પોલીસ સ્માર્ટ બને એવું ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું, પણ અમાનવિય કૃત્યો ન કરે અને કરે તો માફી માંગે એવું ન કહ્યું

દિલીપ પટેલ

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2021

ગાંધીનગર નજીક કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-13ના 438 પોલીસ નોકરિયાતને તાલીમ આપી કેટલીક શિખમણ આપી હતી. પણ તેમણે માનવતાવાદી બનવાની શિખામણ આપી નથી. ગુજરાતમાં પોલીસે માનવતાવાદી બનવાની જરૂર છે. માનવતા હનના રોજના અનેક કિસ્સા પોલીસ દ્વારા બની રહ્યાં છે.

ખાખીની ખુમારીનું જતન અને સમાજની સેવા સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાના રાજ્ય સરકારના સંકલ્પની દિશામાં પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.

રાજ્યની પોલીસે સ્માર્ટ, સેન્સેટિવ, મોબાઇલ એન્ડ મોડર્ન, એકાઉન્ટેબલ એન્ડ એલર્ટ, રિસ્પોન્સિબલ એન્ડ રિલાયેબલ અને ટેકનોસેવી, શાર્પ પણ હોવી જરૂર છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં વાઇફાઇના ઉપયોગ થકી હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી છે. બારીકાઈથી તમામ વિષયોની તાલીમ આપીને તાલીમબદ્ધ કર્યા છે. નાગરિકોના રક્ષણ અને તેમની સેવા માટે તૈયાર કર્યા છે. સ્કીલ અપગ્રેડ કરી છે.

પોલીસ ટેકનોસેવી બને તે માટે સરકારે પોકેટ કોપ

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 7 હજાર સીસીટીવી કેમેરા લગાડી દીધા છે. સમગ્ર ટેકનોલોજીકલ અપગ્રેડેશનનો લાભ ત્યારે જ મળી શકશે જ્યારે લોકરક્ષક જવાનો અપગ્રેડ હોય.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં 50 હજારથી લોકરક્ષક પોલીસની ભરતી કરવામાં આવી છે. વધુ 12 હજાર લોકરક્ષકની ભરતી કરવામાં આવશે. નું

ગુજરાત સરકારે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને શાર્પ વેપન આપી શકાય તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ, ગુંડા એક્ટ, ગૌ વંશ રક્ષણ તથા ચેન સ્નેચિંગના ગુનાઓ નિવારવા કડક કાયદાઓ બનાવી આપ્યા છે.

ઇન્વેસ્ટીગેશન, વાઇટલ ઇન્સ્ટોલેશન, રક્ષા – સુરક્ષા અને બંદોબસ્તમાં જવાબદારી વિશેષ રહેશે. અપેક્ષાઓ પણ વધુ હોવાથી ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી પડશે. કોરોનામાં જનતાને સંક્રમિત થતાં બચાવવા ગુજરાત પોલીસે કામગીરી કરી છે.

આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી આશિષ ભાટિયા, અધિક પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી વિકાસ સહાય, ગુજરાત પોલીસ અકાદમી કરાઈના નાયબ પોલીસ મહા નિરીક્ષક અને આચાર્ય શ્રી એન.એન.ચૌધરી સહિતના પોલીસ અધિકારી- કર્મચારીઓ, તાલીમાર્થી જવાનો, દીક્ષાર્થી જવાનો અને તેમના પરિવારના સભ્યો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના કોરોના ગાઇડલાઈન જાળવવા અંગેના તમામ પ્રોટોકોલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્ય પ્રધાન તો જાહેરમાં આવી શિખામણ આપે છે. પણ ખરેખર ગુજરાતમાં પોલીસ દ્વારા માણસોની મારપીટ, શોષણ, ભ્રષ્ટાચાર, હપ્તાખોરી, માનવ અધિકારોનું હનન કેવું છે તે પણ ગૃહ વિભાગે ધ્યાન રાખવું જોઈએ એવું લોકો માની રહ્યાં છે.

ગુજરાતમાં માણસોના અધિકારોની સ્થિતી

1 સપ્ટેમ્બર 2020માં રાજકોટમાં કોરોના કાળમાં પણ પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતા આકરા દંડથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. ત્યો પોલીસ દારૂના હપ્તા ઉઘરાવી ત્રાસ ગુજારતી હોવાના આક્ષેપ સાથે આંબેડકરનગરમાં રહેતી ત્રણ મહિલા સહિત દશ લોકોએ હોસ્પીટલ ચોકમા આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.

25 મે, 2020ના રોજ અમેરિકામાં એક અશ્વેત માણસના મોત બદલ પોલીસે દેશના લોકોની માફી માંગી હતી. ગુજરાત પોલીસે ક્યારેય માફી માંગી નથી.

