140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી

ગાંધીનગર, 11 મે 2020

સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમાં પણ 36 ટકાનો વધારો થયો છે. 2001 થી અત્યાર સુધીમાં સિંહોની વસતી લગભગ ડબલ થઈ ગઈ છે અને તેના ફૂટપ્રિન્ટ નિશાનમાં ચાર ગણો (400 ટકા) વધારો થયો છે. સિંહોની સંખ્યાને સત્તાવાર નહીં ગણાય. 1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા.

નર સિંહ કરતા માદા સિંહની સંખ્યા વધારે છે. 161 નર સિંહ સામે 260 માદા છે.

સિંહ છે. સિંહોની વસ્તીમાં અત્યાર સુધીમાં સૌથી મોટો વધારો થયો છે. ગીરના સિંહની 2015 ની ગણતરીમાં સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 થઈ ‌છે.  સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-2015માં થઈ તેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્‍તી હતી.

કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49  માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30000  ચો.કિમી થયું છે. 5 જૂન બપોરે બે વાગ્યાથી 6 જૂન બપોરે બે વાગ્યા સુધી સિંહોનું પૂનમ અવલોકન કરવામાં આવ્યું હતું. કવાયતમાં 1400 કર્મચારીઓ જોડાયા હતા. 13 વિવિધ વિભાગ પાડવામાં આવ્યા.

બે ડઝન સિંહના મોત

અધિકારીઓએ જણાવ્યું હતું કે બાબેસિઓસીસ નામના રોગના લીધે છેલ્લા ત્રણ મહિનામાં જ બે ડઝન જેટલા સિંહના મોત નિપજ્યાં હતા. જ્યારે ઓક્ટોબરથી નવેમ્બર 2018માં સીડીવીના કારણે 40 સિંહના મોત થયા હતા.

2020માં સિંહોની સંખ્યા

પુખ્ત સિંહો

વર્ષ     નર     માદા

2015  109  201

2020  161  260

બચ્ચા

2015          140

2020          1૩7

પાઠડા  નર     માદા વણ ઓળખાયેલ

2015  ૩2     28     1૩

2020  45     49     22

સિંહોની સંખ્યાને સત્તાવાર નહીં ગણાય 

સિંહોની વસતી અને વિસ્તરણનું અવલોકન

વર્ષ     વસ્તી  વિસ્તરણ – ચો.કિલોમીટર

1990  284  6600

1995  ૩04  10000

2001  ૩27  12000

2005  ૩59  1૩000

2010  411  20000

2015  52૩  22000

2020  674  ૩0000

30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો

વર્ષ    સિંહ

1936       287

1950       227

1955       290

1963       285

1968       177

1974       180

1979       205

1985       239

1990       284

1995       304

2001       327

2005       359

2010       411

2015       523

2020       674

2020માં સિંહોની વસતી ગણતરી ડિઝીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિકથી હાથ ધરવાની હતી.

12 સિંહની વસતી

1880માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર 12 સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારે પ્રથમવાર 1968માં ગણતરી કરી ત્યારે 177 સિંહો હતા. 1910માં 411, 1915માં 523 હતા. હવે 1000થી વધું હોઈ શકે છે.

બે વર્ષમાં 222 સિંહના મોત

1-6-2017થી 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્‍યુ થયા હતા.

2015માં ગુજરાતમાં હાથ ધરાયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 થઈ હતી. આ અગાઉ 2010માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 411 હતી. 2010ની 411ની સરખામણીએ 2015માં સિંહોની સંખ્યામાં 112 એટલે કે 27 ટકાનો વધારો થયો હતો.

2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે. મોનીટરીંગ કરવા 70 રેડિયો કોલર જર્મનીથી મંગાવી લગાવાયા છે. 2010ની તુલનાએ 27 ટકા વૃદ્ધિ થઈ હતી. જેમાં 109 પુખ્‍ત સિંહ, 201 સિંહણો અને 213 બાળ સિંહ મળી કુલ 523 સંખ્‍યા પહોંચી છે.

ગીર જંગલ બહાર – બૃહદ ગીર

સિંહોના વિસ્‍તાર ગીર અભ્‍યારણ તથા ગીર નેશનલ પાર્કથી વધીને સૌરાષ્‍ટ્ર 9થી 10 જિલ્‍લાઓ, બૃહદ ગીરમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા પોરબંદર જિલ્‍લાઓનો સમાવેશ થાય છે.

ગીરના જંગલમાં સિંહની ક્ષમતા 250 જેટલી છે. તેની સામે અઢી ગણાં સિંહો થઈ ગયા છે. 1965માં ગીર અભયારણ્યનો 1153 કિ.મી.નો વિસ્તાર, 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો 258 ચોરસ કી.મી. જાહેર થયો હતો. ગીરના જંગલનું અભયારણ્ય હાલ 1412 ચો.કી.મી. વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો 22,000 ચો.કિ.મી.નો છે. સિંહની વસતી વધતાં જંગલ બહાર લોકોની વચ્ચે આવવા લાગ્યા હતા. 2004માં મિતીયાળા અને 2008માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. હાલ સિંહની વસ્તી 600 છે.

222ના મોત

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 જેટલા સિંહોના મૃત્ય થયા હતા, જેમાં 23 સિંહો અકુદરતી મોત પામ્યા હતી. બે વર્ષમાં મૃત્યુ પામેલા સિંહો પૈકી 90 સિંહબાળ હતા જેઓ ઇન ફાઈટ અથવા તો ઓછા સર્વાઈવલ રેટને કારણે મૃત્યુ પામ્યા હતા. સિંહનો સરેરાશ મૃત્યુ દર વસતીના 10% જેટલો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018માં ફાટી નીકળેલા CVD રોગચાળાના મોત થયા હતા. છતાં સિંહોની સંખ્યા 700ને પાર હતી.

2015માં 523 સિંહો હતા, જે આ વખતે બે ગણા થઈ જવાની શક્યતા છે. સિંહોની ગણતરીનું કામ મે 2020માં હાથ ધરાશે. સિંહોની સંખ્યા 1100થી 1200 હોવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવે છે. વન વિભાગના બીટ ગાર્ડ દ્વારા નિયમિત રીતે સંખ્યા ગણવામાં આવે છે. સાત જિલ્લામાં જોવા મળેલા સિંહોના પગલાં પરથી આ અંદાજ વ્યક્ત કરાયો છે. સુરેન્દ્રનગરના ચોટિલથી 20 કિમી દૂર દેડુકી ગામમાં પણ બે સિંહ જોવા મળ્યા હતા.

500 સિંહોને માઈક્રો-ચિપ્સ લગાવાઈ છે

માઈક્રો-ચિપ્સ લગાવવામાં આવી હોય તેવા સિંહોની સંખ્યા વધીને 500એ પહોંચી ગઈ છે. તેમની વસ્તી વધી હોવાનો મજબૂત પુરાવો છે. બીજા 150 જેટલા 3થી 13 વર્ષના સિંહો પકડાયા નથી. 3 વર્ષ કરતા નાના અને 13 વર્ષથી ઉપરના 400 જેટલા સિંહોને ઉમેરીએ તો આંકડો 1,000ને પાર કરે છે. લોકોમાં ભય અને ગુજરાત બહાર લઈ જવાનો ભય હોવાથી તથા સમુહોના દબાણથી બચવા સિંહોની સાચી સંખ્યા જાહેર થતી નથી.