દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતું. હવે કેળના દોરાનું કાપડ અને વસ્ત્રો બનાવવાના ઉદ્યોગના દ્વાર ખુલી ગયા છે. ફળ સંશોધન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું છે કે, કેળનું થડ હાથ વણાટના દોરા, કાપડ, કાગળ, દોરડા બનાવા સહેલા છે. તેમ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધન નિયામક ડો.એસ. આર. ચોધરીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 5 હજાર વર્ષથી કપાસથી કાપડ અને કપડા બનાવવાનો એક હથ્થુ ધંધો હતો. હવે કોટન ફાઈબર પછી કેળ ફાઈબરમાં પણ ગુજરાતના વિજ્ઞાનીઓએ નામના કાઢી છે.
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના ફળ સંશોધન વિભાગના વિજ્ઞાની ડો.ચિરાગ દેસાઈ કહે છે કે, જલગાંવના ભુસાવાડામાં અમારી ટેકનોલોજીના આધારે કાપડ બનાવવાની મિલ બની રહી છે. 10 લાખ ટેકનોલોજી ફી આપીને તેમણે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય પાસેથી તકનિક ખરીદી છે. તેના ઉપર તે મિલના એન્જીનિયરોએ સંશોધન કરીને પોતાનું કેળાના રેસા આધારિત કાપડ બનાવશે. જલવાના ભુસાવડમાં 60 એકર જમીન પર કેળા કાપડ મિલ બની રહી છે. જે કદાચ ઓગસ્ટમાં કામ કરતી થઈ જશે. મિલ ઉત્પાદના 2 ટકા રોયલ્ટી આપશે. કેટલું કાપડ બનાવશે તે હવે ચોક્કસ મીટર સાથે ખબર પડશે. સ્પીનીંગ ટેકનોલોજી અંગે તે કંપનીએ સંશોધન કરેલું છે. આવું કેળના રેસાની શોધના 10 વર્ષ પછી થઈ રહ્યું છે.
જોકે, અટીરાએ નવસારીના સંશોધન પછી અમદાવાદની અટીરાઈ કેળના દોરાથી કાપડ બનાવવાનું કોમર્સિયલી વાયેબલ બનાવવા માટે સંધોધન કરવાની જરૂર હતી. પણ 11 વર્ષથી તેમ થયું નહીં. હવે મહારાષ્ટ્રમાં કેળનું કાપડ બનાવવી મિલ શરૂ થઈ રહી છે.
અત્યાર સુધી આદિવાસી વિસ્તારોના હજારો નાના જૂથો રેસામાંથી કાગળ અને જાડું કાપડ બનાવીને વેંચે છે. જે
હેન્ડ મેઈડ કાપડ કે કાગળ બને છે. તેને વેચવા માટે અમદાવાદની એક કંપની મદદ કરે છે. જેના શો રૂમ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રિય હવાઈ મથક પરના એક શો રૂમ અને સરદાર પટેલના કેવડિયાના પૂતળા પાસેને શો રૂમમાં વેચે છે.
કેળા ફાઇબર એ બધા કૃત્રિમ અને કુદરતી દોરાઓમાં સારો વિકલ્પ છે. ઇકો ફ્રેન્ડલી, કેમિકલ ફ્રી, બિનઝેરી, ગરમી સામે રક્ષણ અને ગંધ મુક્ત છે. કેળાના રેસા કુદરતી ઠંડક અને ઔષધીય ગુણધર્મો છે. કેળાના થડના 37 કિલોમાંથી 1 કિલો સારી ગુણવત્તાનો દોરો-ફાઇબર મળે છે. ત્રણ બાહ્ય આવરણોને દૂર કરીને અંદરના સ્તરોનો ઉપયોગ દોરા બનાવવા થાય છે.
