ગુજરાત નકલી કૃષિ જંતુનાશકો કેવો વિનાશ વેરી રહ્યાં છે ? અમરેલીમાં નકલી દવા ઝડપાઈ

How fake agricultural pesticides are wreaking havoc in Gujarat? Fake factory seized in Amreli गुजरात में कैसे तबाही मचा रहे हैं नकली कृषि कीटनाशक? अमरेली में नकली दवा जब्त

દિલીપ પટેલ
અમદાવાદ, 20 જુલાઈ 2024
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બાયપાસ પાસેથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.
નકલી દવા વેચીને કરોડોનો વેપાર કરતા વેપારીઓ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બિનઅધિકૃત જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલો મળી આવ્યો હતો. ફેકટરીના સ્થળેથી મનસીટીમાં રહેતાં અલ્કેશ ભાનુ ચોડવડીયાની ધરપકડ કરવામાં આવી હતી. વાડીમાંથી જંતુનાશક દવાની રૂ. 12 લાખની 876 બોટલ મળી હતી. 7 મશીન હતા.

અગાઉ ક્યાંથી પકડાઈ નકલી દવા
– વઢવાણના વેળાવદરના મકાનમાંથી રૂ. 17.33 લાખની નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.

– અંકલેશ્વરમાં નકલી જંતુનાશક દવા વેચવામાં આવતી હતી.

– રાજકોટના કોઠારિયા રોડ પર નારાયણ વે-બ્રીજ પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શેરી નંબર 5 માં આવેલ સનલાઈટ એન્ટરપ્રાઈઝ નકલી દવા બનાવતા હતા.

– રાજકોટ નજીક આવેલા નવાગામ ખાતે નકલી જંતુનાશક દવાની ફેક્ટરી ચાલતી હતી. અહીં રૂડાનગરમાં બ્રિજેશ ખાણઘર નામનો વ્યક્તિ લાયસન્સ વગર ખેતી માટેની જંતુનાશક દવાઓ બનાવતો હતો.

– રાજકોટમાં શાપર પડવલા રોડ પર ઈશ્વર વે બ્રિજ નજીક નકલી જંતુનાશક દવા ક્રિસ્ટલ ફર્ટીલાઈઝર પેઢીના જયેશ ઘેટીયા નકલી દવા બનાવતા હતા.

– મહારાષ્ટ્ર અને હરિયાણાની કંપનીની નકલી દવાઓ અંકલેશ્વર જીઆઇડીસીના કિશોર જગન્નાથ પટેલ અને અશોક જગન્નાથ પટેલ પાસેથી મળી હતી. જેમાં પોલો, એકસ્ટ્રા, મોનો, રીજન્ટ તથા અલગ અલગ નામોની જંતુનાશક દવા હતી.

લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી ખેડૂતો જંતુઓને મારવા પાક પર ઝેર છાંટે છે. ગુજરાતના 96 લાખ હેક્ટર ખેતરોમાં  6200 ટન જંતુનાશકોનો ઉપયોગ થાય છે. 4 હજાર ટન ફૂગ નાશક, બિયારણને પટ અને ખડ નાશક મળીને 10 હજાર ટન જંતુનાશકનો વપરાશ છે. જેમાં 5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ હતી. ખેડૂતો જ્ઞાનના અભાવે 25 ટકા નકલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે.

સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે.
દવાઓમાં 4થી 23 ટકા દવામાં ભેળસેળ થાય છે. 2018-19માં ગુજરાતની જંતુનાશક દવાની દુકાનોએથી 4011 દવાના નમુના લઈને ગાંધીનગર અને જૂનાગઢની પ્રયોગશાળામાં તેની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જેમાં 174 દવાઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની દવા ન હતી.

જેને ખોટું જ કરવું છે તેને નીતિ લાગુ પડતી નથી. તેઓ પ્રતિબંધિત દવાઓ મોટા ભાગે બનાવતાં હોવાનું બહાર આવ્યું છે. તે સૌથી વધારે ખતરો છે. ઝેરનું ચક્ર ચાલુ રાખે છે. તીવ્ર ઝેરી, લાંબા ગાળાની આરોગ્ય અસરો અને ઇકોસિસ્ટમ માટે જોખમ હોવાનું સાબિત થયું છે.

66 જંતુનાશકો એવા છે કે જે વિદેશમાં પ્રતિબંધિત છે. પણ આપણા ખેતરમાં વપરાય છે.

