મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે

ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020
મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે 25 લાખ ટનથી વધું મગફળી પાકી નથી. જો ધારણા 2 ગણી બાંધવાના કારણે વેપારીઓએ ભાવ નીચા રાખ્યા હતા. જો કેન્દ્રની મોદી સરકાર હજું પણ મદદ કરે તો મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે. ખાસ કરીને નિકાસની સાવ છૂટ આપીને ભાડુ ઘટે, કન્ટેઇનર અને જહાજ વધારે મળે તો નિકાસ 25 ટકા વધી શકે છે. ખેડૂતોની ચીજની નિકાસ વધે તેમાં ખેડૂતો અને વેપારીઓને ફાયદો છે.

ગુજરાતમાં મગફળીનું 35 લાખટન ઉત્પાદન થવાની ધારણા હતી જે 20 લાખ ટનની અંદર થઈ ગયું છે. વર્ષ 2019-20માં ગુજરાતમાંથી મગફળીની નિકાસ 4.7 લાખ ટન રહી જે વર્ષ 2018-19માં ત્રણ લાખ ટન હતી. આવી રીતે મગફળીની નિકાસમાં 57 ટકાની વૃદ્ધિ થઇ છે.

ચીનમાં ઉત્પાદન 40 લાખ ટનથી ઓછું રહેવાની સંભાવના છે. ત્યાંથી મગફળીથી સારી માંગ છે. અમેરિકા તેમજ આર્જેન્ટિનાની તુલનાએ ગુજરાતની મગફળી સસ્તી છે. ચીનમાં ભારતીય મગફળીની આયાત પર 15 ટકા આયાત જકાત લાગે છે. જ્યારે આફ્રિકાથી સપ્લાય પર કોઇ જકાત નથી. રોસ્ટેડ અને ફ્લેવર્ડ સિંગદાણાની નિકાસ પણ વધી છે.

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન થયેલ મગફળીની કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી લગભગ 55 ટકા રહી છે. રૂપિયાની રીતે આ મગફળીની નિકાસ 33 ટકા વધી છે. ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને ચીનમાં નિકાસ થઇ છે.

ભારતમાંથી 34535 ટન મગફળીની નિકાસ ઓગસ્ટ 2020માં કરી છે. જે ઓગસ્ટ 2019માં 19225 ટન હતી. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મગફળીની નિકાસ 13 ટકા વધીને 174610.53 ટને પહોંચી ગઇ જેનું મૂલ્ય 1571.61 કરોડ રૂપિયા છે. ગયા વર્ષે રૂ.5 હજાર કરોડની મગફળી નિકાસ થઈ હતી. આ વર્ષે સરકાર સહકાર આપે તો રૂ.25 હજાર કરોડની મગફળી નિકાસ થઈ શકે તેમ છે.

ભારતમાં ચાલુ વર્ષે મગફળીનું 5095500 હેક્ટરમાં વાવેતર થઈને કૂલ ઉત્પાદન 7728597 ટન થવાનો અંદાજ છે. પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 1517 કિગ્રા રહેવાનો અંદાજ છે.

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડકટસ એકસપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી

2016-17 માં 5500 કરોડની કિંમતની મગફળીની નિકાસ થઇ હતી.

મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે, પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. કૃષિ વિભાગે અંદાજ 54.65 લાખ ટન મૂક્યો હતો. જે સદંતર ખોટો પડ્યો છે. ખોટો જ નહીં પણ માત્ર 50 ટકા જ સાચો પડ્યો છે. તેથી કૃષિ વિભાગના અધિકારીઓ પાસેથી કૃષિ મંત્રી રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખુલાસો પૂછવો જોઈએ એવી માંગણી ખેડૂતોની છે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર એ ઉત્પાદન, વિકાસ, વપરાશ અને નિકાસના સંદર્ભમાં ભારતનો સૌથી મોટો ક્ષેત્ર છે. ભારતના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફળો અને શાકભાજી શામેલ છે; મસાલા; માંસ અને મરઘાંની ખેતી; દૂધ અને દૂધના ઉત્પાદનો, આલ્કોહોલિક પીણા, મત્સ્યઉદ્યોગ, વાવેતર, અનાજની પ્રક્રિયા અને અન્ય ગ્રાહક ઉત્પાદનો જૂથો જેમ કે કન્ફેક્શનરી, ચોકલેટ અને કોકો ઉત્પાદનો, સોયા આધારિત ઉત્પાદનો, ખનિજ જળ, ઉચ્ચ પ્રોટીન ખોરાક, વગેરે. ‘એફ ફૂડ એન્ડ એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રમાં સૂચવવામાં આવ્યું છે. ઉપરાંત, સરકાર સંયુક્ત સાહસો માટેની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી છે. ઔદ્યોગિક 100% નિકાસલક્ષી રોકાણ રૂ. 10,000 કરોડથી વધુનું વિદેશી રોકાણ છે.