એક હેક્ટરે 3.78 ટન રેસા મળી શકે છે. 2008-09માં 61 હજાર હેક્ટર અને 2018-19માં 70 હજાર હેક્ટર, 2021માં કેળના બગીચામાં વાવાઝોડું આવતાં 60-65 હજાર હેક્ટર બગીચા છે. જેમાં 2.27 લાખ ટન રેસા પેદા કરી શકાય છે. જોકે 10 ટકા કેળના થડનો ઉપયોગ થાય તો 23 હજાર ટન રેસા બની શકે છે. કેળાના ઝાડથી લગભગ 100 ગ્રામ ફાયબર ઉત્પન્ન થાય છે. જે વીસ મિનિટમાં કાઢી શકાય છે. એક દિવસમાં નવ થી દસ કિલો ફાયબર કાઢી શકાય છે.
ગુજરાતમાં 46 લાખ ટન કેળા પાકે છે. જો દોરા બને તો ગુજરાત આગળ આવી શકે તેમ છે. સૌથી વધું ભરૂચમાં કેળા 9 લાખ ટન, આણંદમાં 8 લાખ ટન, સુરત અને નર્મદામાં 6 લાખ ટન કેળા પાકે છે. આ જિલ્લામાં 31.61 લાખ ટન કેળા 2008-09માં થતા હતા. હેક્ટરે 36200 કિલો કેળા પાકે છે. તેથી આ 5 જિલાલા કેળના રેસા બનાવવા માટે આખા દેશમાં સૌથી વધું આદર્શ છે.
હાલમાં કેળાનું ફાઇબર કાઢવાનું કામ મોટા પાયે કરવામાં આવતું નથી. કાંતવાની મશીનરી દ્વારા તે તૈયાર કરી શકાય છે. ગુજરાત પહેલાથી જ કપાસના ફાઈબર બનાવવામાં આખા દેશમાં આગળ છે. તેથી દોરા બનાવવાની વારસાગત આવડત ગુજરાત પાસે છે.
કેળના દોરાનો કે કાગળનો હેન્ડ બેગ અને અન્ય ફેન્સી ઉપયોગ કરવામાં આવે છે. કૃષિ આધારિત બાયો ફાઇબરમાં કમ્પોઝિટ, ટેક્સટાઇલ, પલ્પ અને પેપર મેન્યુફેક્ચરીંગ જેવા ઉપયોગ થઈ શકે છે. ઈન્ડિયા માર્ટ જેની ઓન લાઈન દુકાનો પરથી એક કિલોના 120થી 900 રૂપિયા ભાવે વેચવામાં આવી રહ્યા છે.
બાયો ફાઇબરનો ઉપયોગ બળતણ, રસાયણો અને ખોરાક બનાવવા માટે પણ કરી શકાય છે.
એક થડમાંથી 200 ગ્રામ ફાઈબર કાઢી શકાય છે. ફાઈબર કારના એન્જીનનો અવાજ ઓછો કરવા વાપરી શકાય છે.
તેના દોરાથી કાગળ બને છે તે 700 વર્ષ સુધી ટકે છે. કાગળની ગુણવત્તા ચલણી નોટો બરાબર છે. કાગળનો ઉપયોગ લાંબા સમય સુધી સાચવવા માટે ધર્મ, દસ્તાવેજો, પુસ્તકો, સરકારી દસ્તાવેજોમાં થઈ શકે છે.
નવસારીનું સંશોધન
નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે.
કાગળને 3 હજાર વખત વિજ્ઞાનીઓએ વાળીને ચકાસણી કરી છે. તુટતો નથી. કારના એન્જીનમાંથી અવાજ ઓછો કરવા માટે કાગળ વાપરી શકાય છે. કારની છત અને દરવાજામાં તે વપરાય છે. તેથી કાર જલદી ગરમ થતી નથી. થિયેટર અને સ્ટુડિયોમાં તેનો ઉપયોગ સાઉન્ડપ્રુફ માટે થાય છે. સેનેટરી નેપકીન તરીકે વપરાય છે.