2018 અને 20માં માં 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં બેનોમિલ, કાર્બારીલ, ડાયઝીનોન, ફેનારીમોલ, ફેન્થિઓન, લિન્યુરોન, મેથોક્સી એથિલ મર્ક્યુરી ક્લોરાઇડ, મિથાઈલ પેરાથીઓન, સોડિયમ સાયનાઈડ, થિયોમોટોન, ટ્રાઈડેમોર્ફિલ, એલેક્લોર, ડિક્લોરવોસ, ફોરેટ, ફોસ્ફેમિડોન, ટ્રાયઝોફોસ છે.

પ્રતિબંધિત જંતુનાશક
એસેફેટ, અલ્ટ્રાઝિન, બેનફેકાર્બ, બ્યુટાક્લોર, કેપ્ટન, કાર્બેડેન્ઝાઇમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડાયમેથોટ, ડીનોકેપ, ડાયરોન, મેલાથીઓન, મેન્કોઝેબ, મેથોમીલ, મોનોક્રોટોફોસ, ઓક્સીફ્લોરોન, પેનફોલોન, પેનફોલ, મેથોલોફોસ, થેલોફોન, થેલોફોન. , થીરામ, ઝીનેબ અને ઝીરામ. (એસ્ફેટ, અલ્ટ્રાઝિન, બેનફારાકાર્બ, બ્યુટાચલોર, કેપ્ટન, કાર્બેન્ડેન્ઝીમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડીમેથોટ, ડીનોકેપ, ડાયરોન, માલાથિઓન, મેન્કોઝેબ, મિથોમિલ, મોનોક્રોટોફોસ, પોક્સીફ્લુઓન, સ્યુફ્લ્યુફોન, મેન્કોઝેબ, સ્યુલ્ફ્યુલિન, મેક, ઓક્સિજન , થીરામ, જીનેબ અને ગાયરામ.
27 ઝેરી જંતુનાશકો પર સંપૂર્ણ પ્રતિબંધ માટે ભલામણ કરી છે. રાસાયણિક ઉદ્યોગ જંગી નફો કમાવા માટે તે લોકોને ઝેર આપી રહી છે. રાસાયણિક ઉદ્યોગ સ્વાર્થી અને નફા માટે કામ કરે છે.

મોનોક્રોટોફોસ, એસેફેટ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રતિબંધિત છે. પંજાબ રાજ્ય સરકારે 27 માંથી પાંચ જંતુનાશકો (2,4-D, બેનફ્યુરાકાર્બ, ડીકોફોલ, મેથોમીલ, મોનોક્રોટોફોસ) માટે તેમની હાનિકારક અસરોને કારણે નવા લાઇસન્સ આપ્યા નથી. કેરળમાં, જાહેર આરોગ્યની ચિંતાઓને કારણે આમાંથી મોનોક્રોટોફોસ, કાર્બોફ્યુરાન, એટ્રાઝીન જંતુનાશકો 2011 થી પ્રતિબંધિત છે.

આલ્ડ્રીન, બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ, કેલ્શિયમ સાયનાઈડ, ક્લોરડેન, કોપર એસીટોઆર્સીનાઈડ અને મેનાઝોન, નાઈટ્રોફેન, પેરાક્વોટ ડાયમિથાઈલ સલ્ફેટ, પેન્ટાફ્લોરો નાઇટ્રો બેન્ઝિન, પેન્ટાક્લોરોફીનાલ, ડીલ્ડ્રીન, ટેટ્રાડિફોન, ટોક્ષાફેન, આલ્ડીકાર્બ, ડાયબ્રોમો ક્લોરોપ્રોપેન, એન્ડ્રીન, ઇથાઇલ મરક્યુરી ક્લોરાઇડ, હેપ્ટાક્લોર અને મેટોક્ઝ્યુકોન બનાવવા પર પ્રતિબંધ છે.

વધુમાં, 27 જંતુનાશકોમાંથી એટ્રાઝીન, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, મેલાથિઓન, મેન્કોઝેબ, મોનોક્રોટોફોસ જંતુનાશકો બાળકો માટે ઝેરી છે. જે જન્મજાત ખામી, મગજને નુકસાન અને નીચા IQનો સમાવેશ થાય છે. મોનોક્રોટોફોસ, ખાસ કરીને, 2013 માં બિહાર દુર્ઘટના માટે જવાબદાર છે, જેમાં 23 શાળાના બાળકો જંતુનાશકથી દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ પામ્યા હતા.

ભારતમાં 282 જંતુનાશકો નોંધાયેલા છે. આ નુકસાનકારક 27 જંતુનાશકો તમામ રજિસ્ટર્ડ જંતુનાશકોના 10 ટકા કરતા ઓછા છે. તેમના પર પ્રતિબંધ મૂકવાથી ખાદ્ય સુરક્ષા અને કૃષિ ઉત્પાદન પર કોઈ અસર થશે નહીં.

