ગાંધીનગર, 20 માર્ચ 2020
ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવો પર્દાફાશ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે એક વિડિયોમાં કર્યો છે.
જે ખરીદાતા નથી તેમના અંગે અફવા ઉડાવવામાં આવે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે કે મને કરોડો રૂપિયાની ઓફર ભાજપે કરી છે. તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસને ખતમ કરવા મને કરોડો રૂપિયાની ઓફર કરી છે. હું મન્યો નહીં પણ મારી પાસે તમામ પૂરાવા છે. જે હું જાહેર કરવાનો છું.
100 કરોડની ઓફર
કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અને આજે ભૂતકાળમાં મારા સહિત 4 ધારાસભ્યોને ભાજપે રૂ.100 કરોડની ઓફર કરી હતી. આ વખતે હજુ સુધી કોઈએ ઓફર કરી નથી.
મુખ્ય પ્રધાને રૂ.65 કરોડમાં સોદો કર્યો
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકો લોકશાહીની હત્યા કરવા નીકળ્યા છે. ભાજપના શાસકોએ ભ્રષ્ટાચારના જોરે કમાયેલા કરોડો રૃપિયાના સહારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરે છે. લોકશાહીના મૂલ્યોને ખતમ કરવાના હીન પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ જયાં સુધી કોંગ્રેસના કાર્યકરો અને નીતિવાન નેતાઓ હયાત છે. કોંગ્રેસ લોકશાહીને બચાવવા છેક સુધી લડી લેશે. સીએમના બંગલે 4 ધારાસભ્યોને રૂ.65 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.
ભાજપ 50 કરોડનો ઉકરડો
અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં માંગ્યા દામે ખરીદવા તૈયાર બન્યા છે. ભારતીય જનતા પાર્ટી જાણે કોઈ ગારબેજ-યાર્ડ કે આખા ગામનો ઉકરડો હોય એમ તમામ કચરો સ્વીકારવા સદા તૈયાર હોય છે. સવાલ તો એ છે કે ધારાસભ્યોને 50-50 કરોડમાં ખરીદવાના રૂપિયા ભાજપ પાસે આવે છે ક્યાંથી ? તમે તો પ્રભુ શ્રી રામના પરમભક્તો હોવાનો દાવો કરો છો, તમે તો ભારત માતાના સિપાઈઓ હોવાનો પણ દાવો કરો છો, તમે તો રાષ્ટ્રભક્તિના ઠેકેદારો પણ છો – તો તમારી પાસે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના આ કરોડો રૂપિયા આવે છે ક્યાંથી ?
100 કરોડનું પેકેજ
ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છેકે, કોંગ્રેસના ધારાસભ્ય કેટલામાં વેચાયાં છે, રૂા.100 કરોડમાં એક વેચાયાં છે કે પછી બે ધારાસભ્યો. ચૂંટણીમાં મતદારોના મતો મેળવીને ચૂંટાયેલાં પ્રતિનીધીઓ પોતાના સ્વાર્થ ખાતર પૈસામાં પોતાનું જમીર,વિચારધારા અને મતદારોનો વિશ્વાસને વેચી પક્ષપલટો કરી રહ્યાં છે ત્યારે મતદારોમાંય રોષ ભભૂક્યો છે.
100 કરોડના સવાલ પર નીતિન પટેલે ચાલતી પકડી
માંગરોળના ધારાસભ્ય એવા બાબુ વાજાના આ નિવેદન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂપ રહ્યા હતા. રાજ્યસભા ચૂંટણીમાં ચાર સભ્યો સાથે આવવા માટે કોગ્રેસના બાબુભાઇ વાજાને ભાજપે ભૂતકાળમાં 100 કરોડની ઓફર કરી હતી એવો સવાલ કરતા નીતિન પટેલે ચાલતી પકડી હતી.
અગાઉ શું થયું
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના 77 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં ભાજપે 12 ધારાસભ્યોને ખરીદ કર્યા છે. કરોડો રૂપિયા પક્ષાંતર કરવાના ભાજપે આપ્યા છે. કારણ કે ભાજપ પાસે બેસુમાર દોલત છે. પ્રજાએ ભાજપના જ્યાં ધારાસભ્યો ચૂંટીને મોકલ્યા નથી ત્યાં પક્ષ પ્રમુખ ખરીદી કરે છે. તેથી હવે કોંગ્રેસના ધારાસભ્યો ઘટીને 68 થઈ ગયા છે. તેમાંથી બીજા કેટલાંક પક્ષપલટો કરીને અને કરોડોની સોદાબાજી કરીને કે સત્તાની સોદાબાજી કરીને ભાજપને મદદ કરશે.
ડિસેમ્બર 2017થી માર્ચ 2020 સુધીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા 12 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમા 7 ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટણી લડ્યા જેમાંથી 5 વિજતા બન્યા હતા. તેનો મતલબ કે લોકો હવે ધારાસભ્યોની ખરીદી ભાજપ કરે તેમાં વાંધો નથી.
છેલ્લા 27 મહિનામાં સંખ્યાની દ્રષ્ટીએ કોંગ્રેસમાંથી 9 ધારાસભ્યો ઓછા થઈ ગયા છે. જોકે એની સામે ભાજપમાં વર્ષ 2017માં 99 ધારાસભ્યો હતા જે સંખ્યા અત્યારે 103 પર પહોંચી છે.
સૌ પ્રથમ જૂલાઈ 2018માં કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા. સોદાબાજી કરીને 2 કલાકમાં પ્રધાન બની ગયા હતા. ઊંજાના આશા પટેલ, માણાવદરના જવાહર ચાવડા, મોરબીના પરસોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયા, અલ્પેશ ઠાકોર, અને ધવલ ઝાલા પક્ષપલટલો મારીને સત્તાની અને સંપત્તિની શોદાબીજી કરી હતી. ભાજપે નાણાંની કોથળી અને સત્તાની ખૂરશી ખાલી રાખી છે.
15 માર્ચ 2020ના રોજ વધુ 5 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા 27 મહિનામાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્યોની સંખ્યા 12 થઈ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, જે. વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા કોળીપટેલ પ્રજા સાથે ગદ્દારી કરીને ભાજપમાં પટલી મારી છે. શોદાબાજી કરી છે.