કેળાની દાંડીના તંતુઓનો ઉપયોગ કપડા, ડાયપર જેવા સ્વચ્છતા ઉત્પાદનો બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. તંતુ બાયોલોજિકલી અને પર્યાવરણને અનુકૂળ છે.
રેસામાંથી બનાવેલું ફેબ્રિક શ્વાસ લેવાની સરળતા છે. ગરમ દિવસોમાં ઠંડક આપે છે. કેળાના ફેબ્રિક નરમ અને કોમળ હોય છે. તેમ છતાં તે સુતરાઉ અને રેયોન જેવા નરમ નથી. કેળાના રેસાવાળા કાપડ આરામદાયક છે અને એલર્જી થતી નથી. પાણી, અગ્નિ અને ગરમી પ્રતિરોધક છે.
શણ, વાંસ અથવા અન્ય કુદરતી રેસા જેવા અન્ય કોઈપણ ફેબ્રિક જેટલું મજબૂત અને ટકાઉ નથી. ઇન્સ્યુલેટેડ નથી. સ્પિન ક્ષમતા અને તાણ શક્તિની દ્રષ્ટિએ અન્ય કાર્બનિક તંતુઓ કરતાં શ્રેષ્ઠ છે.
કેળાના પાકની લણણી કર્યા પછી, ખેડૂતો સામાન્ય રીતે દાંડો ફેંકી દે છે. કાંતો તેનું ખાતર બનાવે છે. ખેતરમાંથી નકામી બનાના દાંડીને સાફ કરવા ક્વિન્ટલ દીઠ પાંચ રૂપિયા ખર્ચ કરવો પડે છે.
એક કિલો ફાઈબર માટે સો રૂપિયા ચૂકવવામાં આવે છે. સરેરાશ, એક સ્ત્રી દિવસમાં ચારથી છ કિલો ફાઈબર કાઢે છે. જે 400 થી 600 રૂપિયાની કમાણી કરે છે. દોરો 180-250 રૂપિયા પ્રતિ કિલોમાં વેચે છે. કંપનીઓ જાતે યાર્ન એકત્રિત કરવા ગામડે આવે છે.
ઢસા નગર (લખીમપુર ઘેરી) ના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અરૂણકુમાર સિંહે સરકારને કહ્યું છે કે, અમે ગુજરાત સ્થિત અલ્ટિમેટ કંપનીએ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા 21,000 રૂપિયાની એડવાન્સ રકમ મોકલી છે. મા સરસ્વતી એસએચજીએ ગુજરાત સ્થિત એક કંપની, અલ્ટમાટે સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની કૃષિ કચરાને કુદરતી તંતુઓ અને યાર્નમાં ફેરવે છે જેનો ઉપયોગ કપડાં અને પેકેજિંગમાં થાય છે. હું બેસો કિલો ફાઈબર ખરીદીશ.
ઘણી અન્ય કંપનીઓ પાસેથી આશરે 10 ટન ફાઇબરના ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે. પરંતુ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર થયા નથી. જુલાઈમાં કેળાના પાકની લણણી શરૂ થયા પછી થશે.
કપાસ, મકાઈ, ઘઉં, ચોખા, જુવાર, જવ, શેરડી, અનાસ, કેળા અને નાળિયેરની ખેતીથી ઉત્પન્ન થયેલ બાયપ્રોડક્ટ્સ એગ્રો-આધારિત બાયો ફાઇબરના મુખ્ય સ્રોત છે.
