How do social media serial gangs work in Gujarat? गुजरात में सोशल मीडिया सीरियल गैंग कैसे काम करते हैं?
દિલીપ પટેલ
અમદાવાદ, 17 મે 2024
રાજકીય પક્ષોની આઈટી ગેંગ દ્વારા નેટનો વ્યવસ્થિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમકીઓ આપવામાં આવી રહી છે અને જો લોકો તેમની મરજી મુજબ ન લખે તો રાજકીય સમર્થકો વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર બદનક્ષીનો ખેલ શરૂ કરી દે છે.
આવું ગુજરાતની ચૂંટણીમાં થયું હતું. ભગવાં પક્ષની સોશિયલ મિડિયા માટે ભાડે રાખેલી ગેંગો દ્વારા લોકોને ટ્રોલ કરાય છે અને તેના અંગે ખરાબ ભાષા લખાય છે. ગંદી ગાળોની તેઓ સંસકૃત્તિ ઊભી કરી દીધી છે. ભગવા ગેગને ટ્વિટર અથવા એકસ સહકાર આપતું નથી. તેમના વિરોધની પોસ્ટ તે દવાબી દેતું નથી કે વાયરલ ન થાય તેવી ટેકનોલોજી વાપરતું નથી. તેથી પોતાને ગમતી ન હોય એવી પોસ્ટ મૂકનારાઓ પર તૂટી પડે છે. હિંદુ સંસ્કૃત્તિ વિરૂદ્ધનું તેમનું વર્તન હોય છે. ગંદી ભાષા વાપરે અને પોસ્ટ લખરાનાઓને રાજકીય પક્ષની સાથે જોડી દે છે.
ચર્ચાઓ અને મુદ્દાઓને નિયંત્રિત કરવા માટે આ રાજકીય પક્ષે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તૈનાત કરવામાં આવ્યા છે. ખરાબ ભાષા બોલવાનું શરૂ કરે છે.
ગુનેગારોને જેલથી છોડાવીને નાચ કરનારાઓને દેશભક્ત ગણાવીને તે અન્ય દેશભક્તોનો આભાર માને છે.
પત્રકાર વેચાઈ ગયા છે અને કોંગ્રેસના છે. એવા આરોપો મૂકી રહ્યાં છે.
સાથી સંગઠનો અને શાસક પક્ષના સમર્થકો અફવાઓ ફેલીને ખોટા આરોપ મૂકીને ગંદી ગાળો આપીને સોશિયલ દુરુપયોગ ફેલાવવા માટે મુક્ત છે. તેમની સામે ગુજરાતના ડીજીપી પણ પગલાં લેતાં નથી.
તેમના શબ્દોથી લોકોમાં તણાવ પેદા થતો હોય છે. સમજુ અને જાગૃત લોકો સજાગ નહીં થાય તો તેમના હાથમાંથી આ માધ્યમ પણ છીનવાઈ જશે.
સામાન્ય રીતે આવા લોકો અફવા ફેલાવે છે. સત્તાવાર વાતોને અવગણે છે અથવા અવરોધે છે. વહીવટીતંત્ર આવું કરવાનું શરૂ કરે છે, ત્યારે તેના પર પગલાં લેવાતા નતી કે જાહેર ચર્ચા થતી નથી.
તમામ ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સામૂહિક રીતે માહિતી મોકલવાનો કોઈ રસ્તો સત્તાવાળાઓએ શોધવો જોઈએ.
મુખ્ય પ્રવાહના મીડિયા સામે બોલવાના દરવાજા બંધ છે. શાસને ટીવી ચેનલો પણ બંધ કરી દીધી છે. સોશિયલ મિડિયા પર ટ્રોલ ગેંગ જેઓ રાજકીય સમર્થકોની ભાષા બોલે છે, તેઓ માત્ર પોતાના પક્ષ પ્રત્યે વફાદારી રાખે છે. ગુજરાતના ડીજીપી પણ તેમને સહકાર આપતાં હોય એમ પગલાં લેતા નથી.
વહીવટીતંત્રે તેમને સાચી હકીકતો પહોંચાડવી જોઈએ અને આ માટે જરૂરી છે કે ઈન્ટરનેટ સેવા બંધ ન થાય, અને ગંદી ભાષા કે અપમાનિત ભાષા વાપરનારાઓ સામે પગલાં ભરવામાં આવે.