મગફળીનાં વધું સમાચારો વાંચો 

કયા દેશમાં ગુજરાતની મગફળી નિકાસ થાય છે

https://allgujaratnews.in/gj/msp-operations-during-kharif-marketing-season-2020-21-95318-50-mt-of-moong-urad-groundnut/

https://allgujaratnews.in/gj/production-on-groundnut-declined-due-to-late-rain-causing-a-loss-of-rs-10000-crore-to-the-farmers-of-gujarat/

https://allgujaratnews.in/gj/farmers-fooled-peanut-support-price-hike-by-1-85-rupees-gujarati-news/

https://allgujaratnews.in/gj/green-famine-government-estimated-high-production-even-though-50-percent-crops-damage-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/government-estimates-production-of-54-65-lakh-tonnes-of-groundnut-despite-heavy-rains-gujarati-news/

https://allgujaratnews.in/gj/the-state-governor-has-shown-cheap-natural-medicine-to-kill-viruses-fungi-caterpillars-and-suckers-in-peanuts/

https://allgujaratnews.in/gj/gujarat-farmers-are-ahead-of-china-in-peanut-farming-but-behind-in-production-english-hindi-gujarati-news/

https://allgujaratnews.in/gj/yellowing-is-killing-peanut-farmers-gujarat/

https://allgujaratnews.in/gj/farmers-have-seen-a-100-per-cent-increase-in-groundnut-cultivation-showing-what-changes-are-coming/

https://allgujaratnews.in/gj/jamnagar-farmers-get-the-highest-production-of-groundnut/

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b5%e0%aa%a0%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b2%e0%aa%b3%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%87%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%97/

https://allgujaratnews.in/gj/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%81-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-25-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96/

https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%95%e0%ab%8c%e0%aa%ad%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b8/

પ્રોસેસ્ડ ફૂડની ભારતની નિકાસ રૂ. ઉત્પાદનોના શેર સહિત 2019-20માં 31,204.78 કરોડ રૂપિયા છે.

કેરીનો પલ્પ રૂ. 584.32 કરોડ છે
પ્રોસેસ્ડ શાકભાજી રૂ. 2760.53 પર રાખવામાં આવી છે
કાકડી અને ખેરકિન્સ, તૈયાર અને પ્રક્રિયા, રૂ. 1241.21 કરોડ
પ્રોસેસ્ડ ફળો, જ્યુસ અને નટ્સ રૂ .3086.44 કરોડ
કઠોળ રૂ .1533.74 કરોડ
મગફળી રૂ. 5096.39 કરોડ
ગુવારગામ રૂ. 3871.81 કરોડ
ગોળ અને કન્ફેક્શનરી રૂ. 1633.29 કરોડ
કોકો પ્રોડક્ટ્સ રૂ. 1274.34 કરોડ
તૈયાર અનાજ રૂ.3871.81 કરોડ
આલ્કોહોલિક પીણા રૂ. 1648.62 કરોડ છે
પરચુરણ તૈયાર ફૂડ રૂ. 4147.89 કરોડ
મિલ્ડ પ્રોડક્ટ્સ રૂ. 1064.62 કરોડ

ભારતીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મુખ્યત્વે નિકાસ લક્ષી છે. ભારતનું ભૌગોલિક સ્થાન તેને યુરોપ, મધ્ય પૂર્વ, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા અને કોરિયા સાથે જોડાણનો અનોખો લાભ આપે છે. ભારતના અસ્થિર ક્ષેત્ર વચ્ચેના કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોના વેપારનું મૂલ્ય ભારતના સ્થાન લાભને દર્શાવતું આવું એક ઉદાહરણ છે.