કૃષિ મંત્રાલય દેશમાં ઉપયોગ માટે નોંધાયેલી બાકીની તમામ જંતુનાશકોની સમીક્ષા કરવા WHOને વિનંતી કરે છે. જંતુનાશકોનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો ફરીથી ચકાસવા પડે તેમ છે.
સરકારે 40 જંતુનાશક દવાઓ અને 4 જંતુનાશક દવા બનાવવાના ફોર્મુલેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં આવી ફેક્ટરીઓ તે બનાવે છે.

ભારત સરકારે 18 જંતુનાશક દવાઓની નોંધણી રદ કરી નાખી છે જેમાં 2, 4 અને 5-ટી સામેલ છે.

એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ, કૅપ્ટાફોલ, સાયપરમેથ્રીન, ડાઝોમેટ, ડીડીટી, ફેનીટ્રોથીઓન, મેથાઈલ બ્રોમાઇડ, મોનોક્રોટોફોસ અને ટ્રીફ્લુરાલીન જેવા જંતુનાશક દવાઓના ઉપયોગ પર સરકારે નિયંત્રણો લગાવ્યાં છે.

6 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં ઍલાક્લોર, ડાઈક્લોરોવોસ, ફોરેટ, ફોસ્ફામિડોન, ટ્રાયાઝોફોસ અને ટ્રાઈક્લોફોરોન છે.

ખતરો
ક્લોરપાયરીફોસ (સીપીએસ) એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે જેનો ઉપયોગ પાક, પ્રાણીઓ અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર વપરાય છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે ઉપયોગ થાય છે. તે એસિટિલકોલિનેસ્ટેરાઝ એન્ઝાઇમને અટકાવીને જંતુઓની નર્વસ સિસ્ટમ્સ પર હુમલો કરે છે. વિશ્વમાં અનેક વિજ્ઞાનીઓએ તેના પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે તે જીવ સૃષ્ટિ માટે ખતરો છે, વર્ષો સુધી માટી સાથે રહે છે અને કૃષિ પાકના મૂળ આ જંતુનાશકને પસંદ કરતા નથી. તેથી છોડને વધુ રાસાયણિક ખાતરની જરૂર પડે છે.

વિશ્વમાં 55 વર્ષથી અને ગુજરાતમાં 45 વર્ષથી આ જંતુનાશક દવાએ માનવ અને જીવ સૃષ્ટિ પર  ખાનાખરાબી કરી છે.

જંતુનાશક ક્રિયા નેટવર્ક (PN) જે 90 દેશોમાં 600થી વધુ સહભાગી બિન-સરકારી સંસ્થા, સંસ્થાઓ અને વ્યક્તિના નેટવર્ક છે. તેમણે આ 27 જંતુનાશકોનો વિરોધ કરીને ભારતમાં તુરંત પ્રતિબંધ મૂકી દેવા માટે સરકારને કહ્યું છે. પણ ગુજરાત સરકાર તે અંગે કંઈ કરવા તૈયાર નથી.

મોટાભાગના ખેડૂતો અને ખેત મજૂરો કોઈ પણ સુરક્ષા સાધનો વગર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે અને ઝેરી અસરનો ભોગ બની રહ્યા છે.
અત્યંત જોખમી 338 જંતુનાશક દવાઓની સંખ્યા માર્ચ 2021માં હતી. કેટલીક જંતુનાશક દવા એટલી ઝેરી છે કે તેની એન્ટીડોટ તરીકે કોઈ દવા ઉપલબ્ધ નથી.

નમુના નિષ્ફળ
19 જુલાઈ 2019માં બે વર્ષમાં 33 જિલ્લામાં લેવાયેલા રાજ્યમાં જંતુનાશક દવાઓના 259 નમૂના હલકી ગુણવત્તાના મળી આવ્યા હતા.
દવા ખરાબ હતી. તેનાથી લોકો, પશુ, પર્વારણ, પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને કરોડોની ખોટ જતી હતી. મોંઘા ભાવે દવા ખરીદતા હતા. જમીન પણ ઝેરી ભળતું હતું.
જંતુનાશકોથી જંતુ મરતાં ન હતા.

