ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્રકારના મૃદુકાય, 27 પ્રકારના ઝીંગા, 30 પ્રકારના કરચલા, 200 પ્રકારની માછલી, 8 પ્રકારનાદરિયાઇ કાચબા, 94 પ્રકારના પાણીના પક્ષીઓ, 78 પ્રકારનાં જમીનના પક્ષીઓ છે. કચ્છના અખાતના પરવાળાના ખડકો પર દરિયાની ઓટમાં પગપાળા ફરી શકાય છે. જીવતું સ્વર્ગ મિનિટોમાં ખતમ થઈ શકે છે.
41 ટકા મૂરિંગ પોઇંટ અખાતમાં
ભારતના કૂલ 27 સિંગલ મૂરિંગ પોઇંટ પૈકી 11 માત્ર કચ્છના અખાતમાં છે. એટલે કે 41%. 2019ના 12 મહિનામાં ભારતની ક્રૂડ ઓઇલની આયાત 212.4 મિલિયન ટન થઈ હતી. તેના 50 ટકા એટલે કે 106 મિલિયન ટન કચ્છના અખાતમાં આયાત થાય છે. જેમાં રિલાયંસ મુખ્ય છે. માલવાહક જહાજમાં અકસ્માતના કારણે ઓઇલ પ્રસરવાની શકયતા વધુ રહે છે. જો મોટા પ્રમાણમાં ઓઈલ ઢોળાય તો કરોડો જિવો થોડી મિનિટોમાં જ ખતમ થઈ શકે છે.
મુખ્ય પ્રધાનની શેખી
21 ડિસેમ્બર 2016ના રોજ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે કચ્છનો અખાત સાફ કરાશે. દરિયાની સફાઈ કરાશે. જેને 4 વર્ષ પૂરા થવા આવ્યા છે. છતાં કચ્છનો 7300 વર્ગ કિલોમિટરનો દરિયો સાફ થયો નથી કે તે માટે દરિયાનું એક લીટર પાણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરાવી શક્યા નથી. તેઓ માત્ર વાતોના વાડા કરે છે, સમુદ્ર સાફ કરવાની વાતો કરીને કંઈ કરતાં નથી. દરિયાને સાફ કરવો સરળ નથી. અમદાવાદ શહેરની નીચે વહેતી સાબરમતી નદી દુનિયાની સૌથી વધું પ્રદુષિત નદીને તેઓ સાફ કરી શક્યા નથી ત્યાં દરિયો સાફ કરવાની વાત કરે છે.
દરિયો સાફ કરવાની વાતો
ભારતીય તટ રક્ષક દળ દ્વારા કચ્છના અખાતમાં હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઇઝ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાગરમાં પ્રદૂષણ નિવારવા માટે તટરક્ષક દળને પૂરો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. સ્વચ્છ ભારતની જેમ સાગરને પણ સ્વચ્છ બનાવાશે, એવું નિવેદન આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, કચ્છનો અખાત સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. ત્યારે, જળસીમાની સુરક્ષા સાથે દરિયાઇ સંપદાના સંરક્ષણનું કાર્ય સરાહનીય છે. સાગરમાલા પ્રોજેકટ માટે ગુજરાતના પોર્ટના વિકાસ માટેની વાતો કહી હતી.
ઈકોસેન્સેટિવ અખાત
ઇકોસેન્સેટિવ એવા કચ્છના અખાતની જૈવિક સંપદાનું તથા સાગર સીમાનું રક્ષણ કરવામાં ભારતીય તટરક્ષક દળના 250 જવાનોની ભૂમિકાની વાત કરી હતી.
20થી 60 ફૂટ ઉંડો અખાત
અકસ્માતે દરિયામાં ઓઇલ ઢોળાય તો શું થાય, 7350 વર્ગ કિલોમિટરમાં કચ્છનો અખાત છે. જે 20થી 60 મીટર ઉંડું પાણી ધરાવે છે. તેની લંબાઈ 170 કિલો મીરટ છે. પહોળીઈ મુખ પાસે 75 કિલોમીટર છે. કંડલા, મુંદ્રા જેવા બંદરો આવેલા છે, જયાંથી ભારતના કૂલ આયાતના 74 ટકા કાચાતેલની આયાત થાય છે.
રિલાયન્સ તથા એસ્સાર
રિલાયન્સ તથા એસ્સાર કંપનીની રિફાયનરી કચ્છના અખાતમાં ઓઈલ ઉતારે છે અને મોકલે છે. આ ઓઈલ ઢોળાય કે પાણીમાં પ્રદુષણ થાય તો કચ્છના અખાતમાં મેન્ગ્રુવ અને પરવાળાના બેટ પણ આવેલા છે, તેની જૈવિક સંપદાનો નાશ થઈ શકે છે. તેની જવાબદારી ભારતીય તટરક્ષક દળને નોડેલ એજેન્સીની છે.
મોટા ઉદ્યોગો
રિલાયન્સ, એસ્સાર, અદાણી, એલ એન્ડ ટી, સૈલ, હજીરા, એક્સલ, નિરમા, આઈ.પી.સી.અલે. શીપબકે્રીંગ જવેી માટેી કંપનીઓ દરિયાકીનારા પર પોતના ઉદ્યોગો શરૂ કર્યા છે.
લેપ્ટા માછલીઓ
કચ્છના અખાતમા દરિયાઈ જીવો વિપુલ પ્રમાણમાં છે જે દ્વારકાથી નવલખી સુધી છે. કચ્છના અખાતમાં કાદવ વિસ્તાર છે. જ્યાં લેપ્ટા માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કચ્છના અખાત પાસે ઉદ્યોગો અને બંદરના કામકાજો વિસ્તરેલા છે. આ બધા પરિબળો દરિયાઈ સંપત્તિ અને પયાર્વરણને નુકશાન થયું છે.
સાધનો
2 પોલ્યુશનકન્ટ્રોલ વેસેલ, 2 ઓફ શોર પેટ્રોલ વેસેલ, 2 ઇન્ટરસેપ્ટર બોટ, 2 ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, એરફોર્સના 2 એરક્રાફટ, 1 હેલીકોપ્ટર છે. આઇ.સી.જી. પોલ્યુશન કંટ્રોલ વેસેલ (પી.સી.વી.) આઇ.સી.જી.એસ. સી. સીડ ફાસ્ટ પેટ્રોલ વહાણ આઇસીજીએસ અરિંજય અને ઇન્ટરસેપ્ટર બોટ આઇસીજીએસ સી-401, સી-152, સી-313 અને સી-116 છે. હેલી સીમર દ્વારા ઓઇલ એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવે છે. ટાઇડલ વેવ્ઝ હોય ત્યારે પણ ઓઇલને પ્રસરતું અટકાવવામાં આવે છે. એરફોર્સના એરક્રાફટ દ્વારા પોલ્યુશન કન્ટ્રોલ કરી શકાય છે.