સોશિયલ મિડિયા કે ઈન્ટરનેટ બંધ કરવાને બદલે પોલીસે લોકો સુધી પોતાનો સંદેશ આપવો જોઈએ. ગંદકી ભરી ભાષા અને અફવા ફેલાવવાની સંસ્કૃતિના જન્મદાતા રાજકીય પક્ષોના આઈટી સેલના ગુંડાઓ છે. સત્ય બાજુને ઉજાગર કરવાની અને સાચા તથ્યો બહાર લાવનારાઓ સામે ઝુંબેશ ચાલે છે. ટ્રોલ કરાય છે. તેનો સામનો કરવાની જરૂર છે.
ગુજરાતમાં આયોજન સાથે ભગવા લોકો ચલાવે છે. 3 વર્ષ પહેલાં પંકજ નહેરુ યુવા કેન્દ્રને પગાર આપતાં હતા. તે કામ કરતાં હતા. નહેરું યુવા કેન્દ્રના કાર્યર્તાઓને નોકરી આપી દીધી. જેટલાં પણ પક્ષના નેતાઓ લખતાં તેને નહેરુ યુવાકેન્દ્રના પગારદારો જ રીટ્વીટ કરતાં અને કોમેન્ટ કરતાં હતા. હવે, નહેરુયુવા કેન્દ્રના યુવાનોને છૂટા કરી દીધા હતા.
કેટલાંક પક્ષના ધારાસભ્યો અને એમપી છે. સોશિયલ મડિયા એસેસ કરવા માટે કેન્દ્રિય કચેરીને હક્કો આપેલાં છે. તેથી તે સભ્યના નામે કંઈ પણ તેના એકાઉન્ટમાં લખવું હોય તો કોઈને પૂછવાનું જ નહીં. એકાઉન્ટ હોલ્ડરને ખબર ન હોય એને તેમના નામે ટ્વિટ થતું રહે. દરેકના એકાઉન્ટમાં આવું કામ કર્યું છે. કોઈ નેતા ભાષણ કરે તો તે દરેકના પેઝ પર લાઈવ કરી દેવામાં આવે છે. તેના હક્ક પણ કેન્દ્રીય ધોરણે આપી દેવામાં આવ્યા હતા.
હાવે આવું કામ પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાનનો દીકરો કરે છે.
કોંગ્રેસ પાસે કોઈ કેન્દ્રીય હક્કો હાલ નથી. અગાઉ હતા. કોંગ્રેસના નેતા પોતે વ્યક્તિગત લાઈવ કરે છે. તેનું મિડિયા મૌલીન શાહ, રોહન ગુપ્તા, હેમાંગ રાવલ પછી હવે ભૂમન ભટ્ટ જે કેતન રાવલનો ભત્રિજો સંભાળે છે. કોંગ્રેસના તાલુકાના સોશિયલ મિડિયાના પ્રમુખ છે. 5500 લોકો તેમાં કામ કરતાં હતા. 5 કોર્ડનેટર મૂકવામાં આવ્યા હતા. તેથી વિવાદ થયા હતા. આ પક્ષ ટ્રેન્ડ કરે છે. પણ તેની ભાષા સંસ્કારી હોય છે. હિંદુ સંસ્કૃત્તિની વિરૂદ્ધમાં નથી હોતી. બીજા પક્ષોની ગંદી ગાળો, અપમાનિત ભાષા, આરોપો મૂકે છે.
ટ્રેન્ડ ચલાવે છે.
ભગવા લોકોએ ગૃપ બનાવેલા છે. ટુલકીટ બનાવે છે. મીમ્સ હોય, હેસ ટેક બનાવેલાં તૈયાર રાખે છે અને અગાઉથી એજન્ડા સેટ કરીને પછી તેઓ સવારે 10 વાગે ટ્રેન્ડ ચાલુ કરી દે છે. આખો દિવસ ચાલે છે. જે મોટાભાગે અપમાન કરવા માટે હોય છે.
કોર ગૃપ બનાવેલું છે. જે નીચેના ગૃપોને નોટ મોકલે છે. આવી નોંધો દરેકને મોકલવામાં આવે છે. જેના આધારે ટ્રેન્ટ સેટ થાય છે. ભૂતકાળમાં હેસ ટેગ ન આવેલો હોય તે ટેગ સારો ચાલે છે.
કોર ગૃપના લોકો તૈયાર ટ્વીટ નીચેના ગૃપોને મોકલે છે. રેડીમેટ 200-300 ટ્વીટ કે એક્સ તૈયાર રાખે છે. અનેક બીમ તૈયાર કરે છે. જે અલગ અગલ ગૃપમાં નાંખે છે.