મંજૂર થયેલી દવાઓની કંપનીઓના લેબલ લગાવીને નકલી દવા વેચી રહ્યા છે. નમૂના લીધા તેમાં મોટાભાગના નકલી અને બિન પ્રભાવી સાબિત થયા હતા.
સૌથી વધુ 23 નકલી દવા રાજકોટ જિલ્લામાં મળી હતી.
ગીર સોમનાથમાં 18 દવાના નમૂના નિષ્ફળ રહ્યા છે.
અરવલ્લી અને પંચમહાલમાં 16 નમૂના નિષ્ફળ રહ્યા હતા.
ગાંધીનગરમાં 15, સાબરકાંઠામાં 15, નવસારીમાં 12, કચ્છ અને મહેસાણામાં 11 નમૂના નિષ્ફળ રહ્યા છે.
ગુજરાતમાં 118 જંતુનાશક નિરીક્ષકો છે. તેઓ નુમના લે છે. પણ કેટલાક નિરીક્ષક અને પ્રયોગશાળાઓ મોટી ગોલમાલ કરીને નમુનાઓ પાસ કરાવી દેતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. જો આ ગોલમાલ ધ્યાનમાં લેવામાં આવે તો 4 ટકા ભેળસેળ પકડાય છે તે વધીને 10 ટકા થઈ જાય તેમ છે.

આવું જ, 2017-18માં થયું હતું. જેમાં 2905 નમુનામાંથી 77 ફેઈલ થયા હતા અને 59 ઉત્પાદકો અથવા વિતરકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

2016-17માં 3277 નમુનાઓમાંથી 73 નમુનામાં ભેળસેળ મળી હતી, 27 સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવી હતી.

2015-16માં 3252 નમૂનામાંથી 92 નમૂના ફેલ થયા અને 50 વેપારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

2014-14માં 3305 નમુનામાંથી 115 નમૂના ફેલ થતાં 57 ઉત્પાદકો-વેપારી સામે ગુના નોંધી કાનુની કાર્યવાહી કરી હતી.

જંતુનાશકોનો વપરાશ
2016માં દેશનું જંતુનાશક દવાનું બજાર રૂપિયા 17522 કરોડનું હતું, વાર્ષિક 7 ટકાના વૃધ્ધિ દર વિકસે 2026માં આ બજાર રૂ.34843 કરોડનું થવાનો અંદાજ છે.
વિશ્વભરમાં જંતુનાશકોનો વપરાશ વર્ષે આશરે 2 મિલિયન ટન છે. જેમાંથી 24% યુનાઇટેડ સ્ટેટ્સ અને 45% યુરોપ અને બાકીના 25% વિશ્વના અન્ય દેશો જંતુનાશક વાપરે છે.
દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતા કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભારતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ જણાવ્યું હતું કે રૂ. 45000 કરોડના પાકને નુકશાન થાય છે. ઔદ્યોગિક સંસ્થા એસોચેમના અભ્યાસ પ્રમાણે 2014માં રૂ. 50,000 કરોડના પાકને નુકશાન થયું હતું.

દેશના ખેડૂતોને 30,000 પ્રકારના નિંદામણ નાશક, 3000 પ્રકારના નેમાટોડ્સ અને 30,000 જેટલા પાક ખાઇ જતાં જંતુઓ હોય છે.
ભારતમાં જંતુનાશકોના કુલ વપરાશમાં કૃષિ અને બાગાયતનો હિસ્સો 67% છે. 40% ઓર્ગેનોક્લોરીન જંતુનાશકો, 30% ઓર્ગેનોફોસ્ફેટ, 15% કાર્બામેટ, 10% કૃત્રિમ પાયરેથ્રોઇડ્સ અને 5% અન્ય રસાયણો છે. ભારતમાં, ડાંગરના પાકમાં સૌથી વધુ 29% જંતુનાશકોનો ઉપયોગ થાય છે, ત્યારબાદ કપાસમાં 27%, શાકભાજીમાં 9% અને કઠોળમાં 9% ઉપયોગ થાય છે.

દવા બની દર્દ
ગુજરાતમાં કૃષિમાં જંતુનાશકો છાંટવામાં આવતા હોવાથી રોજ 100 લોકોના સીધા કે આડકતરા મોત કેન્સરથી થઈ રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં કેન્સરના 2 લાખ દર્દી શોધાયા છે. 2018માં 66 હજાર દર્દીઓ કેન્સરના હતા. 2020માં 70 હજાર થયા છે. 2024માં ગુજરાતમાં 1 લાખ દર્દી કેન્સરના હશે. તેના માટે ખેતરમાં પાક પર આવતા જંતુઓનો નાશ, ફુગના નાશ માટે અને ખડના નાશ વરાતી 104 દવાઓ જવાબદાર છે.

