દારૂની પરમિટ પાછળ વર્ષે રૂ.6 હજારનું ખર્ચ, દારુ પિવા માટે કેટલું ખર્ચ ગુજરાતના લોકો કરે છે

ગાંધીનગર, 16 માર્ચ 2021

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ધુમ દારૂ વેચાય છે. પોલીસકમીઓ જ દારુની હેરાફેરી કરતા પકડાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ આપી છે અને તેનાથી 19,10,26,275 રૂપિયાની આવક સરકારને થઇ છે. આમ ગુજરાતમાં એક વ્યક્તિ દીઠ રૂ.6065નો વર્ષે દારુ પીવા પાછળ ફી અને એટલું ખર્ચ વેરા પાછળ કરે છે. જે રોજના રૂ.17નો દારુ પીવે છે. જોકે પરમિટ હોવા છતાં બજારનો દારુ મોટા પ્રમાણમાં પરમિટ ધારક પીવે છે. આમ ગણવામાં આવે તો દરેક વ્યક્તિ રોજના રૂ.40 રૂપિયાનો દારુ પી જાય છે.

22 હજાર કરોડનો દારુ

એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં 25 ટકા લોકો ઘરે અને અડ્ડા પર દારુ પિવે છે. તે હિસાબે 1.50 કરોડ લોકો દારુ પિતા હોય તો રોજનો રૂ.60 કરોડ અને વર્ષે રૂ.22 હજાર કરોડનો દારુ પિવાતો હોવાનો અંદાજ છે. જેમાં એટલો હપતો પોલીસ, રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, બીજા વગદાર વર્ગોને આપવામાં આવતા હોવાનો અંદાજ છે. બીજા રાજ્યો 100 ટકા વેરો લે છે, એ રીતે ગુજરાત જો વેરો લે તો વર્ષે રૂ.22 હજાર કરોડની આવક વેરા પેટે મેળવી શકે છે.

ધારાસભ્યને વિગતો જાહેર કરી

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારની પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં ઈશ્યુ કરવામાં આવેલી દારૂની પરમિટ અને તેમાંથી આવક કેટલી થઇ તે બાબતેની માહિતી માગવામાં આવી હતી. સરકારની માહિતી પરથી સામે આવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ ઈશ્યુ થઇ છે અને તેમાં સૌથી પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે. આ પરમિટ વર્ષ 2024 સુધી માન્ય રહેશે. રાજ્ય સરકારને નવી પરમિટ ઈશ્યુ કરવામાં અને પરમિટ રીન્યુઅલ કરવામાં ત્રણ વર્ષમાં 19,10,26,275 રૂપિયાની આવક થઇ છે.

અમદાવાદ જિલ્લામાં 9226 પરમીટથી 6,34,19,850ની આવક થઇ છે.

ગાંધીનગરમાં 957 પરમીટથી 6,34,19,850 આવક .

સુરતમાં 5743 પરમીટથી 2,59,86000  આવક .

તાપીમાં 27 પરમીટથી 1,78,600  આવક .

ભરૂચમાં 925 પરમીટથી 77,83,500  આવક .

વડોદરામાં 3049 પરમીટથી 2,23,70,500  આવક .

ભાવનગરમાં 739 પરમીટથી 18,03,000  આવક .

નવસારીમાં 113 પરમીટથી 6,52,600  આવક .

રાજકોટમાં 2836 પરમીટથી 1,69,55,100  આવક . રૂ.5978 એક વ્યક્તિ દારુ પાછળ ખર્ચ કરે છે.

વલસાડમાં 169 પરમીટથી 4,95,000  આવક . રૂ.293 એક વ્યક્તિ દારુ પાછળ ખર્ચ કરે છે.

ડાંગમાં 2 પરમીટથી 9,000  આવક . રૂ.4 હજાર એક વ્યક્તિ દારુ પાછળ ખર્ચ કરે છે.

નડિયાદમાં 295 પરમીટથી 21,46,100  આવક . રૂ.7275 એક વ્યક્તિ દારુ પાછળ ખર્ચ કરે છે.

આણંદમાં 912 પરમીટથી 64,71,350  આવક . રૂ.7095 એક વ્યક્તિ રૂપ પાછળ ખર્ચ કરે છે.

નર્મદામાં 39 પરમીટથી 1,65,00  આવક .

ગોધરામાં 124 પરમીટથી 7,39,000  આવક .

સાબરકાંઠામાં 83 પરમીટથી 4,55,000  આવક .

બનાસકાંઠામાં 267 પરમીટથી 16,91,350  આવક .

પાટણમાં 109 પરમીટથી 8,58,400  આવક .

મહેસાણામાં 359 પરમીટથી 16,44,000  આવક .

દાહોદમાં 60 પરમીટથી 3,97,050  આવક .

કચ્છમાં 1399 પરમીટથી 77,77,400  આવક .

જામનગરમાં 960 પરમીટથી 51,63,350  આવક .

જૂનાગઢમાં 313 પરમીટથી 18,40,000  આવક .

અમરેલીમાં 85 પરમીટથી 5,41,000  આવક .

પોરબંદરમાં 1529 પરમીટથી 79,46,000  આવક .

સુરેન્દ્રનગરમાં 384 પરમીટથી 24,61,050  આવક .

અરવલ્લીમાં 29 પરમીટથી 1,89,000  આવક .

મોરબીમાં 233 પરમીટથી 13,72,650  આવક .

દેવભૂમિ દ્રારકામાં 244 પરમીટથી 9,06,800  આવક .

ગીર સોમનાથમાં 133 પરમીટથી 4,52,000  આવક .

બોટાદમાં 62 પરમીટથી 3,49,000  આવક .

મહીસાગરમાં 18 પરમીટથી 1,34,100  આવક .

છોટાઉદેપુરમાં 7 પરમીટથી 5,09,500  આવક .

છતાં શાંતિ માટે દારૂ બંધી તો હોવી જ જોઈએ.