ગુજરાત પોલીસ ક્યારેય માફી માંગતી નથી

1 પોલીસ અત્યાચારના એ પુરાવા હતા; ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી. થાનગઢમાં ત્રણ દલિતો પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા; ઊનામાં પોલીસ સેશનની સામે રસ્તા ઉપર દલિતોને અર્ધનગ્ન કરી ‘નકલી ગૌરક્ષકો’ ઢોરમાર મારી રહ્યા હતા; ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી.

2 પાટીદાર અનામત આંદોલન વેળાએ અમદાવાદની પોલીસ સોસાયટીમાં જઈને વ્હીકલના કાચ તોડી રહી હતી; મારઝૂડ કરી રહી હતી; મહિલાઓને અપમાનજનક શબ્દો કહી કહી હતી; આ બધું વીડિયોમાં છે. ત્યારે પોલીસે દિલગીરી વ્યક્ત કરવી જોઈતી હતી.

આવા કિસ્સામાં આપણી પોલીસ દિલગીરી વ્યક્ત તો ન જ કરે; પણ દોષિત પોલીસ સામે કાર્યવાહી પણ ન કરે; એ કેવું? ઉલટાનું જે પોલીસ કમિશ્નરની નજર સામે આવું થયું હતું તેમને સરકારે નિવૃતિ પછી પણ ચાલુ રાખ્યા ! ઈનામ આપ્યું !

3 અમદાવાદમાં 2002ના તોફાનો વેળાએ લઘુમતી કોમના બાળકોને/મહિલાઓને ગુલમર્ગ સાસાયટી, નરોડા પાટિયા, નરોડા ગામમાં; એક સાથે સળગાવી દીધા હતા હતા; અને તે સમયના પોલીસ કમિશ્નરને સરકારે રાજ્યના પોલીસ વડા બનાવ્યા હતા ! ઈલેક્શન કમિશને તેમને DGP તરીકે હટાવ્યા હતા; પણ ઈલેક્શન પૂર્ણ થતા સરકારે બીજી વખત તેમને રાજ્યના પોલીસ વડા બનાવ્યા હતા ! કેવડું મોટું ઇનામ !

અમેરિકાની પોલીસ અને ભારતની પોલીસ વચ્ચે આવો ફરક છે;

4 ન્યાય અને અન્યાયમાં પણ વર્ણ, ધર્મ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ જૂએ છે. હ્યુમન વેલ્યુઝને બદલે કાલ્પનિક વેલ્યુઝને મહત્વ આપે છે; માણસ અપવિત્ર અને ગાય પવિત્રમાં પોલીસ માને છે. કેવડિયા ખાતે 6 ગામોની આદિવાસીઓની જમીન હોટલ, ભવનો બાંધવા માટે બળજબરી પૂર્વક સંપાદન કરી રહી છે; લોકડાઉનના સમયે પોલીસનો ઉપયોગ કરીને આદિવાસીઓને જેલમાં પૂરીને તેમની જમીનનો કબજો સરકાર લઈ રહી છે. આદિવાસીઓ રડી રહ્યા છે. નિસબતહીન વ્યવસ્થા હંમેશા અશાંતિ પ્રગટાવે છે. પોલીસની મેન્ટાલિટીને કારણે ગુજરાતના નાગરિકોને વેઠવું પડે છે !

તેમ નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણી માને છે.

પોલીસ દ્વારા માનવ અધિકાર ભંગ
નાગરીકો ગણવેશધારી વ્યકિતઓ પાસે જાય છે. ત્યારે તેઓને એક વિશ્વાસ હોય છે કે જે વ્યકિતને કાયદા ધ્વારા કામગીરી સોંપવામાં આવી છે તે કાયદાનો અમલ કરશે. પણ તે જ કાયદાવિહીન જણાય છે, ત્યારે માનવ અધિકારોનું મોટા પ્રમાણમાં હનન થાય છે. પોલીસ બેડાને વધુ લાગણીશીલ અને માનવતાવાદી બનાવવાની જરૂરીયાત છે.

ગુજરાતમાં લોકોને જાહેરમાં પોલીસ પોતાની વાત કરવા દેતી નથી. પોલીસ ક્રુરતાથી લાઠીચાર્જ કરે છે. કસ્ટોડીયલ અત્યાચારો અંગની ફરીયાદો, ગેરકાયદેસર અટકાયત, મારઝૂડ, ગેરકાયદેસર એન્કાઉન્ટર થાય છે.

ફરીયાદ નહી નોંધવા બાબત
ક્રિમીનલ.પ્રોસીજર.કોડ.ક.154 મુજબ જયારે પોલીસ સ્ટેશનમાં કોગનીઝેબલ ગુન્હાની જાહેરાત થાય છે ત્યારે પો.સ્ટે.ના હવાલાવાળા અમલદારે ફરીયાદ નોંધવી જોઇએ. હદને લગતી વિસંગતતાને કારણે ફરીયાદ નહી નોંધવા માટે કોઇ વિકલ્પ નથી.

