In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people.
દિલીપ પટેલ
ગાંધીનગર, 31 માર્ચ 2021
144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી રહ્યો છે. પ્રજા જાહેરમાં બોલે તો તેને પકડીને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવે છે. કેસ કરવામાં આવે છે. હવે 144ની કલમને વધારે સત્તા આપતો ગુજરાત રાજ્યમાં હાલના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,1973ની કલમ-195માં સુધારો કરાયો છે.
ભાજપની સરકારના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે જાહેર કર્યું હતું કે 2001 પછી ગુજરાતમાં મીની ઈમરજન્સી આવી છે, રાજ્યમાં સરમુખત્યાર શાહી શરૂ થઈ છે. કેશુભાઈની વાતને હવે ભાજપની રૂપાણી સરકારે વધું સાચી પાડવા માટે કાયદામાં સુધારો કરીને પ્રજાને જાહેરમાં બોલવાનો અધિકાર પણ છીનવી લીધો છે.
ગુજરાતમાં પોલીસ કમિશ્નર તથા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર સલામતી, જાહેર શાંતિ, જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના સંચાલન માટે વિવિધ કાયદા અંતર્ગત સી.આર.પી.સી.ની કલમ-144 હેઠળ વિવિધ પ્રતિબંધક મૂકતા કે નિયમનકારી જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવતા હોય છે. જે લોકોને 4 કે તેથી વધું સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકતો હોય છે.
જેમાં સી.આર.પી.સી.ની કલમ-144 હેઠળના પ્રતિબંધાત્મક કે નિયમનકારી જાહેરનામાના અમલ અને જાહેરનામાના ભંગ બદલ કોર્ટમાં કેસ દાખલ કરવા બાબતે પ્રજા પર દમન વધારનારો આ સુધારો છે. તે લોકશાહી ખતમ કરવામાં એક નવી રાહ મળશે. પ્રજા પર દમનનો કોરડો વિંઝશે.
21 વર્ષથી ગુજરાતમાં લોકોને જાહેરમાં પોતાના અધિકારો, આંદોલનો, રેલી, સભા, સરઘસ કરવા દેવામાં આવતાં નથી. હવે જો કોઈ એકઠા થઈને રૂપાણીનું મોંઘવારીનું પૂતળું બાળશે તો તેને આકરી સજા કરી શકાશે. આ તો ભાજપની સરકારનો દમન છે. સરમુખત્યારી છે. જેનો લોકોએ એકઠા થઈને વિરોધ કરવો જોઈએ. જો નહીં કરે તો જેવું ખેડૂતો માટે થઈ રહ્યું છે એવું અધિકાર માંગનારાઓ પર થશે જ.
ગુજરાતમાં જાહેર જીવનમાં પડેલાં 10 હજાર લોકો સામે 144ની ભંગના કેસ ચાલે છે. જેમાં ભાગ્યે જ સજા થાય છે. હવે સજા થશે. લોકો ભયના માર્યા જાહેરમાં કે ખાનગીમાં બોલતા પણ ગભરાશે. જે ગુજરાતે લોકશાહી આપવામાં આગેવાની લીધી હતી તે ગાંધીજીના ગુજરાતથી જ સરમુખત્યાર શાહી કાયદા દ્વારા આવી ગઈ છે. જેને અટકાવવામાં નહીં આવે તો લોકોને પારાવાર યાતનાઓ ભોગવવી પડશે.
કોર્ટ દ્વારા તે ગુનાનું કોગ્નીઝન્સ લેવામાં આવતું નથી. હવે આ સુધારાથી તે થશે. કોર્ટમાં મોટી સજા કરવામાં આવશે. જે અગાઉ કરવામાં આવતી ન હતી.
આવા જાહેરનામાંની ધાર વધારે તેજ કરીને પ્રજાને ગુલામ બનાવવાની શરૂઆત ભાજપની રૂપાણી સરકારે કરી છે.
તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે. કાયદાના સુધારાની જોગવાઇ મુજબ જાહેરનામાં ભંગના કેસોમાં પોલીસ દ્વારા એફ.આઇ.આર. નોંધી તેના આધારે તપાસના અંતે અદાલતમાં જે આરોપનામું રજૂ કરવામાં આવશે અને તેના આધારે કોગ્નીઝન્શ લઇને ગુણદોષ ઉપર કેસનો નિકાલ થશે. જાહેરનામાને વધારે અસરકારક બનાવાયો છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ-195ની જોગવાઇમાં સુધારો કરવાથી આદાલત કોગ્નીઝન્શ લઇ શકશે. ફાયદો રાજ્યમાં પોલીસની વધતી સત્તાને થયો છે. પોલીસ બેફામ છે તે વધારે બેફામ બનશે.
આ સુધારા વિધેયક ગૃહમાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. જે ગુજરાતની લોકશાહીની હત્યા કરવા સમાન છે.
એટલું જ નહી આ સુધારા વિધેયકથી કોઇપણ વ્યક્તિના બંધારણીય અધિકારો ઉપર સીધી આંચ આવી છે. એક તો 144મી કલમ પોલીસ દ્વારા કોઈ પણ નાગરિકને જાહેરમાં દેખાવો કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. 144મી કલમથી 4 કે તેથી વધું વક્યિઓ ભેગી થઈને સરકાર સામે અવાજ ઉઠાવી શકતી નથી. જો એકઠી થાય તો પોલીસ પકડીને ગુનો દાખલ કરતી હોય છે કે સમયે આવ્યે છોડી મૂકતી હોય છે. જેમાં ભાગ્યે જ સજા થતી હતી. હવે ભારે સજાને પાત્ર ગુનો બની જશે. લોકો પોતાનો અવાજ રજૂ કરતા અચકાશે. જે ભાજપની રૂપાણી સરકાર કરવા માંગે છે. સરકાર પોતે કોઈક ત્રીજી શક્તિના ઈશારે આ બધું કરી રહી છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 195માં,પેટા કલમ(1)માં, ખંડ(ક)માં, પેટા-ખંડ(1)માં સુધારો કરાયો છે. તેનાથી વિવિધ કાયદા અંતર્ગત બહાર પાડવામાં આવેલ જાહેરનામુ તેમજ સી.આર.પી.સી.ની કલમ-82 અન્વયે બહાર પાડવામાં આવેલા જાહેરનામા (ઢંઢેરો)ના ભંગ બદલ પોલીસ પોતે ફરીયાદી બની શકશે. પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર. દાખલ કરીને તપાસ કરી શકેશે. તેનું આરોપનામું રજૂ કરશે ત્યારે નામદાર કોર્ટ તે ચાર્જશીટના આધારે ગુન્હાનુ કોગ્નીઝન્સ લઇ કાર્યવાહી કરી શકશે. આમ કાયદો બોલનારાઓ કે પોતાના અધિકાર માટે લડનારા નાગરિકો માટે આફતરૂપ બની રહેશે.
સામાન્ય રીતે લોકો કાયદાને અગાઉથી સમજી અને જાણીને તે મુજબ વ્યવહાર કરતાં હોય છે. આવો કાયદો રૂપાણી સરકારે પ્રજાના મત માટે અગાઉથી જાહેરમાં 6 મહિના પહેલા મૂકવાની જરૂર હતી. ભૂતકાળના સિદ્ધાંતોને તોડી નાંખવાનું કામ આ નવો કાયદો કરશે. પોલીસને વધું સત્તા આપતો કાયદો છે.
બંધારણનો મુળ સિદ્ધાંત છે તે બોલવાનો, જાહેરમાં બોલવાનો, ભાષણ કરવાનો કે દેખાવો કરવાનો અધિકાર આપે છે. પણ તેમાં સરકારને આ તમામ બાબતોને રોકવા માટે 144મી કલમની સત્તા સરકારને આપે છે. જે સરમુખત્યાર સરકાર તરફ દોરી જશે.
જાહેર શાંતિ, જાહેર સુરક્ષા, જાહેર વ્યવસ્થા જાળવવાના બહાને સરકાર કોઈને દેખાવો કરવાની મંજૂરી આપતી નથી. પોલીસને સ્પષ્ટ સૂચના છે કે કોઈ પોતાનો અવાજ ન ઉઠાવે તે માટે દેખાવો કરવાની મંજૂરી ન આપવી. ગુજરાતમાં લોકો છેલ્લાં 21 વર્ષથી જાહેરમાં પોતાનો અવાજ રજૂ કરી શકતા નથી. મંજૂરી લીધા વગર જો દેખાવો કરે તો તેના પર પોલીસ દમન સમાન્યા થઈ ગયું છે. હવે તો કાયદો સુધરતાં સજાનો કોરડો વિંઝાશે. પ્રજાનો મૌલિક અધિકાર પણ ગુજરાતની સરકારે છીનવી લીધો છે.
સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે કહે છે કેકોઇ સામુહિક હિતનો પ્રશ્ન આવે ત્યારે વ્યક્તિનો અંગત અધિકાર ગૌણ બની જાય છે. સામુહિક હિતની રક્ષા કરવા માટે તંત્રને સત્તા આપવી આવશ્યક બની જાય છે.
જાહેર શાંતિ જાળવવાના હેતુ માટે તથા કોઇ અવરોધ, ત્રાસ કે હાનિ અટકાવવા માટે સી.આર.પી.સી.ની કલમ-144 હેઠળ જાહેરનામાં પ્રસિધ્ધ કરીને પ્રોહીબીટરી આદેશ કરાય છે. જે અવાજ દવાવવા માટે કામ કરે છે.
કોઇ વ્યક્તિને થતો અવરોધ, ત્રાસ કે હાનિ અટકાવવા તથા માનવ જીંદગી, તંદુરસ્તી કે સલામતીને ઉભું થતું જોખમ નીવારવા તથા જાહેર શાંતિ જાળવવા તેમજ સંભવિત હુલ્લડ કે બખેડો અટકાવવા માટે તંત્રને આપવામાં આવેલી આવી સત્તાનો અમલ કરવામાં આવે છે. તેનાથી પ્રજા અવાજ ઉઠાવી શકતી નથી. ઉઠાવે તો પોલીસ દમન કરાય છે. કલમ 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે.
સરકાર કાયદાનું દમન કરવા માટે કહે છે કે, રાજયમાં જાહેર વ્યવસ્થાની જાળવણી કરવી એ પોલીસતંત્રની ફરજ છે. જુદા જુદા પ્રકારના નોટિફિકેશનો અને તેની પ્રક્રિયાથી આવી જાળવણી થાય છે. પણ પ્રજાના અધિકાર માટે છેલ્લી સરકારો વિચારતી નથી.
પ્રજા પર સરકાર દમન કરે તે માટે પ્રજાના રક્ષણ કાયદાકીય જોગવાઈના કારણે અદાલતમાં તેનું કોગ્નીઝન્સ ન લેતી હોય છે. જેથી પ્રજાને પોલીસ ખોટી રીતે ગુના કરે નહીં. હવે નવા સુધારાથી તે બંધ થશે. અદાલત પ્રજાનું રક્ષણ કરતી હતી તે પણ હવે બંધ થઈ ગયું છે.
હાલમાં આઇ.પી.સી.ની કલમ – 174(ક) તથા કલમ -188ના ગુના પોલીસ અધિકારનો ગુનો છે. પરંતુ સી.આર.પી.સી.ની કલમ-195ની આદેશાત્મક જોગવાઇઓ મુજબ આઇ.પી.સી.ની કલમ – 188ના ભંગ બદલ જાહેરનામું પ્રસિધ્ધ કરનાર અધિકારી કે તેના ઉપરી અધિકારી દ્વારા અદાલતમાં ફરીયાદ આપવાની થાય છે. અદાલતમાં આરોપનામું કરવામાં આવે ત્યારે
જાહેરનામાનો આધાર લઇ જે પગલા લેવામાં આવે છે તે અદાલતો સફળ થવા દેતી ન હતી. નવો સુધારો હવે પોલીસને વધું સત્તા આપે છે.
હજુ હમણાં જ દેશના વડાપ્રધાન અને આરએસએસના એક સમયના પ્રચારક નરેન્દ્ર મોદીએ અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરાવી ત્યારે કોંગ્રેસ પર 144ની કલમ લગાવી અને દાંડી યાત્રા નિકાળવા ન દીધી. હવે તેના જ મૂકેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગોરા અંગ્રેજો બાદ હવે ભગવા અંગ્રેજોના ગુલામ બનાવવા 144 કલમ સખ્ત કરી છે. ગાંધીજી ગોરા અંગ્રેજોની ગુલામી સામે લડેલા હવે દેશના ભગવા અંગ્રેજો સામે કોણ લડશે ?