કેળના વાવેતર 2020 | બાગાયત વિભાગ) | ||
નુકસાન | જિલ્લાની | કેળનું | કેળનું |
24 મે 2021 | કૂલ | વાવેતર | ઉત્પાદન |
વિજ્જો | જમીન | હેક્ટર | મેટ્રિક ટન |
સુરત | 251300 | 8692 | 613829 |
નર્મદા | 113000 | 9240 | 662323 |
ભરૂચ | 314900 | 12286 | 896878 |
ડાંગ | 56500 | 31 | 1208 |
નવસારી | 106800 | 3183 | 176657 |
વલસાડ | 164300 | 1075 | 61006 |
તાપી | 149100 | 1293 | 77580 |
દક્ષિણ ગુ. | 1663700 | 1293 | 77580 |
અમદાવાદ | 487400 | 149 | 72 |
અણંદ | 183800 | 12710 | 826143 |
ખેડા | 283500 | 990 | 56143 |
પંચમહાલ | 176200 | 417 | 15888 |
દાહોદ | 223600 | 7 | 182 |
વડોદરા | 304700 | 6344 | 431963 |
મહિસાગર | 122400 | 50 | 2075 |
છોટાઉદેપુર | 206600 | 6950 | 483025 |
મધ્ય ગુ. | 1988200 | 27617 | 1822630 |
બનાસકાંઠા | 691600 | 18 | 651 |
પાટણ | 360400 | 0 | 0 |
મહેસાણા | 348100 | 2 | 82 |
સાબરકાંઠા | 271600 | 45 | 1925 |
ગાંધીનગર | 160200 | 0 | 0 |
અરાવલી | 202700 | 75 | 3180 |
ઉત્તર ગુજ. | 2034600 | 140 | 5838 |
કચ્છ | 733500 | 2685 | 152777 |
સુરેન્દ્રનગર | 621000 | 0 | 0 |
રાજકોટ | 536300 | 39 | 1400 |
જામનગર | 366200 | 3 | 126 |
પોરબંદર | 110900 | 5 | 150 |
જૂનાગઢ | 358700 | 550 | 26538 |
અમરેલી | 538200 | 229 | 8006 |
ભાવનગર | 454700 | 1753 | 84109 |
મોરબી | 347000 | 8 | 307 |
બોટાદ | 199700 | 0 | 0 |
સોમનાથ | 217000 | 695 | 35590 |
દ્વારકા | 229600 | 13 | 572 |
સૌરાષ્ટ્ર | 3979300 | 5980 | 309574 |
ગુજરાત કૂલ | 9891500 | 69537 | 4627523 |
આ પણ વાંચો
સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો
ભારતમાં કેળાનું સૌથી વધું ઉત્પાદન કરતું ગુજરાતનું પાણેથા ગામ
https://allgujaratnews.in/gj/best-banana-cultivation-in-india-panetha-village-in-gujarat/
કેળાની ખેતીમાંથી નિકળતા થડમાં સ્કોચ એવોર્ડ કેમ મળ્યો ?
https://allgujaratnews.in/gj/why-did-the-trunk-of-the-banana-plant-get-the-scotch-award/
ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા, કેળા ખાવામાં ગુજરાતના લોકો અવલ્લ
https://allgujaratnews.in/gj/people-of-gujarat-lead-in-india-eat-more-banana-farmers-started-producing-more-in-the-field/
ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ઉધ્યોગ રત્ન એવોર્ડ
https://allgujaratnews.in/gj/%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b9%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a6%e0%aa%ad%e0%aa%be/
ઝગડીયાના ખેડુતે કરી લાલ કેળાની સફળ ખેતી, મેળવ્યો મબલખ પાક
https://allgujaratnews.in/gj/%e0%aa%9d%e0%aa%97%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%ab%81%e0%aa%a4%e0%ab%87-%e0%aa%95%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%95/
કેળાંના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ, દેશમાં વાવેતર ઘટયું
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b3%e0%aa%be%e0%aa%82%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be/
કેળાના પાકને વીમો મળતો ન હોવાથી વધતી પરેશાની
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%ae%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b3%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%a8-%e0%aa%b9/
કેળની ભારે નુકસાનીએ ખેડૂતની કેડ ભાંગી નાખી, એમઆરપી રાખો પણ એમએસપી નહીં
https://allgujaratnews.in/gj/bananas-farmers/