પૂછપરછ

પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન ન કરી શકે, પોલીસ સ્ટેશન માં વધુ સમય રોકી ન શકે, માર મારી ન શકે,
કલમ 160 મુજબ સમન્સ આપ્યા વગર પોલીસ સ્ટેશનમાં જવાબ માટે બોલાવી ન શકે, પુરુષ પોલીસ સ્ત્રીની ધરપકડ ન કરી શકે, અને ધરપકડ દિવસના જ થઇ શકે, પોલીસ સ્ટેશનમાં થર્ડ ડિગ્રી ટોર્ચર ન કરી શકે, પોલીસને જવાબ આપવામાં ચૂપ રહેવાનો અધિકાર છતાં પોલીસ બળજબરી કરે છે.

કસ્‍ટડીમાં હિંસા:
પોલીસ કસટડીમાં હિંસા તથા અત્યાચારો પોલીસ કરે છે. પોલીસથી ગભરાયેલ ભોગબનનાર કયારેક જ ફરીયાદ કરે છે. જેથી પોલીસે કાયદા મુજબ ગુન્હાની તપાસ કરવી જોઈએ.

રાજ્યનાં 619 પોલીસ સ્ટેશન 7327 સીસીટીવી કેમરા છે. દરેક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસકર્મીઓને 4900 સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેકટીવીટી સાથે અપાયા છે. આ સ્માર્ટ ફોનમાં 68 લાખથી વધુ ગુન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ-ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઈઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

કોઇ વ્યક્તિને ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે આપીસીની કલમ 331 લગાવવામાં આવે છે.

વર્ષ 2001-2013ના મોદીના શાસનમાં ગુજરાતમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોત થયાં હતા, જ્યારે બિહારમાં આવા માત્ર 6 કેસો નોંધાયા હતા.

2014માં 21 આરોપી અને 2015માં 19 આરોપી પોલીસ કસ્ટડીમાં મોતને ભેટયા હતા. મહારાષ્ટ્રમાં 16 અને 9 મૃત્યુ સાથે ગુજરાત અને ઉત્તર પ્રદેશ બીજા ક્રમાંકે હતા. સમગ્ર દેશમાં 60 જણે કસ્ટડીમાં જીવ ગુમાવ્યા હતાં.

સુરેન્દ્રનગરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કશ્યપ રાવલના પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

7 જૂલાઈ 2020માં વડોદરાના ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

2017માં ગુજરાતમાં દલિતો સામે 1,515 અત્યાચારો થયા હતા. અમદાવાદ જિલ્લામાં દલિતો વિરુદ્ધ અત્યાચારના કુલ 121 બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.જેમાં 5 હત્યા અને 17 બળાત્કારની ઘટના સામેલ છે. છતાં પોલીસ સામે સવાલો હતા.

2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોના મૃત્યુ થયા હતા.

પાટીદારો પર પોલીસના 250થી વધું અત્યાચારો માટે તપાસ પંચની રચના ઓક્ટોબર 2017માં થઈ હતી, 3 વર્ષથી કંઈ થયું નથી. ત્યારે અને આજે અમિત શાહ સામે આંગળી ચિંધવામાં આવે છે.

જૂનાગઢમાં બે સિંધી વેપારીઓને પોલીસે ગેરકાયદેસર રીતે ઢોરમાર માર્યો હતો.

ગુજરાત કિસાન કૉંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાર ઉપર સરકારના ઈશારે પોલીસ દ્વારા માર મારી અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં પાંચ વર્ષમાં છોકરીઓના 7973 અપહરણ, 26907 ગૂમ, 5970 છેડતી, 4365 બળાત્કારની ઘટના બની તેમાં પોલીસની સુરક્ષાની નિષ્ફળતા છે. ગુજરાતમાં 48 મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાની સલામતી માટે ટોલ ફ્રી અભયમ હેલ્પલાઇન નંબર 181 હોવા છતાં મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યાં છે

30 નવેમ્બર 2019માં સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં યુવક સાથે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર આચરવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં સોમવારે એક આરોપીનું મોત થયું

જેલોની સ્થિત
માનવ અધિકાર રક્ષણ હેઠળ અંડર ટ્રાયલ કેદીઓ, જેલોમાં વધુ પડતા કેદીઓ, તેઓના આરોગ્ય, હિંસા, અત્યાચારો વગેરે માટે જેલ બદનામ છે.

તપાસ દરમ્‍યાન કોઇ પોલીસ અધિકારી કે કર્મચારીની નિષ્‍કાળજી જણાય તો તેના વિરુધ્‍ધ કાયદેસર પગલાં લેવા માટે માનવઅધિકાર પંચ માટે
પોલીસ ભવન, ગાંધીનગરના ફોન નં. :૦૭૯-૨૩૨૫૪૨૪૭, ફેક્ષ નં. :૦૭૯-૨૩૨૪૬૩૨૯, ઇમેલ : spligp-ws@gujarat.gov.in પર ફરિયાદ લેવામાં આવે છે.