એકી સાથે આવી પોસ્ટ આવવા લાગતાં અચાનક ફટાફટ ટ્રેન્ડ થવા લાગે છે. એક વખત ટ્રેન્ડ ચાલે પછી તે ઓટોમેશન થઈ જાય છે. અલગ અલગ જગ્યાએથી આવા ટ્વીટ કરવા લાગે છે, જે મિકેનીઝમથી ચાલે છે. બીજા દિવસે સમાચાર માધ્યમો સમાચાર બનાવે છે.
કોર ગૃપ ટ્રોલ પોતાના નેતાઓ સામે લખેલા ટ્વીટ માટે ટ્રોલ કરવાના આદેશો આપે છે. દરેકને સૂચના આપે છે કે પોસ્ટ મુકનારા વ્યક્તિને જડબાતોડ જવાબ આપવાનો છે. નકારાત્મક જવાબ આપવાનો છે. નેગેટીવ કોમેન્ટ કરે છે. જેમાં સંસ્કારી નહીં પણ અસંસ્કારી ભાષા વધારે હોય છે. જે હિંદુ સંસ્કૃતીને આ ભગવા લોકો ભૂલી જાય છે. લોકશાહી ઢબે ટીકા કરતાં નથી. પણ વ્યક્તિને ઉતારી પાડવા માટે આખો દિવસ કામે લાગી જાય છે. ભલે પછી સચ્ચાઈ ભર્યા ટ્વિટ હોય તો પણ.
પણ સૌથી વધારે નેગેટિવ કોમેન્ટ ભાજપની વિરોધ ટ્વીટ હોય કે ભાજપના સત્ય વિગતો જાહેર કરી હોય તો તેની સામે હોય છે. આ ગેંગ કોના ઈશારે કામ કરે છે.
પોલીસ
પોલીસને 1930 નંબર પર ફરિયાદ કરી શકાય છે. પણ પોલીસ સત્તા પક્ષના કોઈ ફરિયાદી હોય તો જ મોટા ભાગે પગલાં ભરે છે. પોલીસ દ્વારા બિજી કોઈ કોમેન્ટ અંગે યોગ્ય પગલાં ભરાતાં ન હોવાનો સર્વસામાન્ય મત છે. આમેય પોલીસ પાસે કોઈ સત્તા રહેવા દીધી નથી.
યજ્ઞેશ દવેનું જીમેઈલ હેક થઈ ગયું હતું. એક પત્રકારનું હેક થઈ ગયું. હર્ષ સંઘવી દ્વારા રજૂઆત કરાવી છતાં આજ સુધી તે ચાલુ થઈ શક્યું નથી. આમ ફરિયાદ કરે તો પણ વિદેશી કંપનીઓ કંઈ કરતીનથી.
ઈન્ફુલઅન્સ વધારે ભાગ ભજવે છે.
માસ રીપોર્ટીંગ કરે એટલે જેતે સોશિયલ મિડિયા એકઉન્ટ સામે સામે પગલાં મજૂર કરે છે.
ભાજપના એક ધારાસભ્યએ પોસ્ટ મૂકી કે શુભાષચંદ્ર બોઝ આતંકવાદી હતા. અંગ્રેજીનું હિંદીમાં ભાષાતંર કર્યું ફરિયાદ નંબર 1930માં ફરિયાદ કરાઈ હતી. શાહીબાગમાં લેખિતમાં ફરિયાદ કરી. લીંક આપી હતી. જેમાં એક વર્ષ ઉપર થઈ ગયું છતાં પગલાં ભરાયા નથી.
હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.
સાઅમદાવાદના શાહપુરમાં કમળ પર કૂચડો માર્યો તો ભાજપના આઈટી શેલના એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરી તો અમિત નાયકને પોલીસ તુરંત ઉઠાવી ગઈ હતી. તેનો ફોન જમા લઈ લીધો હતો. રાતના 12 વાગ્યે અદાલત દ્વારા જામીન પર છોડવામા આવ્યા હતા. પોલીસ પોતે જામીન આપી શકતી હતી. પણ તેમ ન કર્યું.
વિનોદ ઠાકોર દિવાલ કરીને ટ્રમ્પથી છૂપાવી દેવામાં આવ્યા છે. શંખેશ્વરથી તેને પોલીસ ઉઠાવી લાવી અને જામીન ન આપ્યા.