા મંદિર દેદાદરા સુરેન્દ્રનગર
રાતબા ઉર્ફે રાજબાઇ વાવ રામપરા સુરેન્દ્રનગર
ગંગા વાવ વઢવાણ સુરેન્દ્રનગર
માધાવાવ વઢવાણ સુરેન્દ્રનગર
વાવ ધાંધલપુર સુરેન્દ્રનગર
સુંદરી ભવાની મંદિર હળવદ મોરબી
કબ્રસ્તાન નજીકનો પાળિયો મોરબી
શરનેશ્વર મંદિર ખાતે આવેલી પ્રાચીન વાવ મોરબી
ટોમ કોરીઆતનો મકબરો રાજગઢી, સુંવાળી બિચ નજીક સુરત
રાધાકૃષ્ણ મંદિર ધરમપુર વલસાડ
અંબાપુરની વાવ અંબાપુર ગાંધીનગર
અર્જુન ચોરી કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
હેડંબા કુંડ કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
ત્રણ પ્રવેશદ્વારો સાથેનું મંદિર કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
ઘુંમટવાળું મંદિર કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
ભીમ ચોરી કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
વહુની વાવ કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
શિકાર મઢી કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
શિલાલેખ સાથેનું મંદિર અથવા કલેશ્વરી માતાનું મંદિર કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
સાસુની વાવ કલેશ્વરી સ્મારક સમુહ લવાણા મહીસાગર
પ્રાચીન મંદિર ક્રમ ૧ સંતરામપુર મહીસાગર
પ્રાચીન મંદિર ક્રમ ૨ સંતરામપુર મહીસાગર
પ્રાચીન મંદિર ક્રમ ૩ સંતરામપુર મહીસાગર
ગેબાશાહ વાવ ચાંપાનેર પંચમહાલ
વણઝારી વાવ કાંકણપુર પંચમહાલ
મંદિર સમૂહ પંચમહાલ
પાવાગઢ કિલ્લો પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
માચી કિલ્લો પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
બવમાન કિલ્લો પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
ખુનેશ્વર કિલ્લો પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
શિકાર બારીનો કિલ્લો અને ઉલન ઝુલાનની ચોકી પાવાગઢ/ચાંપાનેર
મલિક નગરની હવેલી પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
ગડી કુંડલ દરવાજા પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
જય સિંઘનો મહેલ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
સેનાપતિની કોઠી પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
મેઢી તળાવ ઉપરનું પેવેલિયન પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
માચી હવેલી સામેની મસ્જિદ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
મરાઠાનો મહેલ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
રાણીનો મહેલ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
બંધ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
લીલી ગુંબજ પાસેની કોઠી પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
છત્રીસ થાંભલાનું ભોંયરું પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
ઝરે-ઇ-ઝમીન પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
જામા મસ્જિદ નજીકનો વિસ્તાર પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
ઇતેરી મસ્જિદ અને નજીકની ઇમારત પાવાગઢ/ચાંપાનેર
સૈનિકી મસ્જિદ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
વાંદરા મસ્જિદ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
માંડવી મકબરા પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
કમાની મસ્જિદ નજીકનો મકબરો પાવાગઢ/ચાંપાનેર
બંધથી કસ્બીન તળાવ સુધીની ભુગર્ભીય ચેનલ પાવાગઢ/ચાંપાનેર
નવલખી તળાવથી જમુના કુંડ સુધીની ભુગર્ભીય ચેનલ પાવાગઢ/ચાંપાનેર
પથ્થરનો પુલ પાવાગઢ/ચાંપાનેર પંચમહાલ
સરીયા વખારિયાની ઉપર આવેલ બેરેક પાવાગઢ/ચાંપાનેર
મલિક સંદલની વાવ માંડવી (હાલોલ) પંચમહાલ
સિંધ માતાની વાવ હાલોલ પંચમહાલ
ચંદ્રલેખા (સુરજકલા) વાવ હાલોલ પંચમહાલ
અમથેર માતા મંદિર; નાના મંદિરો વડનગર મહેસાણા
વાવ મોઢેરા મહેસાણા
હવા મહાલ મોઢેરા મહેસાણા
ખાન સરોવર પાટણ પાટણ
શક્તિ કુંડ આખજ મહેસાણા
અંબા માતા મંદિર ખેરવા મહેસાણા
શીતળા માતા મંદિર બુટ્ટાપાલડી મહેસાણા
નાગફણી માતા મંદિર (મૂર્તિ સાથે) મેઉ મહેસાણા
શીતળા માતા મંદિર લીંચ મહેસાણા
વાવ માણસા ગાંધીનગર
ફાટીપાળ દરવાજો પાટણ
છીંડીયા દરવાજો પાટણ
બગવાડા દરવાજો પાટણ
અઘારા દરવાજો પાટણ
ત્રિપાલીયા દરવાજો પાટણ
રાજગઢી ટીંબો ઉમતા મહેસાણા
શૈલ ગુફાઓ (બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા) ખંભાલીડા રાજકોટ
મીનલદેવી વાવ વીરપુર રાજકોટ
લાખા ફુલાણીનો પાળિયો અટકોટ રાજકોટ
શિલાલેખ દરબારગઢમાં જસદણ રાજકોટ
ગુફાઓ ડિંગથલો ડુંગર, જસદણ રાજકોટ
ગેલમતા વાવ ભડલા રાજકોટ
સંકલેશ્વર મહાદેવ જુની સાંકળી રાજકોટ
જૂનો દરબારગઢ ધોરાજી રાજકોટ
મંદિરો સુપેડી રાજકોટ
કુબેર વાવ મોરબી મોરબી
ડોલીધર ટીંબો ખોરાણા રાજકોટ
જાડેશ્વર મહાદેવનો શિલાલેખ વાંકાનેર મોરબી
પ્રાચીન વાવ સરવડ મોરબી
જામ મિનારો (ટાવર) રાજકોટ
પ્રાચીન તળાવ વડોદરા
વિદ્યાધર વાવ સેવાસી વડોદરા
સૂર્ય નારાયણ મંદિર વડોદરા
રણમુક્તેશ્વર મંદિર છોટા ઉદેપુર
કુંડ ગંભીરપુરા ઇડર સાબરકાંઠા
વાવ ગંભીરપુરા ઇડર સાબરકાંઠા
રણમલચોકી ઇડરિયો ગઢ ઇડર સાબરકાંઠા
વાવ ચોરીવાડ સાબરકાંઠા
પ્રાચીન મંદિર દાવડ સાબરકાંઠા
પ્રાચીન વાવ લિંભોઇ સાબરકાંઠા
કુંડ સાબ્લી સાબરકાંઠા
પ્રાચીન મંદિર દાવડ સાબરકાંઠા
મહાદેવ મંદિર આગિયા સાબરકાંઠા
શિવ મંદિર ગંછાલી નજીક કજાવાસ સાબરકાંઠા
બ્રહ્મા વાવ ખેડબ્રહ્મા સાબરકાંઠા
મંદિર ક્રમાંક ૧ ગંછાલી સાબરકાંઠા
મંદિર ક્રમાંક ૨ ગંછાલી સાબરકાંઠા
મંદિર ક્રમાંક ૩ ગંછાલી સાબરકાંઠા
મંદિર ક્રમાંક ૪ ગંછાલી સાબરકાંઠા
મંદિર ક્રમાંક ૫ ગંછાલી સાબરકાંઠા
ગોપનાથ મહાદેવ શિવ પંચાયતન મંદિર ગોતા (ખેડબ્રહ્મા) સાબરકાંઠા
શિવ મંદિર દાંત્રાલ? દેત્રણ સાબરકાંઠા
નીલકંઠ મહાદેવ મંદિર પોશિના
ખંડેરો નાંદેજ અરવલ્લી
મહાકાળી મંદિર નાંદેજ અરવલ્લી
મહાદેવ મંદિર નાંદેજ અરવલ્લી
હનુમાનજી મંદિર નાંદેજ અરવલ્લી
શિવ પંચાયતન મંદિર ભેટાલી અરવલ્લી
શોભાયદા શિવ મંદિર મોટી બેબર અરવલ્લી
પ્રાચીન મંદિર શામળાજી અરવલ્લી
વાવ શામળાજી અરવલ્લી
હરિશ્ચંદ્રની ચોરી શામળાજી અરવલ્લી
પગથીયાવાળી વાવ ટીંટોઈ અરવલ્લી
વણઝારી વાવ મોડાસા અરવલ્લી
મંદિર (કુંડ સહિત) અભાપુર સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૧ અભાપુર સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૨ અભાપુર સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૩ અભાપુર સાબરકાંઠા
શરણેશ્વર મંદિર અભાપુર સાબરકાંઠા
શિવશક્તિ મંદિર અભાપુર સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૧ આંતરસુબા સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૨ આંતરસુબા સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૩ આંતરસુબા સાબરકાંઠા
જૈન મંદિર ક્રમાંક ૪ આંતરસુબા સાબરકાંઠા
શક્તિ મંદિર આંતરસુબા સાબરકાંઠા
શિવ મંદિર આંતરસુબા સાબરકાંઠા
શિવ પંચાયતન મંદિર ક્રમાંક ૧ આંતરસુબા સાબરકાંઠા
શિવ પંચાયતન મંદિર ક્રમાંક ૨ આંતરસુબા સાબરકાંઠા
વાવ ધોળી વાવ (વિજયનગર) સાબરકાંઠા
નાગરાણી વાવ (રોડાના મંદિરો) ખેડ-ચંદરણી સાબરકાંઠા
સાંથલેશ્વર મહાદેવ મંદિર માથાસુલિયા સાબરકાંઠા
ચૌમુખ મહાદેવ મંદિર હાથરોલ સાબરકાંઠા
નેમિનાથ જૈન મંદિર (સંવત ૧૩૩૩,૩૫,૩૯ના શિલાલેખો સાથે) ગિરનાર જુનાગઢ
વસ્તુપાળ જૈન મંદિર (સંવત ૧૨૮૮ના શિલાલેખ સાથે) ગિરનાર જુનાગઢ
વીરજી વોરાની વાવ હળવદ સુરેન્દ્રનગર
દેશમાં જે થઈ રહ્યું છે તે ગુજરાતમાં થઈ રહ્યું છે
કેન્દ્ર સરકારે સાંસ્કૃતિક મંત્રાલય માટે 3149.86 કરોડ રુપિયા અને પર્યટન મંત્રાલયને 22147 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં 321 કેન્દ્રિય સંરક્ષિત સ્મારકોમાં દબાણ થઈ ગયા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)ના 24 એવા સ્મારકો ગુમ થઈ ગયા છે. જે સ્મારકો ગાયબ થયા છે, એ પૈકી અડધા ઉત્તરપ્રદેશના છે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું કે રાષ્ટ્રીય સ્મારક અને પુરાવશેષ મિશને પોતાના ડેટાબેઝ માટે એક સમાન ફોર્મેટમાં વિવિધ સ્ત્રોતોથી લગભગ 1,83,345 સ્મારકો અને સ્થળોની માહિતી એકત્ર કરી છે. રાષ્ટ્રીય રીતે મહત્વના 3691 સ્મારોક છે.
હમણાં સુધી લગભગ 500 શહેરોમાં લગભગ 70000 સ્મારકોના લેઆઉટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.