ડયાબીટીશ, હૃદયરોગમાં ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ દર્દી હતા. હવે ભારતમાં વસ્તી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં નંબર એક પર આવી ગયું છે. જેમાં સ્તન કેન્સર 30 ટકા અને મોઢાના 36 ટકા દર્દી છે. જે જંતુનાશકો અને તમાકુના કારણે છે.
સરેરાશ ભારતીય સ્વાદિષ્ટ ખોરાક સાથે તેના દૈનિક આહારમાં 0.27 મિલિગ્રામ ડીડીટીનું સેવન કરે છે, પરિણામે સરેરાશ ભારતીયના શરીરની પેશીઓમાં સંચિત ડીડીટી સ્તર 12.8 થી 31 પીપીએમ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

જંતુનાશકનું સ્તર ઘઉંમાં 1.6 થી 17.4 પીપીએમ, ચોખામાં 0.8 થી 16.4 પીપીએમ, કઠોળમાં 2.9 થી 16.9 પીપીએમ, મગફળીમાં 3.0 થી 19.1 પીપીએમ, લીલા શાકભાજીમાં 5.00 અને બટાટામાં 68.5 પીપીએમ મળે છે.

ગુજરાતમાં 4.8 થી 6.3 પીપીએમ સુધીની ડેરીઓ દ્વારા દૂધના 90 ટકા નમૂનાઓમાં પણ ડીલડ્રીન મળી આવ્યું હતું. ખેતીમાં રાસાયણિક ઝેરના ઉપયોગથી નદીઓના પાણી પણ ઝેરી બની ગયા છે. તળાવોના પીવાના પાણીમાં 0.02 થી 0.20 ppm સુધીના જંતુનાશકો મળી આવ્યા છે.

NCRB ડેટા કહે છે કે 2019 માં ભારતમાં જંતુનાશકો (આત્મહત્યા અને આકસ્મિક વપરાશ) ને કારણે 31,026 લોકો મૃત્યુ પામ્યા હતા.

જીવાણું વધી રહ્યાં છે
2014-15માં શાકભાજી અને ખેતપેદાશોમાં 2.6 ટકામાં જંતુઓ મળી આવ્યા હતા.
20618 નમૂનામાંથી 543 નમુના ખરાબ હતા. ફેઈલ સેમ્પલમાં 56 ટકા શાકભાજીના હતા. જેમાં નિયત કરતા વધુ જીવાણુઓ માલુમ પડ્યા હતા. લીલા મરચા, ફુલાવર, કોબીજ, રીંગણા, ટમેટા, કેપ્સીકમ, જેવા શાકભાજીમાં આ માત્રા વધુ હતી. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખાદ્યચીજોમાં જીવાણુની સંખ્યા વધી રહી હોવાનું કહ્યું છે.

ચોંકાવરાના અહેવાલો
હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે
https://allgujaratnews.in/gj/%e0%aa%b9%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0%e0%ab%87-600-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae-%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95-%e0%aa%b5/

જંતુનાશક દવાઓમાં ભેળસેળ
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be%e0%aa%93%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%ad%e0%ab%87%e0%aa%b3%e0%aa%b8/
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
https://allgujaratnews.in/gj/%e0%aa%a1%e0%ab%81%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%80%e0%aa%95%e0%ab%87%e0%aa%9f-%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be%e0%aa%93%e0%aa%a8/

ગુજરાતમાં 45 વર્ષથી ક્લોરપાયરિફોસ જંતુનાશક વિનાશ વેરી રહ્યું છે
https://allgujaratnews.in/gj/chlorpyrifos-has-been-suffering-from-pesticide-destruction-in-gujarat-for-45-years/

જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ
https://allgujaratnews.in/gj/farmers-falls-due-to-adulteration-of-up-to-23-in-pesticides/

5 ટકા જંતુનાશક દવાઓમાં ભેળસેળ પકડાઈ
https://allgujaratnews.in/gj/5-%e0%aa%9f%e0%aa%95%e0%aa%be-%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be%e0%aa%93%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%ab%87%e0%aa%b3/

ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1
https://allgujaratnews.in/gj/pesticide-gujarat-cancer/

ભગવાનનું બ્રાન્ડ નામ રાખી જંતુનાશકો અને ખાતરમાં વ્યાપક ભેળસેળ
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%97%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%a8%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b0%e0%aa%be%e0%aa%96/
શાકભાજી ઝેરી તત્વો-જંતુ નાશકોનું ખતરનાક પ્રમાણ
https://allgujaratnews.in/gj/%e0%aa%b6%e0%aa%be%e0%aa%95%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%ab%80-%e0%aa%9d%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a4%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81-%e0%aa%a8/

એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં સ્ફોટક વિગતો
https://allgujaratnews.in/